બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / woman was tied in chains for 35 years

હે ઈશ્વર! / 17ની ઉંમરમાં રૂમમાં થઈ કેદ, 53માં મળી આઝાદી, 36 વર્ષ કેદમાં ગુજારનાર મહિલાની વ્યથા જાણી આંખમાં આંસુ આવી જશે

Khevna

Last Updated: 03:41 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિરોઝાબાદમાં એક માનસિક રૂપથી અસ્વસ્થ મહિલાને ૩૫-૩૬ વર્ષથી સાંકળોથી બાંધીને રાખવામાં આવી હતી, હવે હાથરસની સેવા ભારતીના સદસ્યોએ મહિલાને ઈલાજ માટે આગરા મોકલી છે.

  • ૩૫-૩૬ વર્ષથી એક જ રૂમમાં મહિલા કેદ હતી 
  • માનસિક રૂપથી અસ્વસ્થ મહિલાને સાંકળોથી બાંધવામાં આવી હતી 
  • હાથરસની સેવા ભારતીના સદસ્યોએ મહિલાને ઈલાજ માટે આગરા મોકલી 

૩૫ વર્ષથી એક જ રૂમમાં મહિલા કેદ હતી 

ફિરોઝાબાદમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં ૩૫ વર્ષોથી ઘરમાં કેદ એક મહિલાને હાથરસની ધારાસભ્ય સેવા ભારતી ટીમની મદદથી આઝાદ કરવામાં આવી છે. ત્યાર બાદ તેને ઈલાજ માટે આગરા મોકલવામાં આવી. મહિલાના પરિવારને આશા છે કે કદાચ આ વખતે તેની બહેન ઠીક થઈને ઘરે પાછી ફરશે. 

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા છેલ્લા 35 વર્ષથી એક જ રૂમમાં સાંકળો બાંધીને રહેતી હતી. જ્યારે હાથરસના ધારાસભ્યને આ વાતની જાણ થઈ તો તેમણે મહિલાની મદદ કરવાનું વિચાર્યું. તેમણે સેવા ભારતીના સભ્યોની મદદથી મહિલાને મુક્ત કરાવી હતી. ત્યારબાદ તેને સારી સારવાર માટે મેન્ટલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ, આગરામાં દાખલ કરાવી. 

માનસિક રૂપથી અસ્વસ્થ મહિલાને સાંકળોથી બાંધવામાં આવી હતી 

ટૂંડલાનાં મોહમ્મદાબાદ ગામની નિવાસી સપના માત્ર 17 વર્ષની જ્યારે તેના પરિવારને જાણ થઇ કે તે માનસિક રૂપથી અસ્વસ્થ છે. પરિવારે તેનો ઈલાજ કરવાની ખૂબ જ કોશિશ કરી, પણ સપનાની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહીં. ઘણો ઈલાજ કરાવ્યા બાદ પણ જ્યારે સપના ઠીક ન થઇ, ત્યારે પરિવારે તેને ત્યાં જ કેદ કરીને રાખી દીધી, જેથી તે ક્યાંય ચાલી ન જાય. આ માટે તેના પગમાં સાંકળ પણ બાંધવામાં આવી. પરિવાર આમ કરવા તો નહોતો માંગતો, પણ તેઓ મજબૂર હતા. 

પરિવારના લોકો સપનાને ત્યાં જ જમવાનું આપતા હતા. તેમને લાગવા લાગ્યું હતું કે સપનાનું જીવન એ જ રૂમમાં કેદ થઈને વીતી જશે. પછી 2021માં સપનાનાં પિતાનું બીમારીને કારણે નિધન થઇ ગયું, જ્યાર બાદ તેના બે ભાઈઓ તેની સંભાળ લેતા હતા. ૩૫ વર્ષથી સપના આવું જીવન જીવતી આવી છે. માનસિક રૂપથી બીમાર સપનાને કદાચ ખુદ પોતાની જ સ્થિતિની જાણ નહીં હોય. તે લોકો સાથે વાત પણ ઓછી કરે છે. 

જ્યારે સપનાની સ્થિતિની જાણ હાથરસનાં ધારાસભ્ય અંજૂલા માહોરને થઈ, તો તેમણે સેવા ભારતીનાં સદસ્યો સાથે વાત કરી, પછી તેમને મહિલા વિશે જાણકારી મેળવવા મોકલ્યા. નિર્મલા સિંહનાં નેતૃત્વમાં સેવા ભારતીની ટીમ ફિરોઝાબાદ સ્થિત સપનાનાં ઘરે પહોંચી. ત્યાં તેની સ્થિતિ જોઇને તે લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા. એક મહિલાને સાંકળોથી બાંધેલી હતી, જાણે તે માણસ ના હોય. 

પરિવારે જણાવી લાચારી 
તેમણે આ વિશે પરિવાર સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે તેઓ બહેનને આમ બાંધીને રાખવા માંગતા ન હતા , પણ માનસિક હાલતને ધ્યાનમાં રાખતા તેમણે આમ કરવું પડ્યું. સપનાના ભાઈઓએ જણાવ્યું કે પરિવારે સપનાનો ઈલાજ કરાવવાની ખૂબ જ કોશિશ કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. 

સપનાને આગરામાં માનસિક સ્વાસ્થ્ય સંસ્થાનમાં ભરતી કરવામાં આવી 
ત્યાર બાદ નિર્મલા સિંહે માનસિક રૂપથી અસ્વસ્થ સપનાનાં પરિજનોને જણાવ્યું કે તેઓ સપનાનો ઈલાજ કરવામાં મદદ કરશે, જેથી તે આગળનું જીવન આઝાદીથી જીવી શકે. પરિવાર તૈયાર થઇ ગયો, જ્યાર બાદ સપનાને સારા ઈલાજ માટે માનસિક સ્વાસ્થ્ય સંસ્થાનમાં ભરતી કરવામાં આવી. હાલમાં તેનો ઈલાજ શરુ થઇ ગયો છે. પરિવારને આશા છે કે કદાચ આ વખતે તે ઠીક થઈને ઘરે પાછી ફરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ