બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Why did GSSSB change the exam pattern? How is the new arrangement, know A TO Z details from Hasmukh Patel

નિવેદન / GSSSBએ કેમ કર્યો પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર? નવી વ્યવસ્થા કેવી, ઉમેદવારોને શું લાભ? હસમુખ પટેલ પાસેથી જાણો A TO Z વિગતો

Priyakant

Last Updated: 03:11 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSSSB Exam Latest News : ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું કે, તમામ પરીક્ષાઓ પેપરલેસ થતાં પરીક્ષા ખર્ચ વધશે પણ સમયનો બચાવ થશે, પરીક્ષાનું પરિણામ ઝડપથી જાહેર કરી શકાશે

  • ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ બનશે પેપરલેસ 
  • ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું નિવેદન 
  • પરીક્ષા ખર્ચ વધશે પણ સમયનો બચાવ થશે: હસમુખ પટેલ 
  • કોમ્પ્યુટર પરીક્ષા માટે સંસ્થા નક્કી કરવામાં આવી છે: હસમુખ પટેલ 
  • પરીક્ષામાં થતી ગેરરીતિ નિયંત્રિત કરી શકાશે: હસમુખ પટેલ 
  • પરીક્ષાનું પરિણામ ઝડપથી જાહેર કરી શકાશે: હસમુખ પટેલ 

GSSSB Exam Latest News : ગૌણ સેવા પસંદગી મંડળનો પરીક્ષાને લઇ મોટો નિર્ણય કરાયો છે. જે મુજબ હવે ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ પેપરલેસ બનશે. આ તરફ હવે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. હસમુખ પટેલે કહ્યું કે, આગામી ફોરેસ્ટ વિભાગની બીટ ગાર્ડની પરીક્ષા પણ કમ્પ્યુટર આધારિત જ લેવાશે. આ સાથે તેમણે કહ્યું કે, વિષયના જ્ઞાન આધારિત પરીક્ષા લેવા મંડળ દ્વારા નિર્ણય કરાયો છે. 

GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપરલીક જેવી ઘટનાઓને રોકવા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની તમામ પરીક્ષાઓ પેપરલેસ બનશે. જેને લઈ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું કે, મંડળે કમ્પ્યુટર આધારિત પરીક્ષાની વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય જાર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, પરીક્ષા ખર્ચ વધશે પણ સમયનો બચાવ થશે. કોમ્પ્યુટર પરીક્ષા માટે સંસ્થા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી પરીક્ષામાં થતી ગેરરીતિ નિયંત્રિત કરી શકાશે અને પરીક્ષાનું પરિણામ ઝડપથી જાહેર કરી શકાશે. 

પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર 
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. વિગતો મુજબ હવે પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ છે. જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે. પ્રાથમિક વિગતો મુજબ એક દિવસ દરમિયાન 3 પેપર કઢાશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.  
 
રાજ્યમાં અગાઉ પેપરલીકની ઘટનાઓ બની ચૂકી છે. જોકે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં જ મોટો ફેરફાર કરી દીધો છે. વિગતો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ પેપરલેસ કરાઇ છે. એટલે કે હવે ઉમેદવારો એ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે. 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં મોટો ફેરફાર કરતાં હવે પરીક્ષા પધ્ધતિ પેપરલેસ કરાઇ છે. આગામી દિવસોએ યોજાનાર બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે. વિગતો મુજબ પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ