બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Watery eyes while using Mobile or screen is dangerous, eat these foods

તમારા કામનું / વધુ ટાઈમ ઓનલાઈન રહેતા હો તો થઈ જજો સાવધાન, પાણી નીકળે તો આંખને આવી રીતે સાચવો

Vaidehi

Last Updated: 07:51 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું મોબાઈલ કે ટીવી જોતાં સમયે આંખોમાંથી પાણી નીકળે છે? તાત્કાલિક આ ઉપાય કરીને આંખોને સુરક્ષા આપો.

  • મોબાઈલ/સ્ક્રીન વધુ જોવાને લીધે આંખોને નુક્સાન થાય છે
  • આંખમાં બળતરા અથવા પાણી નીકળવા લાગે છે
  • કેટલીક વસ્તુઓ ખાવાથી આંખોને પ્રોટેક્શન મળી શકે છે

આંખ શરીરનું સૌથી નાજુક અંગ છે પણ આજકાલ લોકો મોટાભાગનો સમય મોબાઈલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન સામે વિતાવે છે. જેનાથી આંખને ઘણું નુકસાન થાય છે. આંખમાં બળતરા, અને પાણી નીકળવાની સમસ્યા પણ થતી હોય છે. આવી સમસ્યાઓથી બચવા અને આંખનું તેજ વધારવા દરેક વ્યક્તિએ તેના ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જે ખાવાથી તમારી આંખોનું તેજ જળવાઈ રહેશે.

ગાજર   
ગાજરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર મોટી માત્રામાં હોય છે. ગાજર આંખ માટે સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. ગાજરનો સૂપ, સલાડ કે શાકની જેમ પણ ઉપયોગ કરી શકાય છે. જે લોકો ચશ્માં પહેરવા માંગતા નથી તેમને દિવસમાં એક વાર ગાજરનો જ્યૂસ પીવો જોઈએ.

બદામનું દૂધ 
બદામમાં ઘણાં જરૂરી તત્ત્વ હોય છે. જેના માટે તમે બદામને પલાળીને કે દૂધમાં ભેળવીને લઈ શકો છો. આંખોનું તેજ વધે તે માટે અઠવાડિયામાં ૩-૪ વાર દૂધમાં બદામ ઉકાળીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તમે એક કપ બદામમાં ત્રણ કપ પાણી ઉમેરીને તેને મિક્ચરમાં ગ્રાઈન્ડ કરીને બદામનું દૂધ જાતે પણ બનાવી શકો છો. તે પણ ઘણું ફાયદાકારક છે.

લીલાં શાકભાજી 
આંખનું તેજ જળવાઈ રહે તે માટે ડાયટમાં લીલાં શાકભાજીનો ચોક્કસ સમાવેશ કરો. પાલકની ભાજી આંખ માટે ખૂબ સારી છે. પાલકની ભાજીનો સૂપ કે જ્યૂસ લઈ શકાય. લીલાં શાકભાજીમાં એન્ટી ઓક્સિડેંટ્સ, આયર્ન, વિટામિન જેવાં જરૂરી તત્ત્વ હોય છે જે આંખ માટે ઘણાં જરૂરી છે.

ઈંડાં 
ઈંડાંમાં કેલ્શિયમ, સલ્ફર, એમિનો એસિડ, પ્રોટીન અને વિટામિન હોય છે. જે આંખ માટે ઘણું ફાયદાકારક છે. બ્રેકફાસ્ટમાં ઈંડાં ખાવાથી અનેક ફાયદા થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ