બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Every day thousands of dreams arise from Gujarat to study in countries like Canada, Australia and New Zealand
Dinesh
Last Updated: 11:16 PM, 27 January 2024
ADVERTISEMENT
ગુજરાતમાંથી કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેંડ જેવા દેશોમાં ભણવા જવા માટે રોજ હજારો સપનાઓ નવા ઉગે છે. એ મા-બાપ પણ સંતાનોને વિદેશ એટલે ભણવા મોકલે છે કે, ત્યાં ભણ્યા પછી નાનું મોટું કામ કરી લેશે અને પોતાના ખર્ચ સાથે, મા-બાપે લીધેલી લોન કે ઉછીના પૈસાની પણ વિદ્યાર્થી ભરપાઈ કરી દેશે. સન્માનજનક નોકરીઓની વ્યાખ્યા યુવાનોમાં બદલાઈ છે, ધંધામાં જબરદસ્ત હરિફાઈ છે તો મા-બાપ એવું ઈચ્છે છે કે એમના સંતાનને વિદેશ ભણવા મોકલવાથી વ્યવસાયની મુશ્કેલીઓ ટળી જાય છે. આપણાં ગુજરાતમાંથી કેનેડા જેવા દેશમાં જતા વિદ્યાર્થીઓ પણ કાળી મજૂરી કરે છે, અને એ દેશની પ્રગતિમાં પોતાનો ફાળો ઉમેરે છે. આ તમામ સમિકરણને કારણે વિદેશમાં અભ્યાસ, એક તીર અને બે નિશાન સાબિત થાય છે. આ સ્થિતિનો લાભ લેનારા ગુજરાતમાં એટલી હદે બેફામ બન્યા છે કે ગુજરાતના કોઈને કોઈ પોલીસ સ્ટેશનમાં રોજ એક આવી ફરિયાદ ફ્રોડ એજન્ટોની સામે નોંધાય છે.
ADVERTISEMENT
કેટલાક કિસ્સામાં તો એવું બને છે કે એકવાર ફ્રોડની ફરિયાદ જે એજન્ટની સામે નોંધાઈ હોય, કાર્યવાહી પણ થઈ હોય, કાયદાની પકડમાંથી છૂટી ગયા પછી નવા નામે ઓફિસ ખોલે અને ફરી ઠગાઈનો ધંધો શરૂ કરે. સવાલ એ છે કે મધ્યમવર્ગના મા-બાપની પરસેવાની કમાણીને ચાઉં કરી જતા આવા એજન્ટોને કેમ કાયમી આવા ધંધાથી દૂર નથી રાખી શકાતા, આવા ફ્રોડ એજન્ટો એમની ઈચ્છા પડે ત્યારે કરોડ-બે કરોડની છેતરપીંડી કરે અને આપણે એ જોતું રહેવાનું, લાચાર બની જવાનું. આ સ્થિતિ હવે નિવારવાની જરૂર છે. ગુજરાતે વિદેશમાં મોકલવાના સુવર્ણ સપના જોનારા મા-બાપની સાથે છેતરપીંડી કરનારાઓ સામે જાગવાની જરૂર છે. સરકારે આ મુદ્દે નીતિ બનાવવાની જરૂર છે. જ્યાં સુધી આવા ફ્રોડ એજન્ટોને પોલીસના દંડાનું દર્દ નહી ખબર પડે ત્યાં સુધી મધ્યમવર્ગના મા-બાપ અને વિદ્યાર્થી છેતરાતા રહેશે. આજે મહામંથનમાં ચર્ચીશું કે કેનેડા મોકલવાના નામે રોજ થતા ફ્રોડની સામે ગુજરાતમાં નીતિ ક્યારે બનશે.
મોતના મુખમાં ધકેલતા એજન્ટો
કલોલના ડિંગુચા ગામના પરિવારનું કેનેડા અમેરિકા બોર્ડર પર મોત થયું હતું. ડિંગુચાના પરિવારનું કેનેડાના માનિટોબામાં થીજી જવાથી મોત થયું હતું. પરિવાર ગેરકાયદેસર કેનેડાની બોર્ડર પાર કરી અમેરિકા જવાની કોશીશ કરી રહ્યો હતો. 19 જાન્યુઆરી 2022ના દિવસે પરિવારે ગેરકાયદેસર અમેરિકાના મિનેસોટામાં પ્રવેશ કરવાની કોશીશ કરી હતી. 39 વર્ષના જગદીશ પટેલ, 37 વર્ષની પત્ની વૈશાલીનું ઠંડીને કારણે મોત થયું હતું. 11 વર્ષની પુત્રી વિહાંગી અને 3 વર્ષના પુત્ર ધાર્મિકના મૃતદેહો મળ્યા હતા અને અમેરિકાની બોર્ડરથી માત્ર 12 મીટર દૂર પરિવારના મૃતદેહો મળી આવ્યા હતા. માઇનસ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં થોડી મિનીટોમાં પરિવાર થીજીને મોતને ભેટ્યો હતો. એજન્ટ ફેનિલ પટેલે પરિવારને બોર્ડર પાસે ગેરકાયદેસર મોકલ્યા હતા. ખરાબ વાતાવરણ હોવા છતાં ફેનિલે પરિવારને બોર્ડર પાર કરવા દબાણ કર્યું હતું. ઘટના બાદ 2 વર્ષથી આરોપી એજન્ટ ફેનિલ પટેલ ગાયબ હતો
લેભાગુ એજન્ટો કેમ ફાવી જાય છે?
ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછાના કારણે રાજ્યમાં લેભાગુ એજન્ટોનું નેટવર્ક વધ્યું છે. રાજ્યના ગર્ભશ્રીમંત પરિવારો મોટી સંપત્તિ વેચીને બાળકોને વિદેશ મોકલે છે. વિદેશ ભણતર અને કામ કરનાર બાળકને લગ્ન માટે પ્રાથમિકતા અપાય છે. બાળકને વિદેશમાં મોકલવો ગુજરાતી સમાજમાં વિશેષ ઉપલબ્ધિ ગણાય છે. વિદેશ જવા માગતા અનેક લોકો એજન્ટો પર આંધળો ભરોસો કરવાની ભૂલ કરે છે. એજન્ટો અનેકવખત કાયદેસર વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓને પણ કાયદાકીય આંટીઘુંટીમાં ફસાવી દે છે. ગમે તે ભોગે વિદેશ પહોંચી જવાની ઘેલછાના કારણે એજન્ટો પૈસા લઇ લોકોના જીવ જોખમમાં મુકે છે.વિદેશ જવા માગતા યુવાનોમાં ઇમિગ્રેશન કાયદાઓના જ્ઞાનનો અભાવનો લાભ એજન્ટો ઉઠાવે છે. પોતાની જાતે કરી શકાતી અનેક પ્રક્રિયાઓ માટે અભ્યાસ કરવાને બદલે એજન્ટોને કામ સોંપી દે છે. લેભાગુ એજન્ટો લોકોની વિદેશ જવાની લાલચને કેશ કરે છે. ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડનું ગુજરાત એપીસેન્ટર બની રહ્યું છે
અમેરિકન ડ્રીમની મોંઘી કિંમત
ગમે તે ભોગે અમેરિકા જવાની ઘેલછાની કિંમત ભોગવી યુવાનો રહ્યા છે. અમેરિકાએ છેલ્લા 5 વર્ષમાં 2 લાખ ભારતીય ઘુસણખોરોની ધરપકડ કરી છે. 2022-23માં 96917 ભારતીયોની અમેરિકામાં ઘુસણખોરી દરમિયાન ધરપકડ કરાઈ છે. 2018માં ગેરકાયદે અમેરિકા જનાર ભારતીયોની સંખ્યા ફક્ત 8027 હતી જ્યારે છેલ્લા 5 વર્ષમાં અમેરિકામાં ઘુસણખોરી કરતા લોકોમાં સૌથી વધુ ભારતીયો છે
ગુજરાતીઓને લાગ્યો વિદેશ વસવાનો મોહ!
ગુજરાતીઓએ વિદેશના મોહમાં ભારતીય નાગરિકત્વ છોડ્યું છે. 2013થી 2022માંથી ગુજરાતમાંથી 22 હજાર પાસપોર્ટ સરેન્ડર થયા તેમજ 10 વર્ષમાં ગુજરાતમાંથી 22 હજારથી વધુ લોકોએ નાગરિકત્વ છોડ્યું છે. 2022માં સમગ્ર દેશમાંથી 2 લાખ 25 હજાર લોકએ ભારતીય નાગરિકત્વ છોડ્યું છે.
રાજ્ય- કેટલા પાસપોર્ટ સરેન્ડર થયા?
દિલ્લી- 60,414
પંજાબ- 28,117
ગુજરાત- 22,000
મહારાષ્ટ્ર- 17,171
કેરળ- 16,247
ક્યા દેશોનો મોહ વધુ?
13,044 લોકોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું
7472 લોકોએ કેનેડાનું નાગરિકત્વ મેળવ્યું
1711 લોકોએ UKનું નાગરિકત્વ મેળવ્યું
1686 લોકોએ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવ્યું
5 વર્ષમાં કેટલા લોકોએ ભારતીયતા છોડી?
વર્ષ 2018
1 લાખ 34 હજાર
વર્ષ 2019
1 લાખ 44 હજાર
વર્ષ 2020
85 હજાર 226
વર્ષ 2021
1 લાખ 63 હજાર
વર્ષ 2022
2 લાખ 25 હજાર
વિદેશ જવાનો મોહ કેમ?
વિશ્વના જુદા જુદા દેશોમાં 1.8 કરોડ ભારતીય વસે છે. આ આંકડો દુનિયાના અન્ય કોઇ પણ દેશ કરતા વધારે છે. ભારતની વસ્તીના આશરે 1 ટકા જેટલો છે તેમજ ભારતમાંથી વિદેશ જવામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ભારતમાં ઉચ્ચ અભ્યાસ કરનારા માટે સારી કંપનીમાં તક ઓછી તેમજ વિદેશનો અભ્યાસ હોય તો,પ્રિમિયમ કંપની રેડ કાર્પેટ પાથરે છે. વિદેશમાં વેતન પ્રતિ કલાક અને ડૉલર લેખે મળે છે. ડૉલરની બચત ભારત મોકલે એટલે સ્વાભાવિક રીતે આવક વધુ દેખાય છે. દેશમાં સામાજિક બાબતોને કારણે કેટલાક કામ કરતા યુવાવર્ગ ખચકાય છે. વિદેશમાં એજ વ્યક્તિ કોઇ પણ કામ કરી લેવા તૈયાર થઇ જાય છે અને સોશિયલ સ્ટેટસ અને ક્વોલિટી લાઇફ માટે વિદેશનો મોહ અને વિદેશની નાગરિકતા પણ સ્વીકારીને વસવાટ સુધીનો નિર્ણય લે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.