બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Warner copied Jadeja's celebration style, started doing 'swordbaji' on the field in the ongoing match.
Megha
Last Updated: 03:07 PM, 21 May 2023
ADVERTISEMENT
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 67મી મેચમાં ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ક્રિકેટના મેદાન પર રમત સિવાય પણ ખેલાડીઓ વચ્ચે આવી ઘણી ઘટનાઓ બને છે જે ખૂબ જ મજેદાર હોય છે અને યાદગાર બની જાય છે. આ મેચમાં પણ ચેન્નાઈના રવિન્દ્ર જાડેજા અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર વચ્ચે રમુજી બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રવિન્દ્ર જાડેજાને વર્તમાન યુગનો શ્રેષ્ઠ ફિલ્ડર માનવામાં આવે છે, જ્યારે ડેવિડ વોર્નરને પણ ખૂબ જ ફિટ અને ચપળ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. ડેવિડ વોર્નરે મેચ દરમિયાન સિંગલ રન કરી લીધો અને આ પછી વોર્નર બીજો રન પણ લેવા માંગતો હતો પરંતુ ત્યાં સુધીમાં બોલ જાડેજા પાસે પહોંચી ગયો હતો. જાડેજા બોલથી વિકેટને નિશાન બનાવી રહ્યો હતો ત્યારે વોર્નર પણ તેને રન આઉટ કરવાનું ખુલ્લું આમંત્રણ આપી રહ્યો હતો. જો કે, આ મામલો બંનેના હાસ્ય સાથે સમાપ્ત થઈ ગયો.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં જ્યારે ડેવિડ વોર્નર રવિન્દ્ર જાડેજાને આઉટ કરવા માટે ઉશ્કેરે છે તે જ સમયે તે જાડેજાની સ્ટાઈલમાં બેટ હલાવતો જોવા મળે છે. જેમ જાડેજા તલવારની જેમ બેટને ઘુમાવે છે એ જ રીતે. વોર્નરની આ સ્ટાઈલ જોઈને જાડેજા હસવા લાગે છે અને પછી વોર્નર પણ હસવા લાગે છે.
The mind-games have hit a new high here in Delhi 😃#TATAIPL | #DCvCSK | @imjadeja | @davidwarner31
— IndianPremierLeague (@IPL) May 20, 2023
Watch the Warner 🆚 Jadeja battle here 🎥🔽 pic.twitter.com/o5UF6U2sAY
મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતી વખતે આકાશ ચોપરાએ ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી. આકાશ ચોપરાએ કહ્યું કે રવિન્દ્ર જાડેજા ક્યારેય પણ ડેવિડ વોર્નરને IPLમાં આઉટ કરી શક્યો નથી. આ આંકડો એકદમ રસપ્રદ છે. કારણ કે જાડેજા અને ડેવિડ વોર્નર લાંબા સમયથી IPL રમી રહ્યા છે. આ બંને ખેલાડીઓ ડઝનેક વખત સામસામે આવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જો જાડેજા વોર્નરને આઉટ ન કરી શક્યો હોય તો તે વોર્નરની ગુણવત્તા જ કહેવાય કારણ કે જાડેજાને વર્લ્ડ ક્લાસ સ્પિનર પણ ગણવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચેમ્પિયન ટ્રોફિ 2025 / વિવાદનો અંત! પાકિસ્તાનમાં આખરે ફરકાયો ભારતીય ધ્વજ, જુઓ કરાચીનો આ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.