બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / world covid has reduced life expectancy globally by 1-6 years claims lancet study

રિસર્ચ / કોરોનાને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય 1.6 વર્ષ ઘટ્યું, રિસર્ચમાં કમકમાટી ભર્યો દાવો, પુરુષોના મોત વધારે

Ajit Jadeja

Last Updated: 11:09 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીને કારણે લોકોની જીંદગી ટુંકી થઇ છે. માણસના આયુષ્યમાં 1.6વર્ષનો ઘટાડો થયો છે. ધ લેન્સેટ જર્નલ દ્વારા તાજેતરમાં કરાયેલા સંશોધનમાં આ માહિતી સામે આવી છે.

Corona death: કોરોના મહામારીને કારણે લોકોની જીંદગી ટુંકી થઇ છે. માણસના આયુષ્યમાં 1.6વર્ષનો ઘટાડો થયો છે. ધ લેન્સેટ જર્નલ દ્વારા તાજેતરમાં કરાયેલા સંશોધનમાં આ માહિતી સામે આવી છે.  2020 અને 2021 માં વિશ્વમાં લગભગ 13.1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાંથી લગભગ 1.6 કરોડ લોકોના મોત કોરોના મહામારીને કારણે થયા છે.

કોરોના મહામારી પછી જીવનશૈલીમાં બદલાવ

કોરોના મહામારી પછી લોકોના જીવનમાં ઘણુ પરિવર્તન આવ્યુ છે. જીવનશૈલીમાં બદલાવ થયો છે તેની સાથે આયુષ્યમાં પણ નોધપાત્ર ઘટાડો થયો છે. આજે દુનિયામાં લોકો પહેલાની સરખામણીએ ઓછુ જીવી રહ્યા છે. સરેરાશ આયુષ્ય 73 વર્ષ હતુ. પરંતુ કોરોના મહામારીને કારણે લોકોનું આયુષ્ય ઘટ્યુ છે. જિંદગીમાં 1.6 વર્ષનો ઘટાડો થયો છે. આ માહિતી ધ લેન્સેટ જર્નલ દ્વારા કરાયેલા સંશોધનમાં સામે આવી છે. આ રીસર્ચમાં સામે આવ્યુ છે કે કોરોનાએ લોકોના સ્વાસ્થ્યને ગંભીર રીતે જોખમ પહોચાડ્યુ છે. અન્ય બીજા સંશોધનોમાં પણ કોરોનાના ભયંકર પરિણામો સામે આવ્યા છે. જેમાં પણ કોરોના મહામારીએ વૈશ્વિક સ્તરે લોકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કર્યાનું જાણવા મળ્યું છે. સંક્રમણમાં આવેલા લાખો લોકોના જીવ ગયા છે પરંતુ જે લોકો બચી ગયા તેમનો પીછો પણ કોરોના જીવતા સુધી કરી રહ્યો છે. આવા દર્દીઓ કોરોનામાં બચ્યા પરંતુ અત્યારે બીજી અનેક બિમારીઓથી ઘેરાયેલા છે. હજુ પણ દર્દીઓ અનેક રોગોથી બચવા સંઘર્ષ કરી રહ્યા છે.

રિપોર્ટના મુખ્ય મુદ્દા શું છે?

રિસર્ચમાં જાણવા મળ્યુ કે કોરોના મહામારી પહેલા વૈશ્વિક સ્તરે લોકોનું આયુષ્ય વધી રહ્યુ હતુ. લાઇફ એક્સપેક્ટેંસીનો મતલબ વ્યક્તિ તેના જન્મના સમયથી કેટલા વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકે છે. 1950માં  લોકોની સરેરાશ ઉંમર 49 વર્ષથી વધીને 2019માં 73 વર્ષથી વધુ થઈ છે. પરંતુ 2019 અને 2021 ની વચ્ચે તેમાં 1.6 નો ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે આ કોરોનાની સૌથી ગંભીર આડઅસર છે. વર્ષ 2020-2021 દરમિયાન આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન 84 ટકા દેશોમાં આયુષ્યમાં ઘટાડો થયો હતો. મેક્સિકો સિટી, પેરુ અને બોલિવિયા જેવા સ્થળો વધુ પ્રભાવિત થયા હતા.

વધુ વાંચોઃ સુરત / પરીક્ષામાં કાપલી કરશો કે નોટ મુકશો તો થશે કડક કાર્યવાહી,ગુજરાતની આ યુનિવર્સિટીનું ફરમાન જાહેર

પુરુષોમાં 22 % મૃત્યુદર વધ્યો

અભ્યાસ પરથી સામે આવેલા અનુમાન પર નજર કરીએ તો આ દરમિયાન 15 વર્ષથી વધુ ઉમરના લોકોના મૃત્યુદરમાં પુરુષો 22 ટકા અને મહિલાઓ 17 ટકા હતી. વૈશ્વિક સ્તરે જોઇએ તો 2020 અને 2021માં લગભગ 13.1 કરોડ લોકોના મોત નીપજ્યા જેમાંથી 1.6 કરોડ લોકોના મોત કોરોના મહામારીને કારણે થયા છે. રિસર્ચમાં એ પણ બહાર આવ્યુ કે મહામારી દરમિયાન વૈશ્વિક સ્તર પર વયસ્ક મૃત્યુ દરમાં વધારો થયો છે. જો કે COVID-19 મહામારી વચ્ચે બાળકોના મૃત્યુ દર ઓછા રહ્યા છે. 2019ની તુલનામાં 2021માં પાંચ વર્ષથી ઓછી ઉમરના બાળકોના મોત ઓછા થયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ