બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / whatsapp update introduce new security features device verification

ટેક્નોલોજી / WhatsAppએ એકસાથે લૉન્ચ કર્યા 3-3 નવા ફીચર્સ, હેકર્સ પણ કંઇ નહીં બગાડી શકે!

Bijal Vyas

Last Updated: 02:18 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોન હેકિંગના વધી રહેલા મામલાઓને ધ્યાનમાં રાખીને આ ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે. આવો જાણીએ કે WhatsAppના નવા સિક્યોરિટી ફીચર્સ કેવી રીતે કામ કરશે

  • કંપનીએ ત્રણ નવા ફીચર્સ રિલીઝ કર્યા
  • વોટ્સએપનું આ ફીચર યુઝર્સને સિક્યોરિટીની એક નવી લેયર પ્રોવઇડ કરે છે
  • નવું ફીચર વોટ્સએપ યુઝર્સને તેમના ડિવાઇસ હેક થવાના કિસ્સામાં સુરક્ષિત કરશે

WhatsApp દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. કંપનીએ ત્રણ નવા ફીચર્સ રિલીઝ કર્યા છે, જે વધુ સારી સુરક્ષા માટે છે. નવા અપડેટમાં એકાઉન્ટ પ્રોટેક્ટ, ડિવાઈસ વેરિફિકેશન અને ઓટોમેટિક સિક્યોરિટી કોડની સુવિધાઓ ઉમેરવામાં આવી છે. વોટ્સએપ અનુસાર, તે સુરક્ષા વ્યવસ્થાને વધારી રહ્યું છે.

આની મદદથી યુઝર્સ તેમના એકાઉન્ટને સુરક્ષિત રાખી શકે છે. મોબાઈલ ફોન હેકિંગના વધી રહેલા મામલાઓને ધ્યાનમાં રાખીને આ ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે. આવો જાણીએ કે WhatsAppના નવા સિક્યોરિટી ફીચર્સ કેવી રીતે કામ કરશે.

Topic | VTV Gujarati

વોટ્સએપ એકાઉન્ટ પ્રોટેક્ટ
વોટ્સએપનું આ ફીચર યુઝર્સને સિક્યોરિટીની એક નવી લેયર પ્રોવઇડ કરે છે. જ્યારે કોઈ યૂઝર્સ પોતાનો ફોન બદલશે અને નવા ફોનમાં WhatsApp પર લોગિન કરશે, ત્યારે તેણે OTP સિવાય એક વધુ સ્ટેપ ફોલો કરવુ પડશે.

OTP દાખલ કર્યા પછી, યૂઝર્સના જૂના ફોન પર એક નોટિફિકેશન દેખાશે, જેમાં પૂછવામાં આવશે કે શું યૂઝર્સ નવા ડિવાઇસ પર સ્વિચ કરવા માંગે છે. આ ફીચર ઓટોમેટિક ચાલુ રહેશે અને આ માટે કોઈ સેટિંગમાં જવાની જરૂર નથી.

વોટ્સએપનું આ ફીચર યુઝર્સને માત્ર તેમનું એકાઉન્ટ જ નહીં પરંતુ તેમના UPI એકાઉન્ટને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરશે. વાસ્તવમાં, આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં યુઝરનો ફોન ખોવાઈ ગયા બાદ તેમના WhatsApp UPIમાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

Tag | VTV Gujarati

ડિવાઇસ વેરિફિકેશન
નવું ફીચર વોટ્સએપ યુઝર્સને તેમના ડિવાઇસ હેક થવાના કિસ્સામાં સુરક્ષિત કરશે. વોટ્સએપ અનુસાર, મૈલવેયર કોઈપણ સ્માર્ટફોન માટે સૌથી મોટો ખતરો છે. એડવાન્સ એકાઉન્ટ ટેકઓવર ટેકનિકમાં મૈલવેયરની મદદથી યુઝરના વોટ્સએપ પરથી મેસેજ મોકલી શકાય છે. આવી સ્થિતિમાં વોટ્સએપનું આ ફીચર યુઝર્સના એકાઉન્ટને સુરક્ષિત કરશે.

વોટ્સએપ ઓટોમેટિક સિક્યોરિટી કોડ્સ 
WhatsApp ચેટ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સાથે આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ચેટમાં હાજર લોકો સિવાય અન્ય કોઈ તે મેસેજ વાંચી શકશે નહીં. યુઝર્સ મેન્યુઅલી તપાસ કરી શકે છે કે તેમનો કોન્ટેક્ટ એન્ક્રિપ્શનનો યૂઝ કરી રહ્યો છે કે નહીં.

હવે કંપની ઓટોમેટિક સિક્યુરિટી કોડ્સ ફીચર ઉમેરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર્સ ઓટોમેટિકલી વેરીફાઈ કરી શકે છે કે તેમની ચેટ્સ એનક્રિપ્ટેડ છે કે નહીં. અગાઉ આ માટે લાંબી પ્રક્રિયાને અનુસરવી પડતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ