બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ભારત / VTV વિશેષ / Vtv Special tips for Canada student visa and work visa apply process to getting PR

Vtv Special / આ કારણોસર કેનેડાના વિઝા રિજેક્ટ થઇ રહ્યાં છે, જાણો એપ્લાય પ્રોસેસથી લઇને PR મેળવવા સુધીની ટિપ્સ

Megha

Last Updated: 12:42 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડા જવા લોકો કેવી રીતે વિઝા માટે એપ્લાય કરી શકે અને એમને કઇ ભૂલોથી બચવું જોઇએ? સ્ટુડન્ટ વિઝા પર તમે કેટલાં કલાક કેનેડામાં કામ કરી શકો છો? આવા દરેક પ્રશ્નનો જવાબ તમને આ એક જ આર્ટિકલમાં મળી જશે.

  • કેનેડાના સ્ટુડન્ટ વિઝા લેનારાઓની સંખ્યા ગુજરાતમાં વધી રહી છે.
  • કેનેડા જવા માટે વિઝા એપ્લાય કરવું હોય તો પ્રોસેસ શું છે? 
  • સ્ટુડન્ટ વિઝા પર તમે કેટલા કલાક કેનેડામાં કામ કરી શકો છો? 

Megha Gokani VTV: ઘણા લોકો વિદેશમાં સેટલ થવા માંગે છે અને એ માટે વર્ક કે સ્ટુડન્ટ વિઝા લઈને બીજા દેશમાં કામ કરવા લાગે છે. ખાસ કરીને ગુજરાતમાં લોકોને કેનેડા જવાની ઘેલછાથી સૌથી વધુ જોવા મળે છે. લોકો કેનેડાના પીઆર લઈને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરતા હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ માટે તો કેનેડા હાલમાં હોટ ફેવરિટ બની ગયું છે. કેનેડાના સ્ટુડન્ટ વિઝા લેનારાઓની સંખ્યા ગુજરાતમાં વધી રહી છે.

છેલ્લા થોડા સમયથી એવા પણ ઘણા કિસ્સા બહાર આવ્યા છે જેમાં લોકોના વિઝા રિજેક્ટ થતાં અલગ અલગ રસ્તે લોકો વિદેશ પહોંચવા નીકળી પડે છે. એવામાં કેનેડા જવા માટે લોકો કેવી રીતે વિઝા માટે એપ્લાય કરી શકે છે અને એમને કયા ભૂલોથી બચવું જોઇએ આ માટે અમે ફ્યુચર વર્લ્ડ કન્સલ્ટન્ટના નિરાલી પટેલ સાથે વાતચીત કરી હતી. નિરાલી પટેલને અમે કેનેડા જવા માટે વિઝા એપ્લાય માટેની પ્રોસેસ વિશે પૂછ્યું ત્યારે એમને કહ્યું કે, 'કયા વિઝા છે તેના પર આધારે અલગ અલગ પ્રોસેસ થાય છે. 

કેનેડા જવા માટે વિઝા એપ્લાય કરવું હોય તો પ્રોસેસ શું છે? 
- જેમ કે સ્ટુડન્ટ વિઝા પર ભણવા જવું છે તો સ્ટુડન્ટના ડોક્યુમેન્ટ આવે પછી યુનિવર્સિટી કે કોલેજ નક્કી થાય અને એ બાદ ફી ભરીને ઇન્સ્ટિટ્યૂટ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવે છે. 
- આ પછી રાહ જોવાની કે ઇન્સ્ટિટ્યૂટ ક્યારે ઓફર આપે છે. સાથે જ ઓફર આપએ એ પહેલા જો કોઈ કન્ડિશન છે તો એ પૂરી કરવામાં આવે એ બાદ એડમિશન લેટર આવે છે. 
- હવે એ બાદ ટ્યુશન ફી ભરવાની ડેડલાઇન આવશે અને આ માટે સ્ટુડન્ટ પાસે અમે એક વર્ષની ફી ભરાવીએ છીએ. 
- ટ્યૂશન ફી ભરવા પાછળ એક જ કારણ છે કે આ ભરીને તમે ત્યાંની ગવર્મેન્ટને એ પ્રૂફ કરો છો કે તમારી પાસે પૂરતા પૈસા છે કે તમે ત્યાં એક-બે કે ત્રણ વર્ષની સ્ટડી કમ્પ્લીટ કરશો. 
- એ બાદ ત્યાંની ગવર્મેન્ટ એક બોન્ડ સાઇન કરાવે છે ગેરેંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ જે GIC કહેવાય છે અને આ માટે 20 હજાર કેનેડીયન ડોલરનો હોય છે. 
- GICની રિસીપ્ટ આવે એ બાદ તમે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરી શકો છો.

શું છે આ GIC?
આ ખર્ચ છે ગેરન્ટીડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC)નો જે તમારે કેનેડિયન બેંકમાં જમા કરાવવાના હોય છે અને આ પૈસા તમારા જ રહે છે. GIC એ સ્ટુડન્ટ માટે FD જેવું કામ કરે છે કે સ્ટુડન્ટ ત્યાં ભણવા જાય છે તો તેમાંથી રહેવા ખાવા પીવા માટે થોડા પૈસા ઉપાડી શકે છે.     

સ્ટુડન્ટ વિઝા પર તમે કેટલાં કલાક કામ કરી શકો છો? 
ખાસ કરીને જે લોકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જઈ રહ્યા છે એમને એવ વાત ધ્યાનમાં રાખવાની છે કે ઘણી વખત સ્ટુડન્ટ પૈસા કમાવવા માટે કામ પણ કરે છે અને તેની માટેના પણ રૂલ્સ છે. પહેલા અઠવાડિયાના 20 કલાક કામ કરવાની છૂટ હતી જો કે કોરોના સમયે આ નિયમ હટાવવામાં આવ્યા હતા. હાલ સ્ટુડન્ટ 20થી 40 કલાક કામ કરી શકે એવા નિયમો છે. 

 

આ લોકોને લોકોને સુપર વિઝા મળે છે
હવે જો કોઈને ફરવા જવું છે તો આ માટે વિઝિટર વિઝા મળે છે અને જો કોઈ કેનેડામાં રહે છે અને તેના પરિવારને મળવા કે ફરવા બોલાવવા છે તો એ લોકોને સુપર વિઝા મળે છે. વિઝિટર વિઝા 6 મહિના માટે મળે જ્યારે સુપર વિઝા 5 વર્ષ સુધીના મળી શકે છે. 

વર્ક વિઝા કેવી રીતે મળે? 
વર્ક પરમિટ માટે જો કોઈ ઓવર સી એટલે કે તમે ગુજરાતથી એપ્લાય કરી રહ્યા છો તો તમારી પાસે જોબ ઓફર લેટર હોવો જોઇએ કે ત્યાંની કંપની તમને કામ માટે બોલાવી રહી છે. આ સિવાય ઘણા ઓફર લેટરના પ્રકાર હોય છે જેમ કે LMIA Labour Market Impact Assessment (લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસસેસમેન્ટ) લેટર એમાં એમ્પ્લોયરે ત્યાંની સરકારને કહેવું પડે કે અમે દેશમાં કોશિશ કરી પરંતુ આવા એમ્પ્લોય અમને અહીં નથી મળ્યા એટલે બીજા દેશમાંથી બોલાવીએ છીએ. જ્યારે કંપનીને એમ્પ્લોય બોલાવવાની પરમીશન મળે ત્યારે તમને મળેલ આ ઓફર લેટર વિઝા માટે માન્ય ગણાય છે. આ સિવાય પણ બીજા ઘણા લેટર મળે એ તમે કયા સ્ટેટમાં જાઓ છો તેના પર આધાર હોય. ટૂંકમાં કેનેડા વર્ક પરમિટ માટે અરજી કરવા માટે અરજદારો પાસે નોકરીની ઓફર હોવી જરૂરી છે.

હવે વાત રહી PR એટલે કે પરમેન્ટ રેસિડન્સની તો તમે અહીં રહીને પણ આ મેળવી શકો છો. આ માટે જો તમે કેનેડાની પીઆર સિસ્ટમના માપદંડો પૂર્ણ કરતાં હોય તો.. એ જોવા માટે તમને પોઇન્ટ્સ આપવામાં આવે. આ માટે અલગ અલગ પોઇન્ટ્સ હોય છે જેમ કે એજના પોઇન્ટ્સ, એજ્યુકેશનના પોઇન્ટ્સ હોય, વર્ક એક્સપિરિયનસ ના પોઈન્ટ અને IELTS એક્ઝામિનેશનના પોઇન્ટ્સ. 

આવી રીતે અલગ અલગ પોઇન્ટ્સ ભેગા કરીને એ લોકોના સિસ્ટમ પ્રમાણે પોઈન્ટ થાય તો તમે ફાઇલ મૂકી શકે છે અને એ બાદ રાહ જોવાની રહે કે ત્યાં ડ્રો કરવામાં આવે અને તેઓ દર મહિને જણાવે છે કે આ મહિને અમે આટલા સ્કોરના લોકોને લીધા કે pr માટે ફાઇનલ કર્યા છે. ટૂંકમાં જો એટલો સ્કોર થાય કે તેનાથી વધુ સ્કોર થાય તો જ તમને બોલાવવામાં આવશે નહીં તો રાહ જોવી પડશે. એ સ્કોર વિશે વાત કરીએ તો હાલ 570 પોઇન્ટ્સ મળે એમને પીઆર મળે એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે 480 સ્કોર ધરાવતા લોકો ઓફર લેટર વિના કેનેડામાં પરમેન્ટ રેસિડન્સ PR મેળવી શકે છે, ખાસ કરીને જોબ ઓફર હોય તો PRના પોઈન્ટ વધે છે અને પરમેન્ટ રેસિડન્સ મળવાની શક્યતા ઘણી વધી જાય છે.    

વધુ વાંચો: એવિએશનને લગતો એવો કોર્સ, જેના વિશે ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે, પરંતુ મહિને લાખોની કમાણી કરાવે છે     

શા માટે વિઝા રિજેક્ટ થાય છે?
ઘણી વખત એવું પણ બને કે બધુ બરાબર હોય તો પણ વિઝા રિજેક્ટ થાય છે. વિઝા માટે એપ્લાય કરતાં સમયે સાઉથ ખાસ છે પ્રોફાઇલની કલેરિટી એટલે કે સાફ પ્રોફાઇલ હશે તો વિઝા રિજેક્ટ નહીં થાય. જે સાચી પરિસ્થિતિ છે એ સાચી જ કહેવાની અને આ સ્થિતિ જો એમની ગવર્મેન્ટના માપદંડો અનુસાર હશે તો વિઝા મળી જાય છે નહીં તો રિજેક્ટ થઈ જાય છે. સાથે જ પીઆરની વાત કરી તો એ એપ્લાય કરતાં સમયે ત્યાંની ગવર્મેન્ટને કઈ ખોટું મળ્યું તો તે રિજેક્ટ નથી થતું ત્યાંની ગવર્મેન્ટ પાંચ વર્ષ માટે ડિટેન્ડ કરી દે છે.

વિઝા એજન્ટ ગેરંટી ન આપી શકે
ઘણી વખત એવું પણ સાંભળવા મળ્યું છે કે કોઈ વિઝા એજન્ટ વિઝા અપાવવાની ગેરંટી આપે છે પરંતુ જ્યારે કોઈ એક દેશ તમને એમ નથી કહેતો કે ચાલો તમારી પાસે આટલું છે તો હું તમને ગેરંટીડ વિઝા આપું છું તો કોઈ એજન્ટ જેવી રીતે ગેરંટી આપી શકે? અને જો તમને કોઈ આવું કહે તો ચેતી જજો અને સમજી જવું કે તેઓ ખોટું બોલી રહ્યા છે.

જાણો સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થવા પાછળના કારણો

- સ્ટુડન્ટ પાસે પૂરતાં પૈસા નથી ભણવાના
- સ્ટુડન્ટ પોતે ખોટો કોર્સ સિલેકટ કરીને જઈ રહ્યો છે 
- સ્ટુડન્ટનું ભણતર અહીંયા માન્ય નથી 

હવે અહીં ખાસ વાત એ છે કે વિઝા એપ્લાય કરવા માટે દરેક ફાઇલની પદ્ધતિ એક જેવી છે એમ છતાં વિઝા રિજેક્ટ થાય છે. ઘણી વખત એવું પણ બને કે એક કોલેજના એક સ્ટુડન્ટને વિઝા આવ્યા અને સેમ પ્રોફાઇલ ધરાવતાં બીજાને ન આવ્યા કારણ કે ત્યાં આટલા વર્ષમાં આટલા જ સ્ટુડન્ટ જોઇએ છીએ અને હવે વધુ સ્ટુડન્ટનું અમારે કામ નથી એટલા માટે વિઝા રિજેક્ટ થાય છે. કોઈ ફિક્સ કારણને કારણે વિઝા રિજેક્ટ નથી થતાં.     

બસ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરતાં સમયે જે સબ્જેક્ટમાં સારો સ્કોર કર્યો હોય તેના રિલેટેડ કોર્સ પસંદ કરવો જોઇએ. સાથે જ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ એટલે કે sop પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાં જતાં સ્ટુડન્ટે એવો ભરોસો અપાવવો પડે કે ત્યાંથી ભણી તેઓ પાછા આવવાના છે. હાલ તેઓ ફક્ત ત્યાં ભણવા માટે જઈ રહ્યા છે, ત્યાં કામ કરવા કે સેટલ થવા નથી જઈ રહ્યાં. 

વધુ વાંચો: ફ્રોડ એજન્ટોનો ધંધો ક્યારે બંધ થશે? દંડાય છે યુવાનો અને મધ્યમ વર્ગ, વિદેશ મોકલવાનો ખેલ બંધ કરો

સ્ટુડન્ટ વિઝા કે વર્ક વિઝા પર PR મળી શકે?
PR માટે પોઈન્ટ સિસ્ટમ છે અને જો તમે કેનેડામાં સ્ટુડન્ટ છો કે કામ કરી રહ્યા છો તો આ વસ્તુના વધુ પોઈન્ટ મળે છે અને ખાસ લોકો એ નથી ખબર કે જો તેઓ એક વર્ષ પણ ત્યાં ભણી લે છે અને સર્ટિફીકેટ આવે છે એ બાદ તેઓ સીધા PR માટે એપ્લાય કરી શકે છે. ત્યાં ભણવા જતાં લોકોને હજુ એમ જ છે કે પહેલા ભણી બે-ત્રણ વર્ષ જોબ કર્યા બાદ જ PR માટે એપ્લાય કરી શકાય છે પરંતુ એવું નથી. સ્ટુડન્ટ વિઝા બાદ પણ પ્રોફાઇલ ચેક કરાવવીને PR માટે એપ્લાય કરી શકાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ