બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / woman get 6 month imprisonment for non filing income tax return

શૉકિંગ / ઈનકમ ટેક્સ ન ભરવા પર મહિલાને થઈ 6 મહિનાની જેલ, ક્યાંક તમે તો નથી કરીને આવી ભૂલો?

Arohi

Last Updated: 04:17 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return: ભારતમાં હવે આવકવેરા રિટર્ન દાખવ ન કરવા પર તમને જેલની સજા પણ થઈ શકે છે. દિલ્હીમાં એક મહિલાની સાથે અવું થયું છે અને કોર્ટે તેને 6 મહિના માટે જેલ મોકલી દીધી છે. જાણો શું છે સમગ્ર મામલો?

ભારતમાં જો તમે ઈનકમ ટેક્સ રિટર્ન નથી ભરતા તો તમને જેલની સજા થઈ શકે છે. દિલ્હીની તીસહજારી કોર્ટે સાવિત્રી નામની એક મહિલાને આઈટીઆર ન ભરવા પર 6 મહિના જેલની સજા સંભળાવી છે. ભારતના આવકવેરા કાયદામાં એવી જોગવાઈ છે જે તમને આઈટીઆર ન ભરવા પર 7 વર્ષ સુધીની જેલ કરાવી શકે છે. 

હાલનો મામલો દિલ્હીની તીસ હજારી કોર્ટનો છે. જ્યાં ઈનકમ ટેક્સ ઓફિસે એક મહિલાના સામે ITR ન ભરવાની ફરિયાદ દાખલ કરી હતી. મહિલાએ 2 કરોડ રૂપિયાની ઈનકમ પર આવરવેરા રિટર્ન દાખન ન હતું કર્યું. 

શું છે સમગ્ર મામલો?
મહિલાએ નાણાકીય વર્ષ 2013-14માં 2 કરોડ રૂપિયાની ઈનકમ કરી હતી. જેના પર તેને 2 લાખ રૂપિયાનું ટીડીએસ આપ્યું હતું. પરંતુ તેનું ઈનકમ માટે કોઈ આઈટીઆર દાખલ ન હતું કરવામાં આવ્યું. એવામાં મહિલાએ પોતાની ઈનકમના ફક્ત એક ટકા જ ટેક્સ ચુકવ્યો હતો. જ્યારે તમેની આ ઈનકમ પર ટેક્સ ડિમાન્ડ વધારે બનતી હતી. 

તીસ હજારી કોર્ટમાં મુખ્ય મેટ્રોપોલિટન મજીસ્ટ્રેટ મયંક મિત્તલે આખા મામલાની દલીલ સાંભળ્યા બાદ મહિલા પર 5,000 રૂપિયાનો દંડ લગાવ્યો અને સાથે જ 6 મહિનાની સાધારણ જેલની પણ સજા સંભળાવી. જો મહિલા દંડ ભરવામાં ડિફોલ્ટ કરે તો તેને એક મહિનો વધુ જેલ થઈ શકે છે. 

વધુ વાંચો: મકાન ખરીદવા જોઇએ છે હોમ લોન? તો અપનાવો આ ટિપ્સ, બેંક ના નહીં પાડે

અરજી માટે મળ્યો 30 દિવસનો સમય 
કોર્ટે મહિલાની અરજી પર તેને સજાથી 30 દિવસની રાહત આપતા જામીન પણ આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે મહિલા ઈચ્છે તો તે નિર્ણયને આગળ પડકારી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ