બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / woman made over 10 lakh rupee selling her breast milk to bodybuilders

ગજબ / પોતાનું બ્રેસ્ટ મિલ્ક વેચીને લાખો રૂપિયા કમાણી કરે છે આ મહિલા, પુરુષોને ખૂબ જ પસંદ આવે છે આ દૂધ

Pravin

Last Updated: 04:30 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતાનું ધાવણ બાળકો માટે અમૃત સમાન હોય છે. પણ બ્રિટેનની એક મહિલા એવી પણ છે, જે પોતાનું બ્રેસ્ટ મિલ્ક વેચીને લાખો રૂપિયા કમાઈ રહી છે.

  • આ મહિલા બ્રેસ્ટ મિલ્ક વેચીને કરે છે કમાણી
  • લાખો રૂપિયાનું વેચી ચુકી છે પોતાનું દૂધ
  • પુરુષોને ખૂબ જ પસંદ છે આ દૂધ

માતાનું ધાવણ બાળકો માટે અમૃત સમાન હોય છે. પણ બ્રિટેનની એક મહિલા એવી પણ છે, જે પોતાનું બ્રેસ્ટ મિલ્ક વેચીને લાખો રૂપિયા કમાઈ રહી છે. બ્રિટેનની રહેવાસી આ મહિલાનું નામ મિલા ડેબ્રિટો છે, પોતાના બ્રેસ્ટ મિલ્કને બોડીબિલ્ડર્સ માટે વેચી છે. જેનાથી તેને લાખો રૂપિયાની કમાણી થાય છે. તેના શરીરમાં જરૂર કરતા વધારે બ્રેસ્ટ મિલ્ક બને છે એટલા માટે તે દૂધ વેચીને કમાણી કરે છે. 

વીડિયો શેર કરીને જાણકારી આપી

મિલા ડેબ્રિટોએ ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક પાઉચમાં પોતાનું બ્રેસ્ટ મિલ્ક બતાવે છે. તેને લિક્વિડ ગોલ્ડ નામ આપ્યું છે. આ વીડિયો પર લોકો અજીબોગરીબ રિએક્શન આપી રહ્યા છે. 

બોડી બિલ્ડર્સ વચ્ચે માગ વધી

મિલા ડેબ્રિટોનું દૂધ ખરીદવા માટે બોડી બિલ્ડરોનું માનવું છે કે, આ દૂધ માંસ પેશિયો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો વળી ડેબ્રિટોના જણાવ્યા અનુસાર તેને એ નક્કી કરવા માટે ટેસ્ટ કરાવવું પડે છે કે તે સિગારેટ અથવા દારૂનું સેવન નથી કરતી. તે કહે છે કે, તેને એ નથી ખબર કે , પુરુષો તેનું દૂધ શા માટે ખરીદે છે. પણ લોકોએ જણાવ્યું છે તે આ દૂધને પીએ છે.

ભારતીયો પુરુષોના હિસાબે તેમના એક ઔંસ (29.5 એમએલ) દૂધની કિંમત 100 રૂપિયાથી વધારે હોય છે. અત્યાર સુધીમાં કેટલાય લીટર દૂધ વેચી ચુકી છે. જેનાથી તેને લગભગ દશ લાખ રૂપિયાની કમાણી થઈ ચુકી છે. 

બિઝનેસ મોડ઼લ પર સવાલ

એક્સપર્ટ્સનું કહેવુ છે કે, જરૂરિયાતમંદ બાળકોને જ આ પ્રકારનું દૂધ વેચવું જોઈએ. કેટલાય લોકો તેને ખોટુ ગણાવે છે, કે મિલ્ક પ્રેગ્નેંનસી કંપ્લીટ થયા બાદ એક નિશ્ચિત સમય સુધી જ લઈ શકાય. ધીમે ધીમે તેની ક્વાલિટી પર અસર પડે છે .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ