બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Which celebrities came to watch the Cricket World Cup final between India and Australia? Deepika's fans injured

વર્લ્ડ કપ 2023 / ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ જોવા કઈ કઈ દિગ્ગજ હસ્તીઓ આવી? દિપીકાના લૂકે ચાહકોને કર્યા ઘાયલ

Vishal Khamar

Last Updated: 08:07 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-ઓસ્ટ્રેલિયા મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે અનેક સેલિબ્રિટી તેમજ બિઝનેસમેન સહિત સચિન તેડુંલકર, અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર પણ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.

  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચને લઈ VVIP આવી પહોંચ્યા
  • સચિન તેંડુંલકર, અમિત શાહ, અનુરાગ ઠાકુર સ્ટેડિયમ પહોંચ્યા
  • રાત્રે વડાપ્રધાન પણ મેચ નિહાળવા આવે તેવી શક્યતા

ભારતીય ટીમને ફાઇનલ માટે શુભેચ્છા આપવા આવ્યો છું: સચિન તેંડુલકર
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચને લઈ સચિન તેંડુલકર અમદાવાદ આવી પહોચ્યા હતા. ભારતીય ક્રિકેટની ઓળખ એવા સચિન તેંડૂલકર રવિવારે સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા. સચિને જણાવ્યું હતું કે, ભારતીય ટીમને ફાઈનલ માટે શુભેચ્છા આપવા આવ્યો છું. આખું ભારત આ દિવસની રાહ જોઈ રહ્યું હતું. 

આજની મેચ ખુબ જ રોમાંચિત બનશે: મનોજ જોશી
ફિલ્મ કલાકાર મનોજ જોશી પણ વર્લ્ડ કપની ફાઈનલ મેચ નિહાળવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. દેશભરતી ફિલ્મી હસ્તીઓનુ અમદાવાદ આગમન થયું હતું. આ બાબતે મનોજ જોશીએ જણાવ્યું હતું કે, આજની મેચ ખૂબ જ રોમાંચિત બનશે. આજે રમતાનાં મેદાનમાં અદભુત એનર્જીનો સાક્ષી બનવા આવ્યો છું. 

મોડી સાંજે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા
વડાપ્રધાન સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન એરપોર્ટથી સીધા રાજભવન પહોંચ્યા હતા. રાજભવન ખાતે રાજકીય અથવા સરકારી બેઠક પણ યોજી શકે છે. વડાપ્રધાન રાત્રે સ્ટેડિયમ જાય તેવી શક્યતાઓ છે. ગાંધીનગર ખાતે રાજભવનમાં વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ કરશે. સોમવારે સવારે ગાંધીનગરથી દિલ્લી પરત જશે. 

પોલીસ દ્વારા વાહનોનુ કરાઈ રહ્યુ છે ચેકિંગ
આજે ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની મેચની ફાઈનલ મેચને લઈ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દર્શકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગેટ નંબર 3 થી વીવીઆઈપી એન્ટ્રી શરૂ કરાઈ હતી. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે દર્શકોન પ્રવેશ અપાઈ રહ્યો છે. 

અમિત શાહ વર્લ્ડકપની ફાઈનલ મેચ નિહાળી
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ નિહાળવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમ પહોંચ્યા હતા. અમિત શાહ વર્લ્ડ કપની ફાઈનલ મેચ નિહાળી હતી. 

કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર સ્ટેડિયમ પહોંચ્યા
ભારત- ઑસ્ટ્રેલિયાની વચ્ચે ફાઇનલ મેચની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ મેચ નિહાળી રહ્યા છે. તેમણે ભારતની જીતની આશા પણ વ્યક્ત કરી હતી. ફાઈનલ મેચમાં વીવીઆઈપી મેચ જોવા માટે ઉમટ્યા છે. ગૃહમંત્રી પણ મેચનો લહાવો લેતા નજરે પડ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ