બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / why 200-meter-of-worlds-tallest-building-is-empty-

OMG ! / શું વાત કરો છો? દુનિયાની સૌથી ઊંચી ઇમારતમાં 200 માંથી 40 માળ ખાલી, 35 હજાર લોકોના મળની 'વિશેષ' વ્યવસ્થા

Khyati

Last Updated: 04:00 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહુ ઓછા લોકો જાણતા હશે કે દુબઈમાં બુર્જ ખલીફાનો 200 મીટરનો વિસ્તાર હજુ પણ ખાલી છે. 200 થી વધુ માળ ધરાવતી આ બિલ્ડીંગના માત્ર 160 માળ પર લોકો રહે છે.

  • દુબઇની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા
  • 200માળની બિલ્ડીંગમાં 160માળ રહેવા લાયક
  • ગટર લાઇનની પણ વ્યવસ્થા નથી બિલ્ડિંગમાં

દુબઇમાં આવેલી સૌથી ઊંચી ઇમારત.. જેનું નામ છે બુર્ઝ ખલીફા.  2010માં બનેલી આ ગગનચુંબી ઇમારતને જોવા દુનિયાભરમાંથી લોકો આવે છે.  એક સમયે તો અહીં ઘર, ઑફિસ લેવાની હોડ જામી હતી . આ ઊંચી ઇમારતની સુંદરતા એટલી જ રંગીન છે કે આપણે નજર પણ પહોંચે નહી ત્યાં સુધી  માળ આવેલા છે. પરંતુ શું તમને ખબર છે કે  આ ઇમારતમાં 200 મીટરનો હિસ્સો તો ખાલી છે. માત્ર 71 ટકામાં જ લોકો વસવાટ કરે છે.

830 મીટર ઉંચી ઈમારતના માત્ર 160 માળ જ રહેવા લાયક

830 મીટરની ઉંચાઈ ધરાવતી આ ઈમારતમાં હજારો લોકો રહે છે. બુર્જ ખલીફા લક્ઝરી ઘરો, અત્યાધુનિક મનોરંજન સ્થળો અને આઉટડોર સ્વિમિંગ પુલથી ભરપૂર છે. પરંતુ, તેની ડિઝાઇનને કારણે, આ વિશાળ ગગનચુંબી ઇમારતનો મોટો ભાગ સંપૂર્ણપણે નિર્જન છે. બુર્જ ખલીફામાં 200 થી વધુ માળ છે, પરંતુ તેમાંથી ફક્ત 160 માળ પર જ  લોકો રહી શકે તેમ છે. આ ઈમારતનો 200 મીટરનો ભાગ એટલો પાતળો છે કે ત્યાં કોઈ પણ રહી શકે તેમ નથી. 

રમજાન દરમિયાન બુર્ઝ ખલીફાના નિયમો અલગ

આ ઈમારત એટલી ઊંચી છે કે તેમાં રહેતા લોકોને રમઝાન દરમિયાન અલગ નિયમનું પાલન કરવું પડે છે. બુર્જ ખલીફાના ઉંચા માળે રહેલા લોકોને રમઝાન દરમિયાન જમીન પરના લોકો કરતાં બે મિનિટ પછી ઉપવાસ તોડવાની સૂચના આપવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે બુર્જ ખલીફામાં વધુ ઊંચાઈએ રહેતા લોકો પછીથી બે મિનિટ સુધી સૂર્યને જોઈ શકે છે.

આટલી ઊંચી અને સુંદર બિલ્ડીંગ, પણ ગટર જ નહિ

બુર્જ ખલીફાનો ત્રીજો હિસ્સો ખાલી છે છતાં પણ અહીં સુએજ પ્લાન્ટ નથી. એટલે કે ગંદકીના નિકાલ માટે રોજે રોજ ટ્રક આવે છે.  ગંદા પાણી અને મળ કે અન્ય કચરાના નીકાલ માટે અહીં સુએજ સિસ્ટમ છે જ નહિ. દરરોજ ટ્રકનો કાફલો બુર્ઝ ખલીફા નીચે આવે અને કચરો લઇ જાય. છેને નવાઇની વાત. આટલી મોટી ઇમારત પણ ગટરની વ્યવસ્થા નહી બોલો, કેવુ કહેવાય. આશરે 35000 લોકો અહીં વસવાટ કરે છે અને રોજનો 15 ટન જેટલો કચરો ભેગો થાય છે. જો કે આ બિલ્ડિંગમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામ 2025 પહેલા પૂરણ થાય તેવી આશા નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ