બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Will Shashi Tharoor fight election against Rahul Gandhi?

રાજનીતિ / શશી થરૂર રાહુલ ગાંધી સામે લડશે ચૂંટણી ? કોંગ્રેસ અધ્યક્ષ બનવાની રેસમાં નામ નોંધાવે તેવી શક્યતા

Priyakant

Last Updated: 10:07 AM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે

  • કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં શશિ થરૂર દાવેદારી કરશે ? 
  • ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે શશી થરૂર 
  • ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ શકે છે શશી થરૂર 

દેશમાં હવે કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ ? તે સવાલોને લઈ ચર્ચા થઈ રહી છે. તેવામાં હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે. જોકે તેણે હજુ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, થરૂરે હજુ સુધી પોતાનું મન બનાવ્યું નથી પરંતુ તેઓ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. શશિ થરૂરે ચૂંટણીમાં ભાગ લેશે કે કેમ તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.  મહત્વનું છે કે, આગામી 17 ઓક્ટોબરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાનાર છે. 

કોંગ્રેસ નેતા શશી થરૂરે એક મલયાલમ દૈનિક ન્યૂઝ પેપરમાં લેખ લખ્યો છે, જેમાં તેમણે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આહ્વાન કર્યું છે. આ લેખમાં તેમણે કહ્યું કે, પાર્ટીએ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક ડઝન સીટો માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ. જેઓ 23 નેતાઓના જૂથનો ભાગ હતા જેમણે 2020માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંગઠનાત્મક સુધારાની માંગણી કરતો પત્ર લખ્યો હતો. 

આ સાથે થરૂરે કહ્યું કે, પક્ષને સંપૂર્ણપણે પુનર્જીવિત કરવાની જરૂર હોવા છતાં નેતૃત્વની સ્થિતિ જે તરત જ ભરવાની જરૂર છે તે સ્વાભાવિક રીતે કોંગ્રેસ અધ્યક્ષની છે. નોંધનીય છે કે, છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લેતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Shashi Tharoor rahul gandhi કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી રાહુલ ગાંધી શશી થરૂર Shashi Tharoor Rahul Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ