બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / 'We spent the whole night with the children at Agassi', scenes of devastation created in Veraval's Sonaria, watch Video

VTV ગ્રાઉન્ડ રિપોર્ટ / 'અમે આખી રાત બાળકો સાથે અગાસી પર વિતાવી', વેરાવળના સોનારીયામાં સર્જાયા તારાજીના દ્રશ્યો, જુઓ Video

Vishal Khamar

Last Updated: 06:01 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે અનેક જગ્યાએ પુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વેરાવળથી 17 કિલોમીટર દૂર આવેલ સોનારીયા ગામે vtv ની ટીમ પહોંચી હતી. ત્યારે ગામમાં આઠથી દસ ફૂટ જેટલું પાણી હતું. ગામવાસીઓની તમામ ઘરવખરી પલળી ગઈ હતી.

  • વેરાવળનાં સોનારીયા ગામ ફેરવાયું બેટમાં
  • ગામવાસીઓ આખી રાત ધાબે બેઠા હતા
  • ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈઃ ગ્રામજનો

બે દિવસ વેરાવળ સોમનાથ ને વરસાદ ધમરોળી રહ્યો છે ત્યારે 24 કલાકમાં 24 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે વેરાવળ થી 17 કિલોમીટર આવેલા સોનારીયા ગામે vtv ની ટીમ પહોંચી હતી. અને ગ્રાઉન્ડ જીરો પરથી તમને સત્ય હકીકત જણાવી રહી છે. આ ગામમાં 2500 ની વસ્તી છે લોકો આખી રાત જાગ્યા હતા. અને માણસ ડૂબી જાય એટલું આઠથી દસ ફૂટ પાણી હતું અને બાળકો સાથે ગામવાસીઓ આખી રાત ધાબે બેઠા હતા. અને બે દિવસથી જમ્યા નથી તમામ ઘરવખતી ઘરવખરી પલળી ગઈ હતી. અને વરસાદમાં તણાઈ ગઈ હતી. બે દિવસથી વેફર બિસ્કીટના પડીકા અને ફુટ પેકેટના આધારે ગામવાસીઓ જીવી રહ્યા છે. 

ગામમાં તારાજીનાં દ્રશ્યો

આખી રાત પાંચ કલાક અગાસી પર બેઠા રહ્યાઃ ગ્રામવાસીઓ
ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે મોત નજરે જોયું છે આખી રાત પાંચ કલાક અગાસી પર બેઠા રહ્યા હતા. બાળકો સાથે ગોદડા ગાદલા કપડાં તમામ વસ્તુઓ પલળી ગઈ છે અને અમુક વસ્તુઓ તણાઈ પણ ગઈ છે. ત્યારે હજુ પણ ગામમાં દોઢ થી બે ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. પરંતુ ગઈકાલની રાત તો એ લોકો માટે મોત સમાન હતી.

ભારે વરસાદ  અને ડેમનાં પાણી છોડાતા ગામમાં બેટ જેવી સ્થિતિ બની હતી
ગીર સોમનાથમાં જળ તાંડવથી વેરાવળનાં સોનારીયા ગામમાં તબાહી મચી હતી. ભારે વરસાદ  અને ડેમનાં પાણી છોડાતા ગામમાં બેટ જેવી સ્થિતિ બની હતી. ત્યારે VTV ની ટીમ સોનારીયા ગામમાં પહોંચી હતી. ત્યારે અઢી હજારની વસ્તીવાળા આ ગામે આફતમાં આખી રાત વિતાવી હતી. ત્યારે પાણીનાં પ્રવાહમાં આખું મકાન તૂટ્યું હતું. જોકે પરિવારજનોને સલામત સ્થળે ખસેડાતા જાનહાનિ ટળી હતી. ત્યારે મકાનને નુકશાન પણ પરિવાર બચ્યો હતો.

ડેમનાં દરવાજા ખોલાયા ત્યારે અધિકારીઓ હાજર ન હતાઃ વિમલ ચુડાસમા
આ બાબતે ગીર સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અસરગ્રસ્ત ગામમાં પહોંચ્યા હતા. ત્યારે વેરાવળ સોમનાથનાં 20 થી વધુ ગામોમાં ભારે નુકશાન થયું છે.  વધુમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,  હિરણ-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેનાથી જળ હોનારત સર્જાઈ છે. તેમજ જ્યારે ડેમનાં દરવાજા ખોલાયા ત્યારે અધિકારીઓ હાજર પણ ન હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ ભારે જળ તાંડવમાં ભારે નુકશાન થયું છે. જે બાબતે આવતીકાલે ફરી મુખ્યમંત્રીને રજૂઆત કરીશ તેમ જણાવ્યું હતું.  

જુઓ તારાજીનાં દ્રશ્યોઃ

ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ
ગામને જોડતો માર્ગ ધોવાઈ ગયો
ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
વરસાદે ગામમાં ભારે તારાજી સર્જી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ