બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Weather Today: Chances of heavy rain today in these states of the country, know the weather condition

આગાહી / ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા.. દેશના આ રાજ્યોમાં મેઘરાજાને લઇ એલર્ટ જાહેર, જાણો દિલ્હીથી લઇને કેરળ સુધીની સ્થિતિ

Megha

Last Updated: 08:04 AM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવાર સુધી કેરળ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, સાથે જ દક્ષિણના રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જારી કર્યા છે.

  • આજે દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે
  • કેરળ અને તમિલનાડુમાં અતિ ભારે વરસાદની આગાહી
  • 10 નવેમ્બર સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના

આજે દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે પ્રદૂષણમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ છે. એવામાં ચાલો જાણીએ કે દેશભરમાં આજે હવામાનની સ્થિતિ કેવી રહેશે.

Tag | VTV Gujarati

આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ 
દિલ્હી વાયુ પ્રદૂષણ અને ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે. જેના કારણે અહીં લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગે એવી સંભાવના વ્યક્ત કરી છે કે આગામી બે દિવસમાં દેશના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં 9 નવેમ્બરે એટલે કે આજે ભારે વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના પ્રદેશ (જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ)માં 10 નવેમ્બર સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જયારે પંજાબ, હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવા વરસાદની શક્યતા છે.

કેરળ અને તમિલનાડુમાં અતિ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવાર સુધી કેરળ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને તેની સાથે જ દક્ષિણના રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે. એક અહેવાલ મુજબ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનના કારણે ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. ઉત્તરપૂર્વ ચોમાસાની શરૂઆત તમિલનાડુમાં તીવ્ર બની છે, જેના કારણે દક્ષિણના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે.

Tag | VTV Gujarati

ઉત્તરપૂર્વ ચોમાસાની શરૂઆતને જેને વિન્ટર મોનસૂન કહેવામાં આવે છે તેના કારણે દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. ઈશાન ચોમાસું, ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે આવે છે, તે દક્ષિણપશ્ચિમ ચોમાસાનો સમકક્ષ છે અને તે મુખ્યત્વે ભારતના દક્ષિણ દ્વીપકલ્પને અસર કરે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 નવેમ્બરે પંજાબ, હરિયાણા અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ