બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Why politics in the religious occasion of Ram Mandir? Repeating the mistake of rejecting the invitation, why did Congress escape?
Last Updated: 08:30 PM, 10 January 2024
ADVERTISEMENT
ભારતીય રાજકારણનીએ ઘટનાની જે મોટેભાગે અપેક્ષીત હતી. રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો કોંગ્રેસે સવિનય અસ્વીકાર કર્યો છે. ધર્મ એ વ્યક્તિગત વિષય છે. એટલે કોંગ્રેસને ભલે બીજા કોઈ સવાલ ન પૂછીએ પણએ સવાલ ચોક્કસ વ્યાજબી છે, કે ધાર્મિક અવસરમાં રાજકારણ કેમ ભેળવવામાં આવે છે. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઈન્કાર કર્યો. તેને ભલે વ્યક્તિગત બાબત ગણીએ પરંતુ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને તેઓ ભાજપ-સંઘનો કાર્યક્રમ શા માટે ગણાવી રહ્યા છે. ભગવાન રામ તો કરોડો ભારતવાસીઓના આરાધ્ય દેવ છે.

ADVERTISEMENT
તો એમાં મારા-તમારા કરવાની જરૂર કેમ પડી. હિંદુ બહુલ દેશ છે અને એ દેશમાં જ્યાં ભગવાન રામનું જન્મસ્થાન છે એ જ સ્થળે વર્ષોથી રામલલા તાડપત્રીમાં હોયએ સ્થિતિ ખરેખર તો વર્ષો પહેલા નિવારી શકાતી હતી. કદાચએ સમયગાળાને ભૂલી જઈએ અને આગળ વધીએ તો પણ હવે કોંગ્રેસ માટે ખરેખરએ કહેવાનો સમય છે કે હા અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. તે અયોધ્યામાં જ ભગવાન રામનું મંદિર બનવું જોઈએ. સવાલો અનેક છે જેના જવાબ કોંગ્રેસે સત્વરે શોધવા પડશે નહીં તો તેનો જવાબ આવનારો સમય ચોક્કસ આપવાનો જ છે. ત્યારેએ પાયાના પ્રશ્નનની ચર્ચા કરીએ કે રામના નામે ફરી ફરીને રાજકારણ જ કેમ?

ADVERTISEMENT
કોંગ્રેસનો તર્ક શું છે?
ધર્મ વ્યક્તિગત વિષય છે. ભાજપ-સંઘે અયોધ્યામાં મંદિરને રાજકીય વિષય બનાવ્યો છે. ચૂંટણીમાં લાભ મેળવવા અપૂર્ણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. 2019 માં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેને આવકારીએ છીએ. આ કાર્યક્રમ ભાજપ-સંઘનો છે.
ભાજપનો પલટવાર
જે રામને માનતા જ નથી એ ગમે તે બહાનું આપી શકે છે. અમે ચૂંટણીને ધ્યાને રાખીને મંદિર નિર્માણ કરતા નથી. કોંગ્રેસ દેશની રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક વિભાવાથી દૂર થઈ ગઈ. કોંગ્રેસનો દરેક નિર્ણય ડાબેરી અને લઘુમતિઓને ખુશ કરવા માટે હોય છે. કોંગ્રેસે ભગવાન રામનાં અસ્તિત્વને જ નકારી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.