બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / What is the problem of student-workers living in PG? What is the attitude of the society towards daughters?

મહામંથન / અમદાવાદમાં PGમાં રહેનારા અને સોસાયટી વચ્ચે ઘર્ષણ : PGમાં રહેતા વિદ્યાર્થી-નોકરિયાતોની મુશ્કેલી શું? દીકરીઓ પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ કેવો?

Vishal Khamar

Last Updated: 09:37 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં શિવરંજની વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ચાલતા પીજીને લઈ વિવાદ સર્જાયો છે. જેને લઈ હવે મામલો વધારે વકર્યો છે. પીજી તેમજ સોસાયટીનાં લોકો દ્વારા સામ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. આ મામલે આગળ શું થશે તે એક પ્રશ્ન.

એટલો કદાચ સરળ નથી, પરંતુ મોટેભાગે અમદાવાદ અને ગુજરાતના જે મોટા શહેરો છે ત્યાં આ વિષય ઉપર સમાજનો બહોળો વર્ગ મંથન, કકળાટ કે વિવાદ કરતો હશે તે નિશ્ચિત છે. આ વાત છે PGમાં રહેતા વિદ્યાર્થી કે નોકરિયાતો અને તેના જે તે સોસાયટી સાથેના ઘર્ષણની. વિવાદનો નવો અધ્યાય અમદાવાદના શિવરંજની વિસ્તારની સોસાયટીમાં લાંબા સમયથી ચાલતો હતો.  જયારે મામલો ઉગ્ર બનવાનો હોય ત્યારે કોઈ નાની અમથી વાત પલિતો ચાંપવા માટે પૂરતી હોય છે એવું અહીં બન્યું.

  • PGમાં રહેતા લોકો અને સોસાયટી વચ્ચે ઘર્ષણ
  • અમદાવાદના શિવરંજની વિસ્તારમાં માથાકૂટ
  • શિવરંજની સોસાયટી બની બબાલનું ઘર

શિવરંજની સોસાયટીમાં સોસાયટીની મહિલાઓએ યુવતીઓએ પાર્ક કરેલા વાહનોને મુદ્દો બનાવીને મોટાપાયે બબાલ કરી એવો આક્ષેપ થઈ રહ્યો છે, યુવતીઓનો એવો પણ દાવો હતો કે અમારુ વાહન પાડી દેવામાં આવ્યું. સામે પક્ષે સોસાયટી પણ પોતાના તર્ક રજૂ કરી રહી છે અને યુવતીઓ વિરુદ્ધ આક્ષેપ કરી રહી છે. સોસાયટીનો કેન્દ્રવર્તી આક્ષેપ એટલો જ છે કે પીજીમાં રહેતી યુવતીઓને કારણે સોસાયટીનું વાતાવરણ ડહોળાય છે.

  • PGમાં રહેતી યુવતી અને સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ
  • ઘણાં દિવસોથી માથાકૂટ ચાલી રહી છે
  • યુવતીઓ અને સોસાયટીના રહીશો સામસામે આવી ગયા છે
  • મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો

આક્ષેપ-પ્રતિઆક્ષેપની ચર્ચા કદાચ અંતહીન હશે એટલે મૂળ મુદ્દો એટલો જ છે કે PGમાં રહેતા વિદ્યાર્થી કે નોકરિયાતોની મુશ્કેલી શું છે. અમદાવાદમાં તો છાશવારે એવા બનાવ બને છે કે જેમાં સોસાયટી અને PGમાં રહેતા લોકો વચ્ચે ઘર્ષણ થયું હોય. અમદાવાદની શિવરંજની સોસાયટીમાં જે બનાવ બન્યો તેવા બનાવ ન બને અને એક સુચારુ તથા સૌહાર્દભરી વ્યવસ્થા બને તેના માટે PGમાં રહેનાર અને સોસાયટી શું કરી શકે? 

  • બંને પક્ષ તરફથી સામસામે અરજીઓ થઈ છે
  • PGમાં રહેનાર અને સોસાયટી વચ્ચે વિવાદ વધ્યા
  • નિયમ અને નૈતિકતા વચ્ચે બંને પક્ષે ઘર્ષણની સ્થિતિ

PGમાં રહેતા લોકો અને સોસાયટી વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં માથાકૂટ થઈ છે. શિવરંજની સોસાયટી બબાલનું ઘર બની છે. PGમાં રહેતી યુવતી અને સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું.  ઘણાં દિવસોથી માથાકૂટ ચાલી રહી છે. યુવતીઓ અને સોસાયટીના રહીશો સામસામે આવી ગયા છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. બંને પક્ષ તરફથી સામસામે અરજીઓ થઈ છે. PGમાં રહેનાર અને સોસાયટી વચ્ચે વિવાદ વધ્યા છે.  નિયમ અને નૈતિકતા વચ્ચે બંને પક્ષે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. 

  • સોસાયટીના રહીશો વિવાદ પાછળ પાર્કિંગને જવાબદાર ગણે છે
  • 133 ટેનામેન્ટ છે જેમાથી 21 મકાનમાં PG ચાલે છે

શિવરંજની સોસાયટીમાં શું વિવાદ છે?
સોસાયટીના રહીશો વિવાદ પાછળ પાર્કિંગને જવાબદાર ગણે છે. 133 ટેનામેન્ટ છે જેમાથી 21 મકાનમાં PG ચાલે છે.  સોસાયટીમાં 21 PG હોવાથી વાહન પાર્કિંગમાં સમસ્યાનો દાવો છે.  સોસાયટીમાં રહેતી મહિલાઓ પાર્કિંગ વિવાદને જ આગળ કરી રહી છે. જો કે વિવાદના મૂળમાં પાર્કિંગ સિવાય પણ અનેક મુદ્દાઓ છે.

આરોપ-પ્રત્યારોપ

સોસાયટીની દલીલ યુવતીઓની દલીલ
યુવતીઓ સોસાયટીના નિયમો નથી પાળતી સોસાયટીના નિયમોનું પાલન કરીએ છીએ
યુવતીઓ રાતના મોડી આવે છે અમે આવ્યા ત્યારે આવો નિયમ બન્યો નહતો
યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે મર્યાદા ભંગ થાય તેવા કોઈ વસ્ત્રો નથી પહેરતા
યુવતીઓને કોઈ કંઈ કહે તો ઉદ્ધત જવાબ આપે અમે હળી-મળીને રહીએ છીએ
PG વધવાને કારણે પાર્કિંગની સમસ્યા અમે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં પાર્કિંગ કર્યું છે
યુવતીઓ કે મકાન માલિક સહકાર નથી આપતા અમે નિયમ પાલન સાથે સહકાર આપીએ છીએ
PGની યુવતીઓથી વાતાવરણ ડહોળાય છે સોસાયટીમાં અમારી પણ સલામતી જોખમાય છે
સ્મોકિંગ, દારૂના કિસ્સા પણ બન્યા છે અમે કોઈ અનિષ્ટ કાર્ય નથી કર્યું

નિયમ શું કહે છે?
કો-ઑપરેટિવ રજિસ્ટ્રાર મુજબ બે સોસાયટી અસ્તિત્વમાં છે. કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી અને કો-ઑપરેટિવ સર્વિસ સોસાયટી છે. 

  • સોસાયટીમાં 21 PG હોવાથી વાહન પાર્કિંગમાં સમસ્યાનો દાવો
  • સોસાયટીમાં રહેતી મહિલાઓ પાર્કિંગ વિવાદને જ આગળ કરી રહી છે 
  • જો કે વિવાદના મૂળમાં પાર્કિંગ સિવાય પણ અનેક મુદ્દાઓ છે

નિયમ શું કહે છે? 
કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનાં નિયમની વાત કરીએ તો, કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી ચોક્કસ ઠરાવ કરી શકે છે. ઠરાવ થાય તો PG કે અન્ય લોકોને ભાડે આપવા ઉપર પ્રતિબંધ મુકી શકે છે.  કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સોસાયટી જગ્યાની માલિક છે. 

  • કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી ચોક્કસ ઠરાવ કરી શકે છે
  • ઠરાવ થાય તો PG કે અન્ય લોકોને ભાડે આપવા ઉપર પ્રતિબંધ મુકી શકે
  • કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સોસાયટી જગ્યાની માલિક છે

કો-ઑપરેટિવ સર્વિસ સોસાયટી
સર્વિસ સોસાયટીઓ ચોક્કસ નિયમો બનાવી શકતી નથી. ભાડે ન આપવું કે PGને ન આપવું એવા કોઈ ઠરાવ થઈ શક્તા નથી. માલિક તેના ફ્લેટને ભાડે આપી શકે છે. સર્વિસ સોસાયટીમાં માલિકી અપાર્ટમેન્ટ ધારકની હોય છે.

વિવાદનું સમાધાન જરૂરી
અમદાવાદના રત્ના પેરેડાઈઝ સોસાયટી ચર્ચામાં આવી છે.  નિરમા કોલેજની વિદ્યાર્થીનીને સોસાયટીમાં પ્રવેશતા અટકાવી હતી.  વિદ્યાર્થીની સોસાયટીમાં ન પ્રવેશે તે માટે બાઉન્સર રાખવામાં આવ્યા છે.  ડિસ્ટ્રીક્ટ રજિસ્ટ્રારના આંકડા પણ ચોંકાવનારા છે. દર મહિને અમદાવાદમાં સોસાયટીમાં PG અંગેની 10 જેટલી અરજીઓ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ