બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ``Who'' gave the power to disturb the farmers? Who will prevent damage caused by unauthorized power poles-windmills?

મહામંથન / ખેડૂતોને પરેશાન કરવાનો પાવર `કોણે' આપ્યો? મંજૂરી વગરના વીજપોલ-પવનચક્કીથી થતી નુકસાની કોણ અટકાવશે?

Vishal Khamar

Last Updated: 10:33 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની વીજ કંપની જેટકોનાં વિવાદનાં અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે વીજ કંપની દ્વારા પોતાની મનમાની ચલાવી ખેતરમાં કામકામજ શરૂ કરી દેવામાં આવે છે. તો બીજી તરફ પવનચક્કીનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીની પણ દાદાગીરી કરે છે.

ખેડૂતોની વધુ એક પરેશાનીની તો ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ઉભી થઈ. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો સાથે એવા બનાવ બને છે કે જાણે દાદાગીરી કરવા માટે ખેડૂતો જ સોફ્ટ ટાર્ગેટ હોય. સરકારની વીજકંપની જેટકો દ્વારા ખેડૂતો સાથે વિવાદના અનેક કિસ્સા આવ્યા જેમાં હવે જામનગરનો પણ ઉમેરો થયો. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે મંજૂરી વગર જ તેના ખેતરમાં આડેધડ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ખેડૂતને હેરાન પરેશાન કરવામાં આવે છે

એટલુ જ નહીં પણ ખેડૂત જો વિરોધ કરે છે તો તેને અને તેના પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે, ખેડૂતને ઢોર માર મારવામાં આવે છે અને તે પણ એટલી હદે કે ખેડૂતને ફ્રેકચર થઈ જાય છે.. નવાઈ તો ત્યારે લાગે જયારે જેટકોના અધિકારીઓને આવા કામમાં પોલીસ પણ સાથે આપે તેવો આક્ષેપ થાય. જેટકોનો ત્રાસ ઓછો હોય એમ પવનચક્કી નાંખતી કંપનીઓ પણ ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખતી. પવનચક્કી નાંખતી કંપનીઓ ઉલટુ ખેડૂતને એમ પૂછે છે કે આ જમીન તમારી છે તેનો નકશો બતાવો. સવાલ એ છે કે ખેડૂતોને પરેશાન કરવાનો પાવર આપ્યો તો કોણે આપ્યો, અને આવા પાવર કરનારને રોકશે?

  • ખેડૂતો સાથે ફરી અન્યાય થયાનો મામલો સામે આવ્યો
  • જામનગરના વિવિધ વિસ્તારમાં ખેડૂતો ઉપર થઈ રહી છે દાદાગીરી
  • સરકારી વીજકંપની જેટકો દ્વારા દાદાગીરીનો આક્ષેપ

ખેડૂતો સાથે ફરી અન્યાય થયાનો મામલો સામે આવ્યો છે.  જામનગરના વિવિધ વિસ્તારમાં ખેડૂતો ઉપર દાદાગીરી થઈ રહી છે. સરકારી વીજકંપની જેટકો દ્વારા દાદાગીરીનો આક્ષેપ છે.  પવનચક્કીનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીની પણ દાદાગીરી કરે છે.  ખેડૂતોની જમીનમાં મંજૂરી વગર કામ થઈ રહ્યા છે. ખેડૂતોની કોઈ વાત સાંભળવામાં આવતી નથી.  ખેડૂતોનો આક્ષેપ છે કે કામ સંભાળતા પહેલા અમારી મંજૂરી લેવામાં આવી નથી.  માથાભારે તત્વો ખેડૂતોને ગાંઠતા ન હોવાનો આરોપ છે. 

  • કાલાવડના ખેડૂત માવજી કપૂરિયાએ જેટકો કંપની ઉપર આક્ષેપ કર્યા
  • માવજી કપૂરિયાના ખેતરમાં મંજૂરી વગર કામ કરવામાં આવતું હતું
  • ખેડૂતે જયારે કામ અટકાવવા કહ્યું ત્યારે ખેડૂતને ધમકી આપવામાં આવી

કાલાવડના ખેડૂત સાથે શું બન્યું?
કાલાવડના ખેડૂત માવજી કપૂરિયાએ જેટકો કંપની ઉપર આક્ષેપ કર્યા છે.  માવજી કપૂરિયાના ખેતરમાં મંજૂરી વગર કામ કરવામાં આવતું હતું.  ખેડૂતે જયારે કામ અટકાવવા કહ્યું ત્યારે ખેડૂતને ધમકી આપવામાં આવી. જેટકોના અધિકારીઓએ પોલીસને રૂપિયા ખવડાવ્યાનો આરોપ છે.  પોલીસે રૂપિયા લઈને ખેડૂતના દીકરા અને ભત્રીજાને ઢોર માર માર્યો હોવાનો આરોપ. ખેડૂતના 12માં ધોરણમાં અભ્યાસ કરતા દીકરાની કારકિર્દી ખતમ કરી નાંખવાની પણ ધમકી આપી છે.  ખેડૂતને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપવામાં આવી. ખેડૂતને માર મારતા ફ્રેકચર પણ થયું હતું.

  • જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પવનચક્કી નાંખવાનું કામ ચાલી રહ્યું છે
  • સુવરડા, વીજરખી, ઠેબા ગામના ખેડૂતોને પરેશાની થઈ રહી છે
  • પવનચક્કી નાંખવાનો કોન્ટ્રાક્ટ જેની પાસે છે તે ઓપેરા કંપની દાદાગીરી કરી રહી છે 

ખાનગી કંપનીની પણ દાદાગીરી
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પવનચક્કી નાંખવાનું કામ ચાલી રહ્યું છે.  સુવરડા, વીજરખી, ઠેબા ગામના ખેડૂતોને પરેશાની થઈ રહી છે. પવનચક્કી નાંખવાનો કોન્ટ્રાક્ટ જેની પાસે છે તે ઓપેરા કંપની દાદાગીરી કરી રહી છે. ખેડૂતોની મંજૂરી વગર પવનચક્કી નાંખવાનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતો જયારે કામ અટકાવે છે તો કંપની કહે છે કે ખેતરના નકશા બતાવો. મંજૂરી લીધા વગર ખેતરમાં રસ્તા બનાવી દેવાયાના પણ આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.  રાતોરાત વીજપોલ પણ ઉભા કરી દેવાયા છે.  

  • જેટકો દ્વારા નંખાતા વીજ થાંભલાઓ સામે અનેકવાર વિરોધ થયા
  • ખેતર વચ્ચેથી હાઈટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે જેથી પાકને નુકસાન
  • હાઈટ્રાન્સમિશન લાઈન સામે ખેડૂતોને ઓછા વળતર મળ્યાની પણ ફરિયાદ

જેટકો કંપની અને ખેડૂતોનો વિવાદ
જેટકો દ્વારા નંખાતા વીજ થાંભલાઓ સામે અનેકવાર વિરોધ થયા છે.  ખેતર વચ્ચેથી હાઈટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે જેથી પાકને નુકસાન થાય છે.  હાઈટ્રાન્સમિશન લાઈન સામે ખેડૂતોને ઓછા વળતર મળ્યાની પણ ફરિયાદ છે.  અનેક ખેડૂતોએ કલેક્ટરને વાંધા અરજી રજૂ કરી છે. ખેડૂતોને જેટકો GR પ્રમાણે વળતર ચુકવે છે. જેટકો અને ખેડૂતો વચ્ચે વળતર અને પાક નુકસાની મુખ્ય વિવાદ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ