બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / WC 2023: Impressive win for Pakistan in World Cup, brilliant innings from Rizwan, Shafiq, Sri Lanka lose by huge score

World Cup 2023 / પાકિસ્તાનનો રોમાંચક મેચમાં કમાલ: વર્લ્ડકપમાં સૌથી મોટો ટાર્ગેટ પૂરો કરી શ્રીલંકા સામે મેળવ્યો મહાવિજય, રિઝવાન અને શફીકની શાનદાર બેટિંગ

Pravin Joshi

Last Updated: 11:23 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોહમ્મદ રિઝવાનની શાનદાર સદીએ એકલા હાથે શ્રીલંકા સામેની મેચને બદલી નાખી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 344 રન બનાવ્યા હતા. અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાનની સાહસિક ઇનિંગ્સના આધારે પાકિસ્તાને જીત મેળવી હતી.

  • પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 344 રન બનાવ્યા હતા
  • પાકિસ્તાને 48.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી
  • રિઝવાને 121 બોલમાં 131 રનની અણનમ ઇનિંગ રમી હતી

પાકિસ્તાનની ટીમે ICC ODI વર્લ્ડ કપમાં કરિશ્માપૂર્ણ પ્રદર્શન કર્યું અને ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ હાંસલ કર્યો. મોહમ્મદ રિઝવાનની શાનદાર સદીએ એકલા હાથે શ્રીલંકા સામેની મેચને બદલી નાખી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 344 રન બનાવ્યા હતા. અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાનની સાહસિક ઇનિંગ્સના આધારે પાકિસ્તાને 48.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. રિઝવાને 121 બોલમાં 131 રનની અણનમ ઇનિંગ રમી હતી. ICC ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમે 9 વિકેટે 344 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કુસલ મેડિસે 122 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી જ્યારે સાદિરા સમરવિક્રમાએ 108 રનની ઇનિંગ રમી હતી. આ બંનેની શાનદાર બેટિંગના કારણે મોટો સ્કોર બનાવ્યા બાદ પાકિસ્તાનના બોલરોએ બે વિકેટ વહેલી ગુમાવી દીધી હતી પરંતુ મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે એવી ભાગીદારી કરી હતી જેણે મેચનો માર્ગ બદલી નાખ્યો હતો.

શફીક બાદ મોહમ્મદ રિઝવાનની સદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે, નેધરલેન્ડ સામેની ICC ODI વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા બાદ, મોહમ્મદ રિઝવાને બીજી મેચમાં પણ ધમાલ મચાવી હતી. પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશેલા ઓપનર અબ્દુલ્લા શફીકે સદી ફટકારીને પાકિસ્તાનને મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું. શફીક 103 બોલમાં 113 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો પરંતુ રિઝવાને 131 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ