બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Woman became father's widow from daughter for pension, till now has taken 12 lakh rupees from the government

સબસે બડા રૂપૈયા / પૈસા માટે પિતાની જ પત્ની બની ગઈ દીકરી, 10 વર્ષ મોજથી જીવી જિંદગી, બાદમાં થયો મોટો ખુલાસો

Megha

Last Updated: 04:48 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UP News: ઉત્તર પ્રદેશની એક મહિલાના પિતાનું 2013માં નિધન થયું બાદમાં પેન્શન ચાલુ રાખવા માટે દીકરી કાગળો પર પિતાની પત્ની બની અને 10 વર્ષ સુધી પેન્શનના પૈસા ખાતી રહી.

  • "સબસે બડા રુપૈયા" આ ગીતના શબ્દોને સાચો કરો એક કિસ્સો 
  • એટાહની રહેવાસી મહિલાને પોતાને પિતાની પત્ની તરીકે રજૂ કરી
  • કાગળો પર પિતાની પત્ની બની 10 વર્ષ સુધી પેન્શનના પૈસા ખાધા 

UP News: "સબસે બડા રુપૈયા" આ ગીત આપણે બધાએ સાંભળ્યું જ હશે અને ગીતને સાચું કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ઇટા ની રહેવાસી મોસીના પરવેઝએ પૈસા કમાવવા માટે પોતાની જાતને તેના પિતાની પત્ની તરીકે રજૂ કરી અને વર્ષો સુધી તેમના પેન્શનના પૈસા ખાધા હતા.

કાગળ પર પોતાના જ પિતાની પત્ની હોવાનો દાવો કર્યો
વાત એમ છે કે મહિલાના પિતા એકાઉન્ટન્ટ હતા અને તેઓ 1987માં નિવૃત્ત થયા. 2013માં તેમનું નિધન થયું હતું. તે પહેલા જ મહિલાની માતાનું અવસાન થયું હતું. પેન્શન મેળવવા માટે મહિલાએ કાગળ પર પોતાને તેના પિતાની પત્ની હોવાનો દાવો કર્યો અને 10 વર્ષ સુધી પેન્શન લીધું હતું. જો કે એક દિવસ મહિલા અને તેના પતિ (સાચા પતિ) વચ્ચે ઝઘડો થયો, પછી પતિએ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી તો સત્ય બહાર આવ્યું. હવે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને તેને કોર્ટમાં મોકલી છે.  

સરકારી કર્મચારીના મૃત્યુ પછી તેની પત્નીને જીવનભર પેન્શન મળે
આ મામલો ઇટાવા જિલ્લાનો છે અને આરોપી મોસીના પરવેઝના પિતાનું નામ વિઝારત ઉલ્લાહ ખાન હતું. તે સરકારી કર્મચારી હતા અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેઓ 1987માં નિવૃત્ત થયા અને 2013માં તેમનું અવસાન થયું. તે પહેલા વિઝારત ખાનની પત્ની શાવિયા બેગમનું અવસાન થયું હતું. હવે એવો નિયમ છે કે સરકારી કર્મચારીના મૃત્યુ પછી તેની પત્નીને જીવનભર પેન્શન મળે છે. મોસીના પરવેઝ આ જાણતી હતી. વિઝારત ખાનને દર મહિને પેન્શન તરીકે દસ હજાર રૂપિયા મળતા હતા. મોસીનાએ એક પ્લાન બનાવ્યો જેથી તેના મૃત્યુ પછી પણ આ પૈસા આવવાનું બંધ ન થાય.

10 વર્ષ સુધી પિતાની પત્ની બની પેન્શનના પૈસા ખાધા 
આરોપ છે કે પેન્શન ચાલુ રાખવા માટે મોસિના પરવેઝે નકલી દસ્તાવેજો દ્વારા પોતાને પિતાની પત્ની તરીકે રજૂ કરી હતી. મતલબ કે તેણે પેન્શન ફોર્મમાં પોતાને શાવિયા બેગમ બનાવી. યોજના સફળ રહી અને આરોપી મહિલાને પેન્શન મેળવવા માટે જરૂરી મંજૂરી મળી ગઈ. આ પછી 10 વર્ષ સુધી તે તેની પત્ની બનીને તેના પિતાનું પેન્શન એકત્રિત કરતી રહી. રિપોર્ટ અનુસાર મોસિના અત્યાર સુધી 12 લાખ રૂપિયાનું પેન્શન લીધું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ