બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Vivek Agnihotri sarcasm on the rumor of Poonam Pandey death This is just the beginning

મનોરંજન / 'આ તો હજુ શરૂઆત છે, આગળ જોજો...', પૂનમ પાંડેના મોતની અફવા પર વિવેક અગ્નિહોત્રીનો કટાક્ષ

Megha

Last Updated: 02:49 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેનું નામ લીધા વિના તેના પર કટાક્ષ કર્યો હતો. એમને પૂનમના મૃત્યુના નકલી સમાચાર પર તેની નિંદા કરી છે.

  • પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે સમગ્ર દેશને ચોંકાવી દીધા હતા. 
  • સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે આ પ્રયાસ કર્યો હતો. 
  • વિવેક અગ્નિહોત્રીએ હવે પૂનમ પાંડે પર પ્રતિક્રિયા આપી છે.  

2 ફેબ્રુઆરી, 2024ના રોજ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે સમગ્ર દેશને ચોંકાવી દીધા હતા. પૂનમના આકસ્મિક નિધનના સમાચારે ઘણી અટકળોને જન્મ આપ્યો હતો, પરંતુ 3જી ફેબ્રુઆરીએ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા અને તેના મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ કેન્સર દિવસ એટલે કે 4 ફેબ્રુઆરી પહેલા સર્વાઇકલ કેન્સર વિશે દરેકમાં જાગૃતિ લાવવાનો આ તેમનો પ્રયાસ હતો.

પૂનમ પાંડેના આ પગલાને માત્ર સામાન્ય લોકો દ્વારા જ નહીં પરંતુ મનોરંજન જગતના ઘણા કલાકારો દ્વારા પણ તેણીને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ કલાકારોએ આગળ આવીને પૂનમની મજાકની સખત નિંદા કરી છે. તેમાંથી એક ભારતીય ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી છે, જેમણે 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'વેક્સીન વોર' જેવી ફિલ્મોથી સમાજને અરીસો બતાવ્યો છે, એમને પૂનમ પાંડેને ઠપકો આપ્યો છે.

ફિલ્મ નિર્માતાએ તેમના સોશિયલ મીડિયા પર તેમના જવાબમાં લખ્યું છે - "સોશિયલ મીડિયાના ઉભરતા પડકારો સાથે, મને લાગે છે કે કેટલાક નિયમો હોવા જોઈએ, ખાસ કરીને ન્યૂઝમેકર્સ અને પોતાને ઇન્ફ્લૂએન્સરકહેનારાઓ માટે. આવા સમાચારો અને યુક્તિઓને સામાન્ય બનાવવી જોખમી છે. નકલી મૃત્યુના સમાચાર માત્ર શરૂઆત છે. ચાલો જોઈએ આગળ શું થાય છે."

વધુ વાંચો: 'Shambhu' ગીત રિલીઝ, અક્ષય કુમાર બન્યો સિંગર, જોવા મળ્યો મહાદેવના લુકમાં, જુઓ Video

પૂનમના આ કૃત્ય પર દરેક લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પૂનમ પાંડેના આ પગલાએ તમામ ચાહકોને હચમચાવી દીધા હતા. કારણ કે તેની ક્રિયા મૃત્યુને મજાક તરીકે રજૂ કરી રહી છે, અને તેના પગલાથી સમાજમાં સારો સંદેશ નહીં જાય. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રી દિલ્હી ફાઇલ્સ પર કામ કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ