બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / What happened in Maharashtra is going to happen in UP: Subhaspa Party President

રાજકારણ / 'જે મહારાષ્ટ્રમાં થયું એ જ UPમાં થવા જઇ રહ્યું છે', જાણો કેમ સુભાસપા પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે આપ્યું આવું નિવેદન

Priyakant

Last Updated: 11:25 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ghosi By Election 2023 News: સુભાસપા પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે કહ્યું, આ એક મોટી ઘટના હશે જે રીતે મહારાષ્ટ્રમાં થયું તે જ રીતે યુપીમાં પણ થવાનું છે

  • લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો
  • સુભાસપા પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે આપ્યું મોટું નિવેદન 
  • શિવપાલ યાદવ ટૂંક સમયમાં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાશે: રાજભર

Ghosi By Election 2023 : લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, સુભાસપાના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર કે જેઓ અવારનવાર પોતાના નિવેદનો માટે હેડલાઈન્સમાં રહે છે. આ દરમિયાન હવે તેમણે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે, જેણે યુપીના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. રાજભરે દાવો કર્યો છે કે, શિવપાલ યાદવ ટૂંક સમયમાં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ એક મોટી ઘટના હશે જે રીતે મહારાષ્ટ્રમાં થયું તે જ રીતે યુપીમાં પણ થવાનું છે. શિવપાલ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે આવશે.

UP વિધાનસભામાં CM યોગી આદિત્યનાથના ભાષણનો ઉલ્લેખ કરતા ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે, મુખ્યમંત્રીએ અહીં આવવા માટે 27 વાર કહ્યું તેથી તેમણે ટૂંક સમયમાં આવવાનો સંકેત આપ્યો છે. આ દરમિયાન રાજભરે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે આજે અમારા કારણે તેમણે AC છોડીને પેટાચૂંટણીમાં પણ લડવું પડ્યું.  

શું કહ્યું ઓમ પ્રકાશ રાજભરે ? 
ઓમ પ્રકાશ રાજભરે કહ્યું, વિધાનસભામાં CM યોગીએ શિવપાલજીને 27 વાર કહ્યું કે હવે સમય છે, ત્યાંથી અહીં આવો, પછી જ્યારે તેમણે અમારી તરફ ઈશારો કર્યો તો મેં પણ તેમની તરફ ઈશારો કર્યો, તો તેમણે કહ્યું, ગભરાશો નહીં, હું જલ્દી આવીશ. તેમણે પણ આ વાત સ્વીકારી લીધી છે.

રાજભરનો અખિલેશ યાદવ પર પ્રહાર
ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે, તેમણે અખિલેશ યાદવને પણ ACમાંથી બહાર આવીને પેટાચૂંટણીમાં આવવા દબાણ કર્યું હતું. શિવપાલ યાદવે 22મી ચૂંટણીમાં જ્યાં સરકાર બનાવવાની વાત ચાલી રહી હતી એક પણ મીટીંગમાં હાજરી આપી ન હતી. આજે અમે તેમને એટલી મજબૂર કરી દીધી છે કે, શિવપાલ જીને ગામડે ગામડે મોકલવામાં આવ્યા છે કે, ઓમપ્રકાશ રાજભર છે, હાલત ખરાબ છે. 

શિવપાલ યાદવ વિશે કર્યો મોટો દાવો 
ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે, આજે તેઓ ગામડે ગામડે ભટકી રહ્યા છે, ગરીબ વસાહતોમાં જઈ રહ્યા છે જેમના ગામોમાં તેઓ ક્યારેય ગયા નથી, અને વોટ માંગી રહ્યા છે. અખિલેશ જી વારંવાર કહેતા હતા કે શિવપાલ જી ભાજપનું કામ કરી રહ્યા છે. તો અહીં પણ શિવપાલ યાદવ, રામ ગોપાલ જી અને અખિલેશ જી આવી રહ્યા છે અને ભાજપને જીતાડવાનું કામ કરી રહ્યા છે. તેઓ પોતાના માટે જીતવા માટે કામ નથી કરી રહ્યા. તેમણે કહ્યું કે, શિવપાલ યાદવ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાશે, આ એક મોટી વાત હશે. જે મહારાષ્ટ્રમાં થયું તે યુપીમાં થવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ