બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Weather forecast of rain in 30 taluks of Gujarat today
Malay
Last Updated: 08:30 AM, 25 September 2023
ADVERTISEMENT
રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ક્યાંક ક્યાંક હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ભારે વરસાદે જાણે કે વિરામ લીધો છે. આવા સંજોગોની વચ્ચે આજે રાજ્યના 30 તાલુકાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં બન્યું સાઈક્લોનિક સર્ક્યુલેશન
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે હવે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ લો પ્રેશર એરિયા આગળ વધશે અને તે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયોમાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ વિસ્તારોમાં આજે પડી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું હતું કે, 30 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં હલચલ જોવા મળશે જેને લઈ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાય તેવી સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે.
2 ઓક્ટોબરે સર્જાઈ શકે છે વાવાઝોડુંઃ અંબાલાલ પટેલ
તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે. 2 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે. તો કચ્છના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી ચોમાસાની પીછેહટ થશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાવાઝોડાનું સર્જન થઈ શકે છે તેમ અંબાલાલે આગાહી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.