બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / What if it happens everywhere like Dahod police! 8 children found in 24 hours

સરાહનીય કામગીરી / દાહોદ પોલીસ જેવું બધે બને તો કેવું ! 24 કલાકમાં શોધી કાઢ્યાં 8 બાળકોને, કેમ અને ક્યાં ચાલ્યાં ગયા હતા?

Vishal Khamar

Last Updated: 10:18 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદમાં ગુમ થયેલા 8 બાળકોને પોલીસે ગણતરીનાં કલાકોમાં શોધી કાઢ્યા હતા. સવારે ગુમ થયેલા બાળકોને પોલીસે શોધીને સાંજે મા-બાપને હવાલે કર્યા હતા.

  • દાહોદ પોલીસની સરાહનીય કામગીરી
  • સવારે ગુમ થયેલા બાળકોને સાંજ મળ્યા
  • 24 કલાક પહેલા પોલીસે શોધ્યા બાળકો

 દાહોદમાં ગુમ થયેલા 8 બાળકોને પોલીસે 24 કલાક પહેલા શોધી પાડ્યા છે. સવારે ગુમ થયેલા બાળકોને પોલીસે સાંજે મા-બાપને હવાલે કર્યા હતા. પોલીસે ટેકનિકલ સોર્સીસ, હ્યુમન ઈન્ટેલિજન્સનાં માધ્યમથી બાળકોની શોધખોળ કરી હતી. દેવગઢબારીયા અને લીમખેડામાંથી 8 બાળકો ગુમ થયા હતા. શિક્ષકે ઠપકો આપતા 5 વિદ્યાર્થીઓ જાણ કર્યા વગર નીકળ્યા હતા. 5 બાળકોમાંથી 3 બાળકો લીમખેડાની બજારમાંથી મળ્યા હતા. અન્ય 2 બાળકો દાહોદ બસ સ્ટેન્ડથી મળી આવ્યા હતા. દેવગઢબારીયામાં પણ 3 બાળકો ગુમ થયા હતા. પોલીસે ત્રણેય બાળકોને પાવાગઢ તળેટીથી શોધી પાડ્યા હતા.

આ બાબતે દાહોદ એસપી ર્ડા. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગઈકાલનાં રોજ દાહોદ જીલ્લામાં બે અલગ અલગ બનાવો બનવા પામેલ જેમાં લીમખેડા ખાતે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી પાંચ બાળકો જેમાંથી 3 ધો. 10 માં અભ્યાસ કરતા હતા અને બે ધો. 9 માં અભ્યાસ કરતા બાળકો વહેલી સવારે કોઈને કીધા વગર નીકળી ગયેલ હતા. ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જીલ્લા પોલીસે અલગ અલગ છ ટીમો બનાવેલી હતી.

ર્ડા. રાજદીપસિંહ ઝાલા (એસ.પી.)

પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીનાં કલાકોમાં બાળકોને શોધી કાઢ્યા
તાજેતરમાં જ દાહોદ ખાતેથી બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઈ હતી અને અગાઉ પણ બાળકો મીસીંગ થવાનાં બનાવો બન્યા હતા. જેને ધ્યાનમાં લઈ બાળકો ખોટા હાથમાં ન આવી જાય અને ખોટું પગલું ન લે અથવા તો એટલા દૂર ન જતા રહે કે શોધવામાં તકલીફ પડે માટે ત્વરીત એક્શન લઈ દાહોદની અલગ અલગ ટીમો દ્વારા પાંચેય બાળકોને રીકવર કરવામાં આવ્યા છે.  જે પૈકી બે બાળકો દાહોદ બસ સ્ટેન્ડથી અને ત્રણ બાળકો લીમખેડા બજારમાંથી મળી આવ્યા છે. 
પોલીસ દ્વારા દેવગઢબારીયાની ત્રણ દીકરીઓને પણ શોધી કાઢી હતી
સાંજનાં સમયે બીજો મેસેજ મળ્યો હતો કે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનની હદમાંથી એક જ પરિવારની ત્રણ દીકરીઓ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. એને પણ પોલીસ દ્વારા તાત્કાલીક ટ્રેક કરી ત્રણેય બાળકીઓને પાવાગઢ મંદિરનાં નીચેનાં ગ્રામીણ વિસ્તારમાંથી ત્રણ બાળકીઓ રીકવર કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ