બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Politics / who will be karnataka Next CM, siddaramaiah or Shivkumar

રાજનીતિ / કર્ણાટકમાં CMની રેસમાં રસાકસી વધી, સિદ્ધારમૈયા-DKના સમર્થકોએ દબાણ વધાર્યું, કોનું પલડું ભારે?

Vaidehi

Last Updated: 11:46 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકનાં CM કોણ? સિદ્ધારમૈયાનાં પુત્રએ પિતાનાં નામનો દાવો કર્યો છે તો DKનાં ભાઈએ શિવકુમારને CM પદનાં દાવેદાર જણાવ્યાં છે.

  • કર્ણાટકમાં કોંગ્રેસની જીત થયા બાદ વધુ એક જંગ છેડાઈ છે
  • કોંગ્રેસમાંથી 2 નેતાઓનો CM પદ માટે દાવો
  • સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર આમને-સામને

કર્ણાટકમાં કોંગ્રેસ બહુમતથી જીતી ગઈ છે પરંતુ રાજનૈતિક જંગ હજુ સમાપ્ત થઈ હોય તેવું લાગી રહ્યું નથી. કોંગ્રેસની જીત બાદ હવે CMનાં ચહેરા માટેની નવી રેસ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. CMનાં પદ માટે 2 લોકો દાવાઓ કરી રહ્યાં છે. જો કે કર્ણાટકમાં કોંગ્રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની લડાઈ ઘણી જૂની છે. 

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ બંને નેતાઓને સમજાવ્યાં હતાં અને રેલીમાં સાથે ચાલવા માટે પણ રાજી કર્યાં હતાં પરંતુ હાલમાં બંને એકબીજાને આમને-સામને હોય તેવું લાગી રહ્યું છે. સિદ્ધારમૈયા પાર્ટીનાં સીનિયર લીડર અને પૂર્વ મુખ્યમંત્રી પણ છે જ્યારે શિવકુમાર પાર્ટીનાં અધ્યક્ષ છે અને સંકટ મોચક તરીકે ઓળખાય છે.

સિદ્ધારમૈયાનાં CM હોવાનો ફાયદો
CM પદનો ઈતિહાસ જણાવે છે કે કુરબા સમુદાયનો મજબૂત આધાર રાહુલ ગાંધી પર ઘણો વિશ્વાસ ધરાવે છે. સિદ્ધારમૈયા કુરબા હોવાને લીધે જો તેઓ CM બને છે અને સારી યોજનાઓ લાવે છે તો રાહુલ ગાંધીને તેનો ફાયદો 2024 લોકસભામાં થઈ શકે છે.

ડીકે શિવકુમારનાં CM હોવાના ફાયદા
સંગઠન પર મજબૂત પકડ વોક્કાલિગા સમુદાય પર છે અને આ સમુદાયનો મજબૂત આધાર રાજ્યમાં પાર્ટીનાં આધારને વધુ મજબૂત બનાવવામાં કામ આવી શકે છે.

બંને નેતાઓનાં માઈનસ પોઈન્ટ્સ
સિદ્ધારમૈયાની ઉંમર 75 વર્ષની છએ. એટલે કે જો તે આવતાં 5 વર્ષ માટે CM બને છે તો તેમની ઉંમર 80 થઈ જશે અને તે ઉંમરમાં વધુ કામ થઈ શકે નહીં. આવતાં વર્ષે લોકસભા ચૂંટણી છે અને હાલનો માહોલ જોઈને કોઈ રિસ્ક પાર્ટી લઈ ન શકે. શિવકુમાર સાથે એ સમસ્યા હોઈ શકે છે કે તપાસ એજન્સીઓની નજર તેમના પર છે. એજન્સી શિવકુમારથી નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અંગે અનેકવખત પૂછપરછ કરી ચૂકી છે.

કોંગ્રેસ આંતરિક મતભેદોને કારણે કરે છે પોતાનું નુક્સાન
કેન્દ્રની સત્તા હાથમાંથી ગયાં બાદ રાજ્યની સીટને લઈને કોંગ્રેસમાં આંતરિક વિવાદો સતત થતાં રહ્યાં છે જેના લીધે નુક્સાન પણ ભોગવવું પડ્યું છે. તે પછી રાજસ્થાન ગેહલોત vs પાયલટ હોય કે પછી મધ્યપ્રદેશમાં કમલનાથ vs જ્યોતિરાદિત્ય સિંધિયા. છત્તીસગઢ અને પંજાબમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મલી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ