બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / weather update Rain disaster alert in 9 states including Rajasthan, IMD has warned

આગાહી / રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદી આફતનું એલર્ટ, IMDએ આપી ચેતવણી, પડશે હાડથીજવતી ઠંડી

Megha

Last Updated: 09:49 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી આગાહી કરી છે. IMDએ જણાવ્યું છે કે 9-11 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે.

  • ઘણા રાજ્યોમાં તાપમાન ફરી એકવાર વધવા લાગ્યું છે. 
  • કેટલાક રાજ્યોમાં વરસાદ આવે એવી પણ શક્યતા છે. 
  • હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી આગાહી કરી છે.

હવામાનમાં પરિવર્તન થઇ રહ્યું છે, હિમવર્ષા અને ભારે વરસાદ વચ્ચે ઘણા રાજ્યોમાં તાપમાન ફરી એકવાર વધવા લાગ્યું. જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ આપણે વધુ ગરમી અનુભવીએ છીએ. જો કે કેટલાક રાજ્યોમાં વરસાદ આવે એવી પણ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી, રાજસ્થાનમાં હવામાન બદલાયું હતું.

લોકો માટે સારા સમાચાર, ખતરનાક પ્રદૂષણમાંથી મળશે રાહત , હવામાન વિભાગે કરી  મોટી આગાહી / Delhi Weather: Strong winds will blow in Delhi, IMD gives good  news, how will the weather be

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ તેમજ ઉત્તર રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન 6-10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે જે સામાન્યથી નીચે છે. રાજસ્થાનના બાકીના ભાગો, પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં તાપમાન 11-16 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું. આ સામાન્ય કરતાં 4-6 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. IMD એ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ અને નીચલા ક્ષોભમંડલ સ્તર પર ચક્રવાતનું પરિભ્રમણ સ્થિત છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી આગાહી કરી છે. આ મુજબ 7 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. 

મેઘરાજા ફરી ગુજરાતના આ જિલ્લાઓને ધમરોળશે, બનાસકાંઠાથી લઇને છેક દ્વારકા સુધી  બોલાવશે ધડબડાટી! | Rising heat amid rain forecast, with normal rain also  forecast in many areas

IMDએ જણાવ્યું છે કે 9-11 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે. 8 અને 9 ફેબ્રુઆરીએ આસામ અને મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના અલગ-અલગ ભાગોમાં સવારના કલાકોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

વધુ વાંચો: 475 માર્ગો બંધ, ફ્લાઇટો રદ... ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા, હિમસ્ખલનનું એલર્ટ

આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના અલગ-અલગ ભાગોમાં શીત લહેર થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ