બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Why is the public not coming to watch Kangana Ranaut's film? 185 crores two films, earning barely Rs 7 crores

મનોરંજન / કંગના રનૌતની ફિલ્મ જોવા કેમ નથી આવી રહી પબ્લિક? 185 કરોડની બે ફિલ્મો, કમાણી માંડ 7 કરોડ રૂપિયા

Megha

Last Updated: 04:14 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌતની ફિલ્મ 'તેજસ'ના હિટ કે ફ્લોપથી એ સ્પષ્ટ થઈ જશે કે ઈન્ડસ્ટ્રીમાં તેનું ભવિષ્ય કેવું રહેવાનું છે. કારણ કે લાંબા સમયથી બોક્સ ઓફિસ પર એક પણ હિટ ફિલ્મ આપી શકી નથી.

  • કંગના રનૌતની ફિલ્મ 'તેજસ'ની રિલીઝને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે
  • લાંબા સમયથી કંગનાએ બોક્સ ઓફિસ પર એક પણ હિટ ફિલ્મ આપી નથી
  • કંગના રનૌતે 4 વર્ષમાં 5 ફ્લોપ ફિલ્મો આપી!

કંગના રનૌતની ફિલ્મ 'તેજસ'ની રિલીઝને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી અને ફિલ્મની એક્ટ્રેસના લુકને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મમાં કંગનાએ એરફોર્સના ફાઈટર પાઈલટ તેજસ ગિલની ભૂમિકા ભજવી છે. અભિનેત્રીનો નવો અને એરફોર્સ લુક પહેલીવાર ફિલ્મ દ્વારા જોવા મળશે. આવી સ્થિતિમાં માત્ર લોકોને જ નહીં પરંતુ નિર્માતાઓને પણ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નોંધનીય છે કે કંગનાની ફિલ્મો માટે પાછલા થોડા વર્ષો સારા રહ્યા નથી.

લાંબા સમયથી કંગનાએ બોક્સ ઓફિસ પર એક પણ હિટ ફિલ્મ આપી નથી
એવું માનવામાં આવે છે કે કંગના રનૌતની ફિલ્મ 'તેજસ'ના હિટ કે ફ્લોપથી એ સ્પષ્ટ થઈ જશે કે ઈન્ડસ્ટ્રીમાં તેનું ભવિષ્ય કેવું રહેવાનું છે. તે લાંબા સમયથી બોક્સ ઓફિસ પર એક પણ હિટ ફિલ્મ આપી શકી નથી. અભિનેત્રી છેલ્લા ચાર વર્ષથી એક હિટ ફિલ્મની રાહ જોઈ રહી છે. 

કંગના રનૌતે 4 વર્ષમાં 5 ફ્લોપ આપી!
વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'મણિકર્ણિકા'જેમાં રાણી લક્ષ્મીબાઈની શૌર્યગાથા બતાવવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સાબિત થઈ, ભારતમાં માત્ર રૂ. 92.19 કરોડનો બિઝનેસ કર્યો. આ પછી તે 'જજમેન્ટલ હૈ ક્યા'માં જોવા મળી હતી, જે ફ્લોપ સાબિત થઈ હતી. તેણે રૂ. 33.11 કરોડ એકત્ર કર્યા હતા.અભિનેત્રીની ત્રીજી ફિલ્મ 'પંગા' 2020 માં રિલીઝ થઈ હતી. આ પણ ફ્લોપ સાબિત થઈ. તેણે બોક્સ ઓફિસ પર 28.9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

છેલ્લી બે ફિલ્મો બોક્સ ઓફીસ પર પીટાઈ 
આ પછી અભિનેત્રી 2021માં ફિલ્મ 'થલાઈવી'માં જોવા મળી હતી. આ ફિલ્મ તમિલનાડુના સીએમ જયલલિતા પર આધારિત હતી અને તેમાં અભિનેત્રીએ પોતાના લુકથી ઘણી હેડલાઈન્સ બનાવી હતી, પરંતુ તે કંઈ ખાસ બતાવી શકી ન હતી. તેનું કુલ કલેક્શન 4.75 કરોડ રૂપિયા હતું, જયારે તે 100 કરોડમાં બનીને તૈયાર થઈ હતી. ત્યારબાદ કંગના ફિલ્મ 'ધાકડ'માં એક્શન અવતારમાં જોવા મળી હતી, જેણે બોક્સ ઓફિસ પર 2.58 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જયારે તે 85 કરોડમાં બનીને તૈયાર થઈ હતી.  

'ચંદ્રમુખી-2' પણ પોતાનો જાદુ બતાવી શકી નથી
જણાવી દઈએ કે 'તેજસ' પહેલા કંગનાની તમિલ ફિલ્મ 'ચંદ્રમુખી-2' તાજેતરમાં જ રીલિઝ થઈ હતી. આ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી અને ફ્લોપ રહી હતી. તેણે બોક્સ ઓફિસ પર 51.7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે આ દરમિયાન, અભિનેત્રી ફરી એકવાર પોતાનું નસીબ અજમાવવા આવી રહી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ