બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Will the challan be deducted for riding a bike wearing a half sleeve shirt

તમારા કામનું / શું T-શર્ટ કે ચંપલ પહેરીને બાઇક પર ફરવાથી થઈ શકે દંડ? નીતિન ગડકરીએ કરેલ સ્પષ્ટતા જાણી લેજો

Malay

Last Updated: 03:45 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકોને લાગે છે કે હાફ સ્લીવ શર્ટ પહેરીને મોટરસાયકલ ચલાવતા લોકોના ચલણ કાપવાનો નિયમ છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. હાલના મોટર વ્હીકલ એક્ટમાં હાફ બાંયનો શર્ટ પહેરીને બાઇક ચલાવવા પર ચલણ કાપવાની કોઈ જોગવાઈ નથી.

 

  • શું હાફ સ્લીવ શર્ટ પહેરીને બાઇક ચલાવવા બદલ કપાશે ચલણ?
  • હાફ સ્લીવ શર્ટ પહેરીને બાઇક ચલાવવા પર ચલણ કાપવાની કોઈ જોગવાઈ નથી
  • કેન્દ્રીય પરિવહન મંત્રીના કાર્યાલયે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી

શું તમને લાગે છે કે તમે ટ્રાફિકના તમામ નિયમોથી સારી રીતે વાકેફ છો? વાસ્તવમાં દરેક વ્યક્તિ માટે એ સંભવ નથી કે તેઓ તમામ નિયમો વિશે સારી રીતે જાણી શકે. આ કારણે ઘણી વખત લોકો ખોટી જાણકારીનો શિકાર બને છે. જ્યારે લોકોની પાસે કોઈ નવી જાણકારી પહોંચે છે ત્યારે તે જાણકારી સાચી છે કે ખોટી તે સંપૂર્ણ ચોકસાઈ સાથે કહી શકાતું નથી. આવી સ્થિતિમાં લોકોએ દરેક નવી જાણકારીનું ક્રોસ વેરિફાઈ કરવું જોઈએ, જેથી કરીને તેમને તે માહિતીની સત્યતા વિશે ખબર પડે. ટ્રાફિક નિયમો સાથે સંબંધિત ઘણી ખોટી જાણકારી પણ લોકોની વચ્ચે છે. 

અડધી બાંયનો શર્ટ પહેરીને મોટરસાયકલ ચલાવવા પર ચલણ કાપવાની જોગવાઈ નથી
કેટલાક લોકોને એવું લાગે છે કે હાફ બાંયના શર્ટ પહેરીને મોટરસાઇકલ ચલાવતા લોકોનું ચલણ કાપવાનો નિયમ છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. હાલના મોટર વ્હીકલ એક્ટમાં હાફ બાંયનો શર્ટ પહેરીને બાઇક ચલાવવા પર ચલણ કાપવાની કોઈ જોગવાઈ નથી. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના કાર્યાલય તરફથી વર્ષ 2019માં ટ્વીટ કરીને પણ આ અંગે સ્પષ્ટતા આપવામાં આવી હતી. નીતિન ગડકરીના કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, નવો મોટર વ્હીકલ એક્ટ (જે હાલમાં અમલમાં છે અને 2019માં લાવવામાં આવ્યો હતો) તેમાં અડધી બાંયનો શર્ટ પહેરીને મોટરસાયકલ ચલાવવા પર ચલણ કાપવાની જોગવાઈ નથી.

ટ્રાફિકના નિયમોનું કરો પાલન
ખેર, આ સિવાય અમે સૂચન કરીએ છીએ કે જ્યારે પણ તમે રસ્તા પર કોઈ વાહન લઈને નીકળો તો ટ્રાફિકના નિયમોનું અવશ્ય પાલન કરો. કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરો. આમ કરવાથી તમે તમારી સુરક્ષાને વધુ મજબૂત કરો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ