બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Weightloss drinks, fruit drink, dark chocolate shake, green tea, tummy fat reduce drinks

Weight Loss Tips / શરીર માટે અમૃત તુલ્ય છે આ 4 જ્યુસ: ફટાફટ દૂર થશે ચરબી, કચરો પણ થઈ જશે સાફ

Vaidehi

Last Updated: 07:30 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ બોડીફેટથી પરેશાન છો? તો આ ગુણકારી ડ્રિંક્સ તમારી ચરબીને થોડા જ સમયમાં ઓગાળી દેવામાં મદદરૂપ થશે. ચોકલેટ અને ફ્રુટનાં આ ડ્રિંક્સથી વજન તાત્કાલિક ઊતરી શકે છે.

  • બોડીફેટને ઘટાડવા માટે હેલ્ધી ડ્રિંકનું સેવન કરવું જોઈએ
  • પેટની ચરબી ઓછી કરવા માટે આ ડ્રિંક મદદરૂપ
  • ચોકલેટ અને ફ્રૂટનાં આ ડ્રિંક વેઈટલોસ માટે મદદરૂપ

આમ જોઇએ તો હેલ્ધી રહેવું સૌને ગમે છે અને ફેટી એટલે કે ચરબીથી લથબથ કાયાવાળું દેખાવવું કોઈને નથી ગમતું. મોટા ભાગે વજન વધતાં સૌ પહેલાં પેટની ચરબી વધી જાય છે. તેથી મોટા ભાગે લોકો ખાવાનું ટાળે છે અને ડાયટિંગ કરવા લાગે છે. જો પેટ પર જમા ચરબીથી પરેશાન થતાં હો અને પેટ ઓછું કરવા માટે ડાયટિંગ કરવા માગતાં હો તો કેટલાંક ડ્રિંક્સ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ડ્રિંકના સેવનથી શરીરના ટોક્સિન્સ નીકળે છે. મેટાબોલિઝમ સારું થાય છે, ફેટ્સ જલદી બર્ન થાય છે. 

ગ્રીન ટીઃ   
વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકો માટે આ ડ્રિંક ખૂબ જ ફાયદાકારક છે. ગ્રીન ટીમાં ભરપૂર એન્ટિઓક્સિડેન્ટ્સ છે, જે મેટાબોલિઝમ ઠીક રાખવા અને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.   બીજી બાજુ લીંબુ શરીરના ટોક્સિન દૂર કરે છે, જેનાથી ફેટ્સ બર્ન થાય છે. રોજ સવારે ગ્રીન ટીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પેટ પર જમા ચરબી ઓછી થાય છે, તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ઊર્જા કાયમ રહેશે, વજન ઓછું થશે.

લીંબુ પાણી:
લીંબુનો રસ શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે અને ફેટ્સ ઓગાળવામાં મદદ કરે છે, સાથે જ આ શરીરને ઊર્જા પણ આપે છે, જેનાથી તમે આખો દિવસ તરોતાજગી અનુભવશો. એક ગ્લાસ પાણીમાં એક લીંબુ એક ચપટી મીઠું મિક્સ કરી રોજ સવારે પીઓ.

અનાનસ અને આદુંનો જ્યૂસઃ 
અનાનસ અને આદું શરીરના મેટાબોલિઝમને ઠીક રાખે છે અને ફેટ્સ બર્ન કરવામાં મદદ કરે છે, તેમાં વિટામિન-સીની ભરપૂર માત્રા હોય છે. એક અનાનસ, એક નાનકડો ટુકડો આદું એક સંતરાં અથવા મોસંબી સાથે બ્લેન્ડ કરો. રોજ સવારે એક ગ્લાસ આ જ્યૂસનું સેવન કરો.

તરબૂચનો જ્યૂસઃ 
તરબૂચમાં ભરપૂર માત્રામાં   એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, તેમાં કેલરી ઓછી છે અને પાણી વધુ છે, જે શરીરના ટોક્સિન હટાવવામાં મદદરૂપ છે.  આ ઉપરાંત તરબૂચમાં લાઈકોપિન પણ હોય છે, જે દિલના રોગોને દૂર કરે છે. દિવસમાં એકથી બે વાર તરબૂચનો જ્યૂસ પીવાથી ફેટ્સ ઘટાડવા સહેલા થઈ જાય છે. 

ડાર્ક ચોકોલેટ શેકઃ 
ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી ફેટ્સ ઘટાડવા સરળ રહે છે, તેમાં ઓલેઈક નામનું તત્ત્વ હોય છે, જે ફેટ્સને બર્ન કરવામાં મદદરૂપ છે. ધ્યાન રાખો કે ડાર્ક ચોકલેટ શેક બનાવતી વખતે તેમાં લો ફેટ દૂધ કે સોયા દૂધનો જ ઉપયોગ કરો, જેનાથી શરીરમાં કેલરી વધુ ન જાય. ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો અને સવારના નાસ્તામાં તેનો સમાવેશ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ