બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What is the good of the country with criminal leaders? 44 percent MLAs in national politics with criminal history, 16 percent from Gujarat

મહામંથન / ગુનેગાર નેતાઓથી દેશનું શું ભલું થવાનું? દેશના રાજકારણમાં 44 ટકા MLA ગુનાહિત ઈતિહાસવાળા, 16 ટકા ગુજરાતના

Vishal Khamar

Last Updated: 08:12 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ADR ના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. જેમાં દેશની વિધાનસભાઓનાં 44 ટકા ધારાસભ્યો ગુનાહિત કેસ. જ્યારે 28 ટકા ધારાસભ્યો સામે ગંભીર કેસ. રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 13.63 કરોડ રૂપિયા છે.

વર્તમાન સમયમાં રાજકારણનું સ્તર કેવું છે એ કહેવાની જરૂર નથી. રાજકારણમાં નીચે જતા સ્તરની સાક્ષી પૂરે છે સમયાંતરે સામે આવતો ADRનો રિપોર્ટ. જેમાં વિવિધ મુદ્દે નેતાઓની સંપતિ, ચારિત્ર્ય સહિતના તમામ મુદ્દે વિસ્તૃત છણાવટ હોય છે. ભારતીય રાજકારણમાં જૂની પેઢીના ઘણા રાજકારણીઓ એવા છે જેની નૈતિકતાના ઉદાહરણ ખુદ રાજકીય પક્ષો આજે પણ આપે છે. હવેની પેઢી કદાચ એવા દ્રશ્યો ક્યારેય નહીં જુએ જેમાં પંડિત નહેરુ નવા સવા અટલજી માટે કહેતા હોય કે આ વ્યક્તિ ભવિષ્યમાં બહુ આગળ જશે, હવે કદાચ એવું જોવા નહીં મળે જેમાં પૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ બલુચિસ્તાનમાં પ્રતિનિધિમંડળ મોકલે તેમાં અટલ બિહારી વાજપેયીને મોકલે. હવે એવુ પણ કદાચ નહીં જોવા મળે જેમાં વિરોધી પક્ષના નેતા હોવા છતા અટલજી ઈન્દિરા ગાંધીની સરખામણી મા દુર્ગા સાથે કરી બતાવે. આવા ઉલ્લેખ કરેલા દ્રશ્યો ભલે દુર્લભ હોય પરંતુ જે મૂળભૂત નૈતિક મૂલ્યોની અપેક્ષા જનતા રાખતી હોય તે પણ રાજકીય પક્ષ કે નેતા પાસે ન હોય તો ભવિષ્યમાં લોકશાહીનું શું થશે તે સૌથી મોટો સવાલ છે. 

  • ADRના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા
  • એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સના સરવેમાં તારણ
  • રાજકારણમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાનો નથી અટકતો ગ્રાફ

ADRનો રિપોર્ટ સાચો માનીએ તો દેશના 28 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશના સરવે બાદ એવું તારણ નિકળ્યું કે 44 ટકા ધારાસભ્યો સામે ગુનાહિત પ્રવૃતિ અંતર્ગત કેસ થયેલા છે. શું આ તારણ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર માટે લાલબત્તી સમાન નથી? જેમાં વ્યક્તિની જીતવાની ક્ષમતા જ ટિકિટ મળવા માટેનો મુખ્ય માપદંડ રાજકીય પક્ષો રાખીને બેઠા હોય તેમાં કદાચ નૈતિકતાને મહત્વ ન અપાય તે સમજી શકાય છે પરંતુ એટલું ચોક્કસ છે કે હવે તમામ સ્તરની નેતાગીરીએ નૈતિકતાના મૂલ્ય અંગે ફેરવિચારણાં કરવી પડશે નહીં તો કદાચ લોકતંત્રને છિન્નભિન્ન થતા કોઈ રોકી નહીં શકે, પણ આવું થશે તો કેવી રીતે થશે અને તેનો રોડમેપ શું છે?

  • 28 રાજ્યની વિધાનસભા, 2 કેન્દ્રશાસિત પ્રદેશનો સરવે
  • સરવેમાં મહત્વના ખુલાસા સામે આવ્યા
  • દેશની વિધાનસભાઓના 44% ધારાસભ્યો સામે ગુનાહિત કેસ
  • 28% ધારાસભ્યોએ પોતાની સામે ગંભીર કેસ હોવાનું જણાવ્યું

ADRના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.  એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સના સરવેમાં તારણ છે. જેમાં રાજકારણમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાનો ગ્રાફ અટકતો નથી.  28 રાજ્યની વિધાનસભા, 2 કેન્દ્રશાસિત પ્રદેશનો સરવે. સરવેમાં મહત્વના ખુલાસા સામે આવ્યા.  દેશની વિધાનસભાઓના 44% ધારાસભ્યો સામે ગુનાહિત કેસ છે.  28% ધારાસભ્યોએ પોતાની સામે ગંભીર કેસ હોવાનું જણાવ્યું. રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોની સરેરાશ સંપતિ 13.63 કરોડ રૂપિયા છે. રાજ્યોની વિધાનસભાઓમાંથી 2% ધારાસભ્ય અબજપતિ છે. 

  • ADR દ્વારા 4 હજાર 1 ધારાસભ્યોનું વિશ્લેષણ કરાયું
  • 4 હજાર 1માંથી 1 હજાર 777 ધારાસભ્યો સામે ગુના દાખલ છે
  • 4 હજાર 1માંથી કુલ 44% ધારાસભ્યો સામે ગુના દાખલ
  • ગંભીર ગુના હોય તેવા ધારાસભ્યો 1 હજાર 136 એટલે કે 28% છે 

ADRના રિપોર્ટમાં શું છે?
ADR દ્વારા 4 હજાર 1 ધારાસભ્યોનું વિશ્લેષણ કરાયું.  4 હજાર 1માંથી 1 હજાર 777 ધારાસભ્યો સામે ગુના દાખલ છે. 4 હજાર 1માંથી કુલ 44% ધારાસભ્યો સામે ગુના દાખલ છે.  ગંભીર ગુના હોય તેવા ધારાસભ્યો 1 હજાર 136 એટલે કે 28% છે. સૌથી વધુ ગુના દાખલ થયા હોય તેવા ધારાસભ્યો કેરળના છે. સૌથી વધુ ગંભીર ગુના દાખલ થયા હોય તેવા ધારાસભ્યો દિલ્લીના છે. 47 ધારાસભ્યો એવા છે જેની સામે હત્યા સંબંધિત મામલા ચાલે છે. 181 ધારાસભ્યો સામે હત્યાના પ્રયાસ સંબંધિત મામલા ચાલે છે. 114 ધારાસભ્યો સામે મહિલા વિરુદ્ધ અત્યાચાર સંબંધી મામલા ચાલે છે.  114માંથી 14 ધારાસભ્યો સામે બળાત્કારના કેસ છે. 

રાજ્યોની સ્થિતિ શું છે?

કેરળ
ગુનો દાખલ હોય તેવા ધારાસભ્યો 70%
 
બિહાર
ગુનો દાખલ હોય તેવા ધારાસભ્યો 67%
 
દિલ્લી
ગુનો દાખલ હોય તેવા ધારાસભ્યો 63%
 
મહારાષ્ટ્ર
ગુનો દાખલ હોય તેવા ધારાસભ્યો 62%
 
તેલંગાણા
ગુનો દાખલ હોય તેવા ધારાસભ્યો 61%
 
તમિલનાડુ
ગુનો દાખલ હોય તેવા ધારાસભ્યો 60%
  • રાજ્યોની સ્થિતિ કેવી છે? 

દિલ્લી
53% ધારાસભ્યો સામે ગંભીર ગુના અંતર્ગત કેસ
 
બિહાર
50% ધારાસભ્યો સામે ગંભીર ગુના અંતર્ગત કેસ
 
મહારાષ્ટ્ર
40% ધારાસભ્યો સામે ગંભીર ગુના અંતર્ગત કેસ
 
ઝારખંડ
39% ધારાસભ્યો સામે ગંભીર ગુના અંતર્ગત કેસ
 
તેલંગાણા
39% ધારાસભ્યો સામે ગંભીર ગુના અંતર્ગત કેસ
 
ઉત્તરપ્રદેશ
38% ધારાસભ્યો સામે ગંભીર ગુના અંતર્ગત કેસ
  • ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ADRનો રિપોર્ટ બહાર પડ્યો હતો
  • 182 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો સામે ગુનો દાખલ થયો હતો
  • ધારાસભ્યો સામે ગુનો દાખલ થયો હોય તેની ટકાવારી 22% હતી

ગુજરાતની સ્થિતિ શું છે?
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ADRનો રિપોર્ટ બહાર પડ્યો હતો.  182 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો સામે ગુનો દાખલ થયો હતો. ધારાસભ્યો સામે ગુનો દાખલ થયો હોય તેની ટકાવારી 22% હતી. રાજ્યમાં ગંભીર ગુનો દાખલ હોય તેવા ધારાસભ્યોની સંખ્યા 29 હતી. આ રીતે 16% ધારાસભ્યો એવા હતા. જેની સામે ગંભીર ગુના નોંધાયેલા હતા. 

  • ચૂંટણી પછી પક્ષપલટાનો સિલસિલો

2018 થી 2023 સુધીની સ્થિતિ  
રાજ્ય આંધ્રપ્રદેશ
કેટલા ધારાસભ્યોનો પક્ષપલટો? 9
   
રાજ્ય અરૂણાચલપ્રદેશ
કેટલા ધારાસભ્યોનો પક્ષપલટો? 9
   
રાજ્ય અસમ
કેટલા ધારાસભ્યોનો પક્ષપલટો? 2
   
રાજ્ય બિહાર
કેટલા ધારાસભ્યોનો પક્ષપલટો? 9
   
રાજ્ય ગોવા
કેટલા ધારાસભ્યોનો પક્ષપલટો? 8
   
રાજ્ય ઝારખંડ
કેટલા ધારાસભ્યોનો પક્ષપલટો? 2
   
રાજ્ય મધ્યપ્રદેશ
કેટલા ધારાસભ્યોનો પક્ષપલટો? 14
   
રાજ્ય મહારાષ્ટ્ર
કેટલા ધારાસભ્યોનો પક્ષપલટો? 16

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ