બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / weight loss drinks for fast fat loss during winters

HEALTH / શિયાળામાં ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો નિયમિતરૂપે આ 4 પ્રકારની ચાનું કરો સેવન

Manisha Jogi

Last Updated: 11:55 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્થ સારી રહે તે માટે શિયાળામાં વસાણા તથા પૌષ્ટીક આહારનું સેવન કરવામાં આવે છે. જેના કારણે વજન સતત વધતુ જાય છે. કઈ ડ્રિંકનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • શિયાળામાં વસાણા તથા પૌષ્ટીક આહારનું સેવન
  • કઈ ડ્રિંકનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે
  • વજન ઘટાડવા માટે ફોલો કરો આ ટિપ્સ 

હેલ્થ સારી રહે તે માટે શિયાળામાં વસાણા તથા પૌષ્ટીક આહારનું સેવન કરવામાં આવે છે. જેના કારણે વજન સતત વધતુ જાય છે. કસરત અને ડાયેટીંગ કરીને વજન ઘટાડી શકાય છે. ડાયટમાં કેટલીક હેલ્ધી ડ્રિંક શામેલ કરીને પણ વજન ઘટાડી શકાય છે. કઈ ડ્રિંકનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

લેમન-મિન્ટ ટી
લેમન મિન્ટ ટીનું સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે અને મૂડ પણ સારો રહે છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જેથી પાચનતંત્રમાં સુધારો થાય છે તથા બોડી ડિટોક્સ કરે છે. પુદીનાથી પેટ અને ગળાને આરામ મળે છે, જેથી ભૂખ ઓછી લાગે છે. 
લેમન-મિન્ટ ટી બનાવવાની રીત

  • દૂધ વગરની ચામાં લીંબુ અને પુદીનાના પાન નાખીને તેનું સેવન કરો. 
  • પુદીનાના પાન અને લીંબુ પાણીની બોટલમાં આખી રાત પલાળીન રાખો. 
  • બીજા દિવસે સવારે 5 મિનિટ સુધી આ પાણી ઉકાળો.
  • પાંચ મિનિટમાં તમારી લેમન મિન્ટ ટી તૈયાર થઈ જશે.  લેમન-મિન્ટ ટીનું સેવન કરવાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગશે.

બીટ જ્યૂસ
વજન ઘટાડવા માટે માટે બીટ જ્યૂસને સૌથી સારું માનવામાં આવે છે. બીટમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો હોય છે. બીટ એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાથી લિવર મજબૂત બને છે અને બોડી ડિટોક્સ કરે છે. બીટના જ્યૂસમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે અને જેથી ચરબીને નેચરલી ઓગળવા લાગે છે. બીટમાં ભરપૂર ફાઈબર હોય છે, જેથી બીટનું સેવન કર્યા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. 
બીટ જ્યૂસ બનાવવાની રીત

  • એક આખું બીટ છીણી લો. 
  • સ્વાદ અનુસાર થોડું પાણી, લીંબુ અને સંચળ નાખો. 
  • તમારું બીટ જ્યૂસ તૈયાર છે. જ્યુસરમાં પણ બીટ બ્લેન્ડ કરી શકો છો.

તજની ચા 
તજ એક ખૂબ જ શક્તિશાળી મસાલો છે, જે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ચયાપચયમાં સુધારો થાય છે. તજની ચાનું સેવન કરવાથી ચરબી નેચરલી ઓગળવા લાગે છે. 
તજની ચા બનાવવાની રીત

  • તજની ચા બનાવવા માટે, 1-2 તજના ટુકડા લો. 
  • તજના ટુકડા એક કપ પાણીમાં ઉકાળો, આ પાણી ઉકળીને અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો.
  • હવે આ પાણી ગાળી લો અને તેનું સેવન કરો. જમતા પહેલા નિયમિતરૂપે આ ચાનું સેવન કરવું જોઈએ.

લીંબુ ચિયાની ચા 
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો લીંબુ અને ચિયાના બીજ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચિયા બીજ ફાઇબરથી ભરપૂર હોવાથી પેટ ભરેલું રહે છે. લીંબુ ચરબી ઓગાળવાનું કામ કરે છે, જેથી લીંબુ અને ચિયાની ચા વજન ઓછું કરવામાં લાભદાયી છે. 
લીંબુ ચિયાની ચા બનાવવાની રીત

  • એક ચમચી ચિયા બીજ આખી રાત પાણીમાં પલાળી રાખો. 
  • બીજા દિવસે સવારે ચિયા બીજના પાણીમાં લીંબુનો રસ ઉમેરો ભૂખ્યા પેટે તેનું સેવન કરો. 
  • આ ડ્રિંકથી તમારું વજન ઝડપથી ઘટવા લાગશે અને તમે એનર્જીથી ભરપૂર રહેશો. 

વધુ વાંચો: એક કાચી ડુંગળી કઈ રીતે આપી શકે છે ચમકદાર ત્વચા? કેન્સર સામે લડવાની પણ મળશે શક્તિ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ