બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Which way did the light shine? Not one but two storms arose, mobile sellers are on the radar of GST, Team India is on top

2 મિનિટ 12 ખબર / તેજ કઈ બાજુ ફંટાયું? એક નહીં બે વાવાઝોડા ઉભા થયા, મોબાઈલ વિક્રેતા GSTની રડારમાં, ટીમ ઈન્ડિયા ટોપે ટોપમાં

Vishal Khamar

Last Updated: 11:47 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી સહિતના તહેવારો નજીક છે આવી સ્થિતિ વચ્ચે તહેવારો ટાણે જ જીએસટી વિભાગ દ્વારા મોબાઈલ વિક્રેતાઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરાઈ રહી છે. ખેડૂતોને KCC કાર્ડ દ્વારા માત્ર ચાર ટકાના વ્યાજે લોન આપવામાં આવશે. જેને લઈને SBI દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

Two cyclones near India: 'Tej' will take a serious form today but there will be relief news for Gujarat

અરબી સમુદ્રમાં વધી રહેલા ચક્રવાતી તોફાન તેજ ( Cyclone Tej ) ના કારણે દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોનું ટેન્શન વધી ગયું છે. દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ ચક્રવાત તેજ ( Cyclone Tej ) ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યુલા અનુસાર તેને તેજ ( Cyclone Tej ) કહેવામાં આવશે.

Ambalal Patel's forecast on severe storm: The impact will be seen in Saurashtra and other districts

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશે. 24 ઓક્ટોબરે ઓમાન-યમન વચ્ચે 'તેજ' વાવાઝોડું ટકરાશે. તેઓએ કહ્યું છે કે, અરબ દેશમાં 'તેજ' વાવાઝોડું તબાહી મચાવશે. આ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

GST department raids mobile vendors across Gujarat

દિવાળી સહિતના તહેવારો નજીક છે આવી સ્થિતિ વચ્ચે તહેવારો ટાણે જ જીએસટી વિભાગ દ્વારા મોબાઈલ વિક્રેતાઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરાઈ રહી છે. ગાંધીનગર સ્ટેટ જીએસટી ટીમ દ્વારા અમદાવાદના 57 સહીત કુલ 79 સ્થળોએ રેડ પાડવામાં આવી હતી. જીએસટી અધિકારીઓની ઓચિંતી તપાસને પગલે કસૂરવાર મોબાઇલ વિક્રેતાઓમાં ફફડાક ફેલાયો હતો અને બજારમાં જાણે સોંપો પડી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

1 person died due to heart failure in Ahmedabad, 1 in Kheda and 2 in Surat. Heart attacks are happening in the absence of...

નવરાત્રીના ગરબા રમતા યુવકોએ સાવચેતી રાખીને ગરબા રમવા કારણકે હાલ યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ વધી રહ્યું છે. અમદાવાદના હાથીજણમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. 28 વર્ષિય રવિ પંચાલ નામનો યુવક ગરમ રમતા સમયે જ અચાનક ઢળી પડ્યો હતો. હાર્ટ એટેક આવતા રવિ પંચાલનું મૃત્યુ નિપજ્યું હતું. 

heart attack garba gujarat emergency call high alert issue

ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા 6 દિવસમાં ગરબે રમી રહેલા 1100થી વધુ લોકોએ ઈમરજન્સી કોલ કર્યાં હતા. છેલ્લા છ દિવસમાં, હૃદયને લગતી સમસ્યાઓ માટે 521 ઇમરજન્સી કોલ્સ અને શ્વાસની તકલીફ માટે 609 ઇમરજન્સી કોલ્સ એમ્બ્યુલન્સ સેવાઓને કરવામાં આવ્યા હતા. આ તમામ કોલ સાંજે 6 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યા હતા. એટલે કે ગરબાનો કાર્યક્રમ થઇ રહ્યો છે ત્યારે જ કોલ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને સરકાર અને ગરબા આયોજકોએ કાર્યવાહી હાથ ધરી છે.

Farmers will be given loan through KCC card at only four percent interest

ખેડૂતો માટે સારા સમાચાર સમાન ખેડૂતોને KCC કાર્ડ દ્વારા માત્ર ચાર ટકાના વ્યાજે લોન આપવામાં આવશે. જેને લઈને SBI દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાય છે. આ માટે ખાસ SBIએ ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેડૂતોને જાગૃત કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ લોન લોવા માટે  ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરવું ફરજિયાત કરાયુ છે. મતલબ કે જો ખેડૂતો તેમના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરે છે, તો SBI કિસાન ક્રેડિટ કાર્ડ લોન માત્ર ચાર ટકાના વ્યાજે આપશે.

Israel-Hamas war LIVE: Israel airstrikes Gaza overnight, Hamas claims - 31 mosques and 3 churches destroyed

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે રવિવારે (22 ઓક્ટોબર) 16મા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું. ઈઝરાયેલે હવે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કર્યા છે. હમાસ વિરુદ્ધ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નાગરિકોને વધુ નુકસાન ન થાય તે માટે ઈઝરાયેલે હવે પેલેસ્ટાઈનીઓને ઉત્તર ગાઝા છોડીને દક્ષિણ તરફ જવાની નવી ચેતવણી આપી છે. ઇઝરાયેલની વાયુસેનાએ પશ્ચિમ કાંઠાના જેનિન શહેરમાં એક મસ્જિદમાં આતંકવાદી સેલ પર હુમલો કર્યો છે. જ્યાં હમાસના લડવૈયાઓએ આશ્રય લીધો હતો અને નવા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. ઇઝરાયેલી સૈન્ય અને શિન બેટે જણાવ્યું હતું કે લશ્કરી વિમાને ઉત્તરી પશ્ચિમ કાંઠાના શહેર જેનિનમાં એક મસ્જિદ સાથે જોડાયેલા ભૂગર્ભ આતંકવાદી માર્ગ પર ત્રાટક્યું હતું, જ્યાં હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ આશ્રય લઈ રહ્યા હતા. એક સંયુક્ત નિવેદનમાં ઇઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું કે IDFએ ગુપ્ત માહિતી મળ્યા બાદ આ હુમલો કર્યો હતો. આ હુમલાના ષડયંત્ર વિશે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી.

One more of India's most wanted terrorist was blown up by 'unknown people' in Pakistan

ભારતના દુશ્મનોની વિદેશમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કેનેડા હોય કે પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં ભારતના દુશ્મનોની સતત હત્યા થઈ રહી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ભારતના વધુ એક દુશ્મનને મારી નાખ્યો છે. માહિતી મુજબ લશ્કર-એ-જબ્બરના સંસ્થાપક દાઉદ મલિકની વઝિરિસ્તાનમાં દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દાઉદ ભારતમાં મોસ્ટ વોન્ટેડ જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહરની ખૂબ નજીક હતો. પાકિસ્તાની અખબાર અહેવાલમાં મલિકના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર ઉત્તર વઝીરિસ્તાનના મિરાલીમાં મલિકની હત્યા કરવામાં આવી છે. 

ગુજરાતી ગાયક કલાક ઉર્વશી સોલંકી નવરાત્રીમાં માની મર્યાદા ભૂલી હોય તેવું લાગે છે. કાર્યક્રમમાં સ્ટેજ પરથી યુવાનોને નવરાત્રીના જ પ્રેમ કરી લેવાનું કહેવાનો ઉર્વશીનો વીડિયો વાયરલ થયો છે. શ્રદ્ધા ભક્તિના આ પાવન પર્વનું પણ તેને ભાન ન રહ્યું અને ખુલ્લેઆમ યુવાનોને સેટિંગ કરી લેવાની સલાહ આપી. 

Despite the controversies, the film LEO created a sensation at the box office, broke the record of 'Gadar 2' and grossed...

થલપતિ વિજયની ફિલ્મ 'LEO' એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. 'LEO' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે. ચાર દિવસમાં ફિલ્મ 200 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. રવિવારે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો છે. લોકેશ કનાગરાજની ફિલ્મ 'LEO' 19 ઓક્ટોબર 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શાનદાર ઓપનિંગ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. બીજા અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક બોક્સ ઓફિસ પર રવિવાર 'LEO' માટે સારો દિવસ સાબિત થયો હતો.

india vs new zealand cricket world cup 2023 match on 22nd oct 2023 at hpca stadium in dharamshala

એક મોટી સિદ્ધિ મેળવતા હિમાચલના ધર્મશાળામાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચ્યો છે. ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 273 રન બનાવ્યાં હતા જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. આ રીતે ભારતની 4 વિકેટે જીત થઈ હતી. ભારત વતી વિરાટ કોહલીએ સૌથી વધારે 95 રન બનાવ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ