બ્રેકિંગ ન્યુઝ
VTV / 'We can run the whole country a little bit', find out which issue CJI Chandrachud got upset in the hearing
Priyakant
Last Updated: 04:56 PM, 11 October 2023
ADVERTISEMENT
Supreme Court : સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, દેશમાં હજારો એવા કેસ હશે જેના પર ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ સુપ્રીમ કોર્ટ દરેક બાબતમાં દખલ ન કરી શકે. દરેક કેસની સુનાવણી ન કરી શકે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ કેરળમાં કેદમાં રાખવામાં આવેલા હાથીઓ સંબંધિત અરજી પર સુનાવણી કરી રહી હતી. હસ્તક્ષેપની અરજી જોઈને ચીફ જસ્ટિસ ખૂબ ગુસ્સે થઈ ગયા.
શું છે સમગ્ર મામલો ?
પોતાની નારાજગી વ્યક્ત કરતા CJI ચંદ્રચુડે કહ્યું કે, આવી અરજીઓ બિનજરૂરી રીતે સુપ્રીમ કોર્ટનો બોજ વધારે છે. આપણે સુપ્રીમ કોર્ટની ભૂમિકાને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. CJIએ કહ્યું- આ મામલો સંપૂર્ણ રીતે સ્થાનિક છે અને હાઈકોર્ટના જજોને સ્થાનિક મુદ્દાઓની સારી સમજ છે. જો હાઈકોર્ટ કોઈ ભૂલ કરે તો અમે તેમાં હસ્તક્ષેપ કરી શકીએ. પરંતુ આ રીતે દેશ કેવી રીતે ચલાવીશું ?
ADVERTISEMENT
ચીફ જસ્ટિસ આ દલીલ સાથે સહમત ન હતા
એક અહેવાલ મુજબ જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર વરિષ્ઠ વકીલ સીયુ સિંહે દલીલ કરી કે, આ સમગ્ર મામલામાં નિયમોની અવગણના કરવામાં આવી છે, ત્યારે CJIએ પૂછ્યું - તમે આ મામલાને કેરળ હાઈકોર્ટમાં કેમ નથી લઈ જતા ? આના પર એડવોકેટે જવાબ આપ્યો કે, આ મામલાને લગતી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. નોંધનીય છે કે, કેરળમાં 2018થી 2022 વચ્ચે 135 હાથીઓના મોત થયા છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ વકીલની દલીલ સાથે સહમત નથી. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં ઘણા વધુ વિદ્વાન જજો છે. સુપ્રીમ કોર્ટ દરેક મામલામાં દખલ ન કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.