બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Will you open a front against Modi? Opposition parties have shown that Modi cannot be defeated single-handedly?

મહામંથન / મોદી સામે મોરચો ફાવશે? વિપક્ષી પાર્ટીઓએ જ બતાવ્યું કે મોદીને એકલે હાથે નહીં હરાવી શકાય?

Vishal Khamar

Last Updated: 08:34 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી સમયમાં આવનાર 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. ત્યારે 15 વિપક્ષી પાર્ટીઓએ એક સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

રાજકારણની વાત આવે ત્યારે તેની શરૂઆત દેશહિત, સિદ્ધાંત, આદર્શ, વિચારધારા એવા શબ્દો સાથે થાય, સમય જતા એવું જ ફલિત થાય કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી અને કોઈ કાયમી મિત્ર નથી, એકંદરે સૌ સ્વાર્થના સગા છે. પટનામાં નીતિશ કુમારની આગેવાનીમાં 15 વિપક્ષી પાર્ટીઓની બેઠક આવા જ રાજકારણનું વધુ એક ઉદાહરણ છે. 2024માં ભાજપ અને ખાસ તો પ્રધાનમંત્રી મોદી સામે વિપક્ષ એકજૂટ થયો છે તેવું દ્રશ્યોમાં તો દેખાય છે. વિપક્ષનો એવો પણ દાવો છે કે તમામે ભેગા થઈને ચૂંટણી લડવા મુદ્દે સહમતિ પણ બની છે, પરંતુ આપણે જાણીએ છીએ કે રાજકારણમાં કથની અને કરનીમાં બહુ મોટો ફર્ક હોય છે. 

છેલ્લી બે લોકસભા ચૂંટણી એટલે કે 2014 અને 2019ની વાત કરીએ તો પરિણામ ઉપરથી સ્પષ્ટ છે કે હવે સરેરાશ મતદાતા કોઈ એક જ પક્ષની સરકાર સ્પષ્ટ બહુમતિ સાથે ચૂંટાય તેવું ઈચ્છે છે. સવાલ એ છે કે જે પેઢી ગઠબંધનના રાજકારણથી મોટેભાગે નિરાશ થઈ છે તે તેના પછીની પેઢીને તો સ્વભાવિક છે કે ગઠબંધનના રાજકારણના ગેરફાયદા જ ગણાવીને ગઈ હોય. 15 વિપક્ષી પાર્ટીઓએ એક થઈને આડકતરી રીતે તો કદાચ એવો જ મેસેજ આપ્યો કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કદાચ એકલા હાથે કોઈ ખાળી નહીં શકે અને તમામ પક્ષોએ ભેગા થવું પડશે. જો આ વાતને સાબિત કરવામાં ભાજપ સફળ થયું તો વિપક્ષને સરવાળે નુકસાન થશે કે કેમ.. જે રાજકીય પક્ષો એકબીજાથી વિપરિત વિચારધારા ધરાવે છે તે માત્ર એક ચૂંટણી પૂરતા ભેગા થશે કે લાંબા સમય માટે ભેગા થશે. 

 

  • પટનામાં 15 વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી
  • 15 પક્ષના 27 નેતા બેઠકમાં સામેલ થયા હતા
  • બેઠકમાં તમામ પક્ષો એકસાથે કઈ રીતે આવી શકે તે અંગે ચર્ચા થઈ

પટનામાં 15 વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી હતી.  15 પક્ષના 27 નેતા બેઠકમાં સામેલ થયા હતા. બેઠકમાં તમામ પક્ષો એકસાથે કઈ રીતે આવી શકે તે અંગે ચર્ચા થઈ હતી. 2024ની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ તમામ પક્ષો એકસાથે લડે તેવી રણનીતિ.  એકસાથે ચૂંટણી લડવા અંગે સહમતિ બની.  હાલ વિપક્ષી પાર્ટીઓ મતભેદ ભૂલવા તૈયાર થઈ છે. વિપક્ષી પાર્ટીઓની આગામી બેઠક શિમલામાં મળશે.  12 જુલાઈએ શિમલામાં ફરી બેઠક મળશે.  શિમલામાં હવે પછીની રણનીતિ અંગે ચર્ચા થશે.

કયા પક્ષ હાજર રહ્યા? 

JDU
RJD
કોંગ્રેસ
તૃણમુલ કોંગ્રેસ
NCP

શિવસેના(ઉદ્ધવ જૂથ)

AAP
SP
JMM
DMK
નેશનલ કોન્ફરન્સ
PDP
CPI
CPI(ML)
CPM

બેઠકમાં ક્યા પક્ષ ગેરહાજર? 

JD(S)
YSR કોંગ્રેસ
BJD
BRS
RLD
  • પટનામાં જે વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી તે તમામની વિચારધારા વિપરીત છે
  • તમામ પક્ષો દરેક મુદ્દે સહમત થાય તેવું મુશ્કેલ છે
  • બેઠક બાદ AAP તરફથી નિવેદન આવ્યું જેમાં કોંગ્રેસ સામે વિરોધ હતો 

મોરચો કેટલો ટકશે?
પટનામાં જે વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી તે તમામની વિચારધારા વિપરીત છે. તમામ પક્ષો દરેક મુદ્દે સહમત થાય તેવું મુશ્કેલ છે. બેઠક બાદ AAP તરફથી નિવેદન આવ્યું જેમાં કોંગ્રેસ સામે વિરોધ હતો. આમ આદમી પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસનો સાથ નથી જોઈતો. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ડાબેરી પક્ષનો સાથ લેવા માંગતા નથી. દરેક રાજકીય પક્ષ પોતાનું મહત્વ ઓછું થાય તેવું  ઈચ્છતો નથી.  પટનામાં દરેક રાજકીય પક્ષે અલગ-અલગ પોસ્ટર્સ લગાવ્યા હતા. પોસ્ટર્સમાં દરેક પક્ષના નેતાને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યમાં કોંગ્રેસ નાના પક્ષને બેઠક આપવા રાજી નથી.  7 રાજ્ય એવા છે કે જયાં કોંગ્રેસની બેઠકોના મુદ્દે ગૂંચવાડો છે. યુપી, બિહાર, બંગાળ એવા રાજ્યો છે જ્યાં કોંગ્રેસે હાંસિયામાં રહેવું પડે એમ છે. 2014 પછી સરેરાશ મતદાતા ગઠબંધનની સરકાર પસંદ કરતો નથી. 2014 અને 2019 એમ બંને લોકસભાની ચૂંટણીના પરિણામ બહુ સ્પષ્ટ હતા. બંને ચૂંટણીમાં એક જ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી હતી. 2014, 2019 એમ બંને વખત મહાગઠબંધનના પ્રયાસ થયા જે નિષ્ફળ ગયા. વિધાનસભા ચૂંટણીઓમાં પણ ગઠબંધનનું રાજકારણ ખાસ અસરકારક ન હતું.

લોકસભામાં કોની કેટલી તાકાત?

પક્ષ કોંગ્રેસ
બેઠક 51
   
પક્ષ DMK
બેઠક 24
   
પક્ષ TMC
બેઠક 23
   
પક્ષ JDU
બેઠક 16
   
પક્ષ શિવસેના(ઉદ્ધવ જૂથ)
બેઠક 7
   
પક્ષ NCP
બેઠક 5
   
પક્ષ CPI(M)
બેઠક 3
   
પક્ષ SP
બેઠક 3
   
પક્ષ NC
બેઠક 3
   
પક્ષ CPI
બેઠક 2
   
પક્ષ AAP
બેઠક 1
   
પક્ષ JMM
બેઠક 1
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ