બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / Aircraft Maintainance Course in gujarat will be a good opportunity for 12 th science pass students
Vaidehi
Last Updated: 02:19 PM, 25 January 2024
ADVERTISEMENT
Vaidehi Bhinde VTV: ધોરણ 10-12ની પરીક્ષાઓ નજીક આવી રહી છે તેવામાં કરિયરમાં આગળ શું કરવું તે અંગે વિદ્યાર્થીઓમાં ચિંતા રહેતી હોય છે. કેટલાક લોકો 12 સાયન્સ પછી IT સેક્ટરમાં જવું કે પછી એવિએશનમાં જવું એ અંગે મૂંઝાઈ જતાં હોય છે. પણ શું તમે જાણો છો કે 12 સાયન્સ પાસ વિદ્યાર્થીઓ માટે હજુ એક કરિયરનો ઘણો ઉજ્જવળ રસ્તો ખુલ્લો છે? જે આ સરકારમાન્ય ડિગ્રી કોર્સ કરે છે તેમને એવિએશન સ્ટાફ તરીકે તાત્કાલિક નોકરી મળી જાય છે કારણકે આ કોર્સ કરેલા લોકોની હાલમાં ઘણી ડિમાન્ડ છે. આજે અમે તમને આ ખાસ કોર્સ વિશેની લાયકાતથી માંડીને પગાર સુધીની તમામ માહિતી આપશું.
ADVERTISEMENT
એવો એન્જિનિયરિંગ કોર્સ, જેના વિશે ઓછા લોકોને ખ્યાલ છે
આ કોર્સનું નામ છે Aircraft Maintainance Engineering Course! 3 વર્ષનાં આ સરકારમાન્ય ડિગ્રી કોર્સ બાદ તેના સર્ટિફિકેટનાં આધારે તમે એરક્રાફ્ટ મેઈટેનન્સ કરતી કોઈપણ એરલાઈન્સની સંસ્થામાં ટેકનિશનિયન તરીકે નોકરી મેળવી શકો છો, પછી તે ચાર્ટર હોય કે પછી કોઈ એરલાઈન. થોડા સમય આ પોઝિશન પર કામ કર્યા બાદ તમારે DGCA નિર્ધારિત કેટલાક પેપર ક્લિયર કરવા પડશે, જે બાદ તમે એન્જિનિયર બની શકો છો. આમાં જ આગળ જતા તમને એરક્રાફ્ટ એન્જિનિયર, ટેકનિકલ સર્વિસ એન્જિનિયર તરીકે પ્રમોશન મળી શકે છે.
કોણ કરી શકે છે આ કોર્સ?
12મું સાયન્સ પાસ કરેલા વિદ્યાર્થીઓ આ કોર્સ માટે અપ્લાય કરી શકે છે. આ કોર્સ માટે ધોરણ 12 સાયન્સમાં ઓછામાં ઓછા 50% માર્કસ હોવા જરૂરી છે.
ગુજરાતમાં કઈ જગ્યાએથી આ કોર્સ કરી શકાય છે?
DGCAની વેબસાઈટ અનુસાર ગુજરાતમાં માત્ર 3 કોલેજ આ કોર્સની ટ્રેનિંગ આપે છે.
1. Western India Institute of Aeronautics, Indus University Campus, અમદાવાદ.
2. NDC Institute of Aircraft Maintainance, વડોદરા.
3. Silver Oak College of Aviation Technology, અમદાવાદ.
જાણો, આ કોર્સની ફી કેટલી છે?
મોટા ભાગે બધાને ખ્યાલ છે કે પાઈલટ બનવું હોય કે પછી ટેક્નિશિયન, તેના કોર્સ ખર્ચાળ હોય છે. એટલે અમે આ વિષયમાં નિષ્ણાત અને હાલ ચાર્ટર પ્લેન ફ્લાય કરતા પાઈલટ ધ્વનિત રાવલ સાથે વાાત કરી. તેમના કહેવા પ્રમાણે નવીનતમ કોર્સની ફીઝ 3 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આસપાસ હોય છે. જો કે કોલેજ પ્રમાણે કોર્સનો ડ્યૂરેશન અને ફીઝ સ્ટ્રક્ચર બદલાઈ શકે છે. પમ જો તમે પાછળથી મળતી આવક જોવા જાવ તો આ કોર્સ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સાથે જ અહીં કોમ્પિટિશન પણ ઓછી છે.
પ્લેસમેન્ટ અને પેકેજ
પાયલટ ધ્વનિતે પોતાના અનુભવોનાં આધારે જણાવ્યું કે 1 પ્લેન દીઠ આશરે 20-30 ટેકનિશનિયન્સની જરૂર પડે છે. તેથી દર વર્ષે વિવિધ એરલાઈન્સમાં આવા સર્ટિફાઈડ ટેકનિશિયન્સની ભરતી થતી હોય છે. કારણકે હજુ સુધી આ કોર્સ વિશે ઘણાં લોકોને ખબર નથી તેથી આવા લોકોની ઘણી ડિમાન્ડ જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે આ કોર્સ કર્યા બાદ વ્યક્તિને શરૂઆતમાં થોડો સમય 20-30 હજાર/મહિનાનાં પગારે કામ કરવાનું રહે છે. પણ થોડા સમય બાદ જ્યારે તેનું એન્જિનિયર તરીકે પ્રમોશન થાય છે ત્યારે તેમનો પગાર 1-1.5 લાખ / મહિનો રહેતો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.