બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Why the protest of government employees at the expense of work? Why did the government decide to pass the work?

મહામંથન / કામના ભોગે સરકારી કર્મચારીઓનો વિરોધ કેમ? સરકારે ઠરાવ કરી પાસનું કામ કેમ ઠાર્યુ?

Vishal Dave

Last Updated: 09:53 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું તેની ભરપાઈ કોણ કરશે ? વિદ્યાર્થીઓને ભણાવ્યા બાદ પણ વિરોધ થઈ શક્તો હતો. સરકારી કચેરીમાં લોકોના કામ અટવાયા તેનું શું?

જુની પેન્શન યોજના સહિતની માંગોને લઇને રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા આજે પેન ડાઉન અને ચોકડાઉન કાર્યક્રમ રખાયો હતો.પેનડાઉન કાર્યક્રમમાં અન્ય કર્મચારી મંડળ પણ જોડાયા. વિરોધ કરનારા કર્મચારીઓમાં શિક્ષકો પણ હતા. અન્ય વિભાગના કર્મચારીઓ પણ પેનડાઉન કાર્યક્રમમાં જોડાયા. કર્મચારીઓ ફરજ પર આવ્યા પરંતુ કામથી અળગા રહ્યા.શિક્ષકો પણ શાળાએ આવ્યા પરંતુ કામથી અળગા રહ્યા..સવાલ એ છે કે વિરોધ માટે કામથી અળગા રહેવાનું કેટલું યોગ્ય? સરકાર સુધી અવાજ પહોંચાડવા બીજી કોઈ રીત નથી? વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું તેની ભરપાઈ કેવી રીતે થશે? અન્ય વિભાગ કામકાજથી અળગા રહ્યા તેના નુકસાનનું શું?

 

સરકારનું શું કહેવું છે ?

સરકારે કહ્યું કે  ચૂંટણી વગર પણ કર્મચારીઓ સાથે વાત કરી છે,  કર્મચારીઓના યોગ્ય પ્રશ્ન હશે તો સમાધાન કરીશું, કર્મચારીઓના હંમેશા સહયોગમાં રહ્યા છીએ. સરકારે સાથે જ કહ્યું કે વાટાઘાટથી યોગ્ય પ્રશ્નનનો નિકાલ ન થયો હોય એવું નથી બન્યું અને કર્મચારીઓની ચર્ચા સતત પ્રક્રિયા છે
 

કર્મચારીઓનું શું કહેવું છે ?

જયારે ર્મચારીઓનું કહેવું છે કે  જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે  અને ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવામાં આવે.  2022માં જે ઠરાવ કરવા સહમતિ બની હતી તે ઠરાવ પસાર કરવાની કર્મચારીઓની માંગ છે.. અને દલીલ છે કે 2005 પહેલા જે કર્મચારીની નિમણૂંક થઈ તેને જૂની પેન્શન યોજનાનો લાભ મળે. એપ્રિલ 2005માં સરકારે નવી પેન્શન સ્કીમ દાખલ કરી હતી. 2005 પહેલા જેની નિમણૂંક થઈ તેને પણ જૂની પેન્શન સ્કીમનો લાભ નથી મળતો. કર્મચારીઓ કહે છે કે સરકાર માગ નહીં સ્વીકારે તો આંદોલન આગળ ધપાવાશે

કર્મચારીઓના કાર્યક્રમમાં શું હતું ?

કર્મચારીઓએ જે કાર્યક્રમ યોજ્યો તેની વાત કરીએ તો  શિક્ષકો હાજરીપત્રકમાં સહી કરી બાળકોની પણ હાજરી પુરી, પરંતુ શૈક્ષણિક કાર્યથી અળગા રહ્યા હતા. તેમના દ્વારા નિર્ણય લેવાયો હતો  શાળામાં અધિકારી આવે તો કોઈ માહિતી નહીં અપાય. તાલુકા કે જિલ્લા કચેરીએ માહિતીની આપ-લે નહીં થાય. તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીથી દૂર રહેશે ..એટલું જ નહીં શાળા કક્ષાએથી બાળકોને લગતા પ્રમાણપત્રો નહીં બનાવે. કોઈ લેખિત માહિતી નહીં આપે. ચોક ડાઉન એટલે કે શૈક્ષણિક કાર્યથી અળગા રહીશું
લેપટોપ, કોમ્પ્યુટર શટડાઉન મોડમાં જ રાખીશું

આ પણ વાંચોઃ  ભાજપમાં જોડાવા નેતાઓની લાઈનો લાગી, 3 મોટા નેતા કમલમના કુંડાળાંમાં, રાજનીતિમાં ગરમાવો

                   

આ ભરપાઇ કોણ કરશે ?

જો કે સવાલ એ છે કે સરકારી કર્મચારીઓ દ્વારા જે રસ્તો અપનાવાયો તેનાથી જે નુકસાન થયું તેની ભરપાઇ કોણ કરશે  પેન ડાઉન, ચોક ડાઉનથી રાજકોટમાં જ 30 હજાર વિદ્યાર્થીનું ભણતર બગડ્યું. જામનગરમાં 4500 જેટલા કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા. નર્મદા જિલ્લામાં 2200 જેટલા શિક્ષકો કામકાજથી અળગા રહ્યા.નવસારીમાં પણ 3000થી વધુ કર્મચારી કામકાજથી અળગા રહ્યા. અમદાવાદની 442 શાળાઓમાં શિક્ષકો કામકાજથી અળગા રહ્યા..વડોદરામાં કર્મચારીઓએ પેનડાઉન કાર્યક્રમને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જમીન સુધારણા, ચિટનીશ શાખા, પ્રાંત કચેરીઓ ચાલુ રહી હતી જયારે GST શાખાનું કામકાજ અટક્યું હતું. વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું તેની ભરપાઈ કોણ કરશે 
વિદ્યાર્થીઓને ભણાવ્યા બાદ પણ વિરોધ થઈ શક્તો હતો. સરકારી કચેરીમાં લોકોના કામ અટવાયા તેનું શું?
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ