બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Women come here and hang their bras, reason is very interesting

વિચિત્ર પ્રથા / બાપ રે ! ખીણમાં રહેલી વાડ પર હજારોની સંખ્યા જોવા મળી બ્રા, કોણે લટકાવી, કેમ હવે ખુલ્યું રહસ્ય

Hiralal

Last Updated: 03:08 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડના કારનોડા નામની એક જગ્યા છે જે દુનિયાભરમાં બ્રા ફેન્સ તરીકે જાણીતી છે અહીં આવનાર છોકરીઓ અને મહિલાઓ તેમના અંડરગારમેન્ટ ઉતારીને ટાંગીને જતા રહે છે.

  • ન્યૂઝીલેન્ડમાં કારડોના નામની જગ્યા દુનિયાભરમાં ફેમસ
  • કારનોડામાં છોકરીઓ તેમની બ્રા ઉતારીને ટાંગી દે છે
  • મૂળ કારનોડા ટુરિસ્ટ ડેસ્ટીનેશન છે, મોટી સંખ્યામાં આવે છે પ્રવાસીઓ
  • આઝાદીના પ્રતિક તરીકે મહિલાઓ ઉતારે છે અંડરગારમેન્ટ્સ 
  • બ્રેસ્ટ કેન્સરની જાગૃકતાને લઈને પણ મહિલાઓ કરે છે આવું 

સફળતા કે મનનું ધાર્યું કરવા માટે લોકો જાતજાતની માનતાઓ રાખતા હોય છે. શ્રદ્ધાળુઓ તેમના ઈસ્ટદેવને અનવવી ચીજોનો ભોગ ધરાવતા હોય છે. ન્યૂઝીલેન્ડની છોકરીઓ તો પોતાને ઈચ્છીત ફળ મળે તે માટે એક વિચિત્ર પ્રથાનું પાલન કરી રહી છે અને લોકોને તેની ખૂબ નવાઈ લાગે છે. જોઈને જ લોકો બોલી ઉઠે છે કે આવું તે વળું હોતું હશે. 

કારનોડાની બ્રા ફેન્સ દુનિયાભરમાં ફેમસ
હકીકતમાં ન્યૂઝીલેન્ડમાં કારનોડા નામની એક જગ્યા આવેલી છે જે દુનિયાભરમાં બ્રા ફેન્સ તરીકે ખ્યાતનામ છે. કારનોડા વેલીની મુલાકાતે આવતી છોકરીઓ ઈચ્છિત ફળ મેળવવા માટે એક અજીબ પ્રથાનું પાલન કરે છે. કારનોડામાં આવતી મહિલાઓ અને છોકરીઓ તેમની બ્રા ઉતારીને અહીં લટકાવી દે છે. એટલું જ નહીં, પ્રવાસીઓ અહીં ફોટો ક્લિક પણ કરે છે. 1998માં ક્રિસમસથી લઈને ન્યૂ યર 1999 સુધી અહીં સૌથી પહેલા ચાર બ્રા જોવા મળી હતી પરંતુ હાલમાં તો આ સ્થળે હજારોની સંખ્યામાં બ્રા લટકતી જોવા મળે છે. 

સારો વર મેળવવા માટે છોકરીઓ બ્રા ઉતારતી હોવાની પણ માન્યતા
છોકરીઓ સારો વર મેળવવા માટે બ્રા ઉતારતી હોવાની પણ માન્યતા છે. કેટલીક છોકરીઓ તેમનો અનુભવ શેર કરતાં કહ્યું કે અહીં આવીને બ્રા ઉતાર્યાં બાદ તેમને સારો જીવનાસાથી મળ્યો છે. 

એક મહિનાની અંદર 60થી વધુ બ્રા લટકાવવામાં આવે છે
કોરોના પહેલા ફેબ્રુઆરી 2019માં આ જગ્યાએ બ્રાની સંખ્યામાં સતત વધારો થયો અને એક મહિનાની અંદર 60થી વધુ બ્રા લટકાવવામાં આવે છે. આ પાછળનું કારણ ખૂબ જ ચોંકાવનારું છે. વાસ્તવમાં એવી માન્યતા છે કે મહિલાઓ આને આઝાદીના પ્રતીક માને છે. સાથે જ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ફેલાવવા પણ છોકરીઓ પ્રતિક તરીકે પોતાની બ્રા કાઢીને અહીની ફેન્સ પર લટકાવે છે.  આ જગ્યાએ બ્રેસ્ટ કેન્સર માટે દાન પણ લેવામાં આવે છે. આ દાનનો ઉપયોગ સ્તન કેન્સરથી પીડિત મહિલાઓની સારવાર માટે કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ