બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Will Rahul Gandhi have to go to jail? Sessions court rejected the application, know how many options are left now

માનહાનિ કેસ / શું રાહુલ ગાંધીએ જવું પડશે જેલ? સેશન્સ કોર્ટે અરજી ફગાવી, જાણો હવે કેટલા વિકલ્પ બચ્યા

Priyakant

Last Updated: 02:02 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Defamation Case: સજા પર એક મહિના માટે સ્ટે આપતા કોર્ટે તેને તેની સામે સેશન્સ કોર્ટમાં જવાની તક આપી હતી. આજે સેશન્સ કોર્ટે તેમને કોઈ રાહત આપી નથી. જો 3 દિવસમાં હાઈકોર્ટ કે ઉચ્ચ અદાલતમાંથી રાહત નહીં મળે તો.....

  • રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો
  • સેશન્સ કોર્ટના નિર્ણય સામે તે હાઈકોર્ટમાં જઈ શકે રાહુલ ગાંધી 
  • હાઈકોર્ટ દ્વારા પણ તેમની અરજી ફગાવી દેવાય તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે
  • જો 3 દિવસમાં હાઈકોર્ટ કે ઉચ્ચ અદાલતમાંથી રાહત નહીં મળે તો ચોક્કસ રાહુલને જેલમાં જવું પડી શકે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' કેસમાં ગુરુવારે સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતની નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની માંગ કરતી રાહુલ ગાંધીની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. રાહુલે પોતાની અરજીમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવવાની માંગ કરી હતી. હવે રાહુલ ગાંધીની સજા અકબંધ રહેશે. આ સાથે તેમના પર જેલની તલવાર પણ લટકવા લાગી છે. તો હવે આપણે જાણીએ કે, રાહુલ ગાંધી પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે? શું હવે રાહુલ ગાંધીને જેલમાં જવું પડશે?  

 
રાહુલ ગાંધી પાસે હવે શું વિકલ્પ? 
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી છે. આ સજાના આધારે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું. હવે સેશન્સ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે માંગ્યો હતો. રાહુલ પાસે હવે બચવાનો એક જ રસ્તો બચ્યો છે. સેશન્સ કોર્ટના નિર્ણય સામે તે હાઈકોર્ટમાં જઈ શકે છે. જો હાઈકોર્ટ દ્વારા પણ તેમની અરજી ફગાવી દેવામાં આવે તો તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

શું રાહુલ ગાંધી જેલમાં જશે? 
અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, રાહુલ ગાંધીને 23 માર્ચ 2023ના રોજ નીચલી અદાલતે બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યાર બાદ સજા પર એક મહિના માટે સ્ટે આપતા કોર્ટે તેને તેમની સામે સેશન્સ કોર્ટમાં જવાની તક આપી હતી. આજે 20મી એપ્રિલ છે અને સેશન્સ કોર્ટે તેમને કોઈ રાહત આપી નથી. એટલે કે તેમની સજા હજુ પણ અકબંધ છે. આવી સ્થિતિમાં જો તેમને ત્રણ દિવસમાં હાઈકોર્ટ કે કોઈ ઉચ્ચ અદાલતમાંથી રાહત નહીં મળે તો ચોક્કસ તેમને જેલમાં જવું પડી શકે છે.
 
શું છે સમગ્ર મામલો? 
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. જોકે કોર્ટે નિર્ણયને લાગુ કરવા માટે 30 દિવસનો સમય પણ આપ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું. રાહુલને તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાની નોટિસ પણ મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ