બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / who is best chief minister arvind kejriwal yogi adityanath mamata banerjee

રાજકારણ / યોગી આદિત્યનાથ, કેજરીવાલ કે મમતા બેનર્જી ? કોણ છે દેશના સૌથી લોકપ્રિય CM, જાણો સર્વેમાં લોકોએ શું કહ્યું

Arohi

Last Updated: 03:03 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Chief Minister: દેશના સૌથી સારા મુખ્યમંત્રી કોણ છે. તેને લઈને લોકોને એક સર્વેમાં સવાલ પુછવામાં આવ્યો. આ સર્વેના પરિણામમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ દેશના બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓથી ખૂબ આગળ છે.

  • કોણ છે દેશના સૌથી લોકપ્રિય CM
  • જાણો સર્વેમાં લોકોએ શું કહ્યું
  • યોગી આદિત્યનાથ છે ખૂબ આગળ 

દેશમાં સૌથી સારા મુખ્યમંત્રી કોણ છે? યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ કે કોઈ બીજુ? તેને લઈને કરવામાં આવેલા સર્વેમાં યુપીના મુખ્યમંત્રી દેશના બાકી રાજ્યોના મુખ્યમંત્રીઓમાંથી ખૂબ આગળ જોવા મળ્યા છે. એક સર્વેના પરિણામ અનુસાર સૌથી સારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. 

આ સર્વેમાં અત્યાર સુધી સૌથી સારા પ્રધાનમંત્રી કોણ છે તેવો પણ પ્રશ્ન હતો તેના જવાબમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં સૌથી વધારે લોકોએ વોટ કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વેમાં જો ફરી ચૂંટણી આવે તો એક વખત ફરી એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. 

દેશના સૌથી સારા પ્રધાનમંત્રી કોણ?
એક સર્વેમાં એવું પુછવામાં આવ્યું કે અત્યાર સુધી દેના સૌથી સારા પ્રધાનમંત્રી કોણ છે? સર્વેમાં ભાગ લેનાર 43 ટકા લોકોએ નરેન્દ્ર મોદીનું નામ લીધુ. ત્યાં જ બીજા નંબર પર 15 ટકા લોકોનું માનવું છે કે ઈંદિરા ગાંધી. 

સાથે જ આ સર્વેમાં અટલ બિહારી બાજપેયીને 12 ટકા લોકોએ સૌથી સારા પીએમ ગણાવ્યા તો ત્યાં જ મનમોહવ સિંહના પક્ષમાં 11 ટકા લોકોએ વોટ કર્યા. દેશના પહેલા પીએમ જવાહર લાલ નહેરૂના પક્ષમાં 6 ટકા લોકોએ વોટ કર્યો હતો. 

ચૂંટણી થઈ તો દેશમાં કોની સરકાર બનશે? 
લોકસભા ચૂંટણી થઈ તો દેશમાં કોની સરકાર બનશે? વોટરના સર્વેના પરીણામમાં એક વખત ફરી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં NDAની સરકાર બનતી જોવા મળી રહી છે. એનડીએના ખાતામાં 306 સીટો જતી જોવા મળી રહી છે. 

ત્યાં જ હાલમાં જ બનેલા વિપક્ષી દળોના ગઠબંધન I.N.D.I.Aના પક્ષમાં 193 સીટો જતી જોવા મળી રહી છે. વોટ શેરની વાત કરવામાં આવે તો વિપક્ષી દળોનું ગઠબંધન એનડીએના બિલકુલ નજીક પહોંચી ગયું છે. એનડીએના પક્ષમાં 43 ટકા તો ત્યાં જ I.N.D.I.Aના પક્ષમાં 41 ટકા વોટ શેર જતો જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ