રાજધાની દિલ્હીના કમલા નગરમાં ગ્રાહકોએ મોબાઈલ ફોન મળવામાં વિલંબ થવાના કારણે દુકાનદારને માર માર્યો હોવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
રાજધાની દિલ્હીના કમલા નગરનો વીડિયો
મોબાઈલ ફોન મળવામાં વિલંબ થતા બબાલ
દુકાનદારને માર માર્યો હોવાની ઘટનાનો વીડિયો
Appleની iPhone-15 એ લોકોને ગજબનું ઘેલું લગાડ્યું છે. લોકો લાંબી લાઈનમાં ઉભા રહીને પણ મોબાઈલ ખરીદી રહ્યા છે. તેવામાં દિલ્હીના કમલાનગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ ચાલી રહ્યો છે. જાણવા મળતી વિગત અનુસાર શુક્રવારે દિલ્હીના કમલાનગર વિસ્તારમાં એક મોબાઇલની એક શોપ પર ગ્રાહક iPhone 15 ખરીદવા માટે ગયો હતો.
दिल्ली के कमला नगर इलाके में iPhone 15 की आपूर्ति में कथित देरी के बाद ग्राहकों और मोबाइल दुकान के कर्मचारियों के बीच झड़प के बाद दिल्ली पुलिस ने ग्राहकों के खिलाफ कानूनी कार्रवाई की pic.twitter.com/hZ1yM6UV0g
આ દરમિયાન મોબાઈલ ખરીદીમા વિલંબ થતા ગ્રાહક અને કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગ્રાહકોએ કર્મચારીઓને કથિત રીતે માર માર્યો હોવાનું કેહવાઈ રહ્યું છે. બાદમાં કર્મચારીઓએ પણ ગ્રાહકોને લમધારી નાખ્યા હતા. આવી સ્થિતિમાં, સ્ટોર પર ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે છુટાહાથની મારામારી થતા આજુબાજુના કોઈ લોકોએ વીડિયો ઉતારી વાયરલ કરી દીધી હતો.
પોલીસે ગ્રાહકો સામે કાર્યવાહી કરી હતી
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. બાદમાં પોલીસ પણ સફાળી જાગી હતી. જેને ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની જાણકારી મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. iPhone 15 ખૂબ જ ઝડપથી વેચાઈ રહ્યા છે. દિલ્હી અને મુંબઈના સ્ટોર્સ પર ગ્રાહકોની લાંબી કતારો લાગે છે. તો યુવક અમદાવાદથી મુંબઈ છેક મોબાઈલ ખરીદવા માટે ગયો હોવાનું પણ સામે આવ્યું છે.