બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli's Pakistani fan girl shuts up fellow countryman during Asia Cup 2023; WATCH

ક્રિકેટ / VIDEO : 'બાબર કરતાં કોહલી પસંદ' પાક.છોકરીનું દિલ તોડ્યું કોહલીએ, વાયરલ થયો વીડિયો

Hiralal

Last Updated: 06:01 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં કોહલી સસ્તામાં આઉટ થતાં તેની ઈનિંગ જોવા માટે ખાસ આવેલી પાકિસ્તાની છોકરી ખૂબ નિરાશ થઈ હતી.

  • પાક.સામે કોહલીના ન ચાલવાથી તૂટ્યું પાકિસ્તાની છોકરીનું દિલ
  • પોતાના દેશની મેચ હતી તોય ખાસ કોહલીની ઈનિંગ જોવા શ્રીલંકા આવી
  • કોહલીનું બેટ ન ચાલતાં છોકરી થઈ નિરાશ 

જ્યારે જ્યારે પણ પાકિસ્તાન સામે મેચ હોય ત્યારે ત્યારે વિરાટ કોહલીનું બેટ ધમધોકાર ચાલે જ છે પરંતુ ગઈ કાલે અપવાદરુપ બન્યું અને કોહલી જેટલો જોઈએ તેટલો ન ચાલ્યો, આની સૌથી મોટી અસર કોહલી અને ટીમ ઈન્ડીયા પર તો પડી જ હશે પરંતુ તેનાથી વધારે કોહલીનું ન ચાલવું એક છોકરી પર ભારે પડ્યું અને જાણે તેનું દિલ તૂટી ગયું હોય તેવું લાગ્યું કે કારણ કે પાકિસ્તાનની આ છોકરી તેના દેશની ટીમ કરતાં ખાસ કોહલીની ઈનિંગ જોવા માટે શ્રીલંકા આવી હતી પરંતુ કોહલીનું બેટ ન ચાલ્યું પરિણામે પાકિસ્તાની ફેન દુખી દુખી થઈ તેનો એક વીડિયો વાયરલ થયો છે. 

બાબર કરતાં કોહલી વધારે પસંદ છે-બોલી પાકિસ્તાની છોકરી 
પાકિસ્તાનની એક મહિલા ચાહકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનની આ મહિલા પ્રશંસક વિરાટની બેટિંગ જોવા માટે જ શ્રીલંકા આવી હતી પરંતુ ગઈકાલે કોહલી સસ્તામાં આઉટ થયો હતો, જેના પછી આ ચાહકનું દિલ તૂટી ગયું હતું. મહિલા પ્રશંસકે કહ્યું કે તે બાબર કરતા વિરાટ કોહલીને વધુ પસંદ કરે છે.

પાકિસ્તાનની ટીમની બેટિંગ ન આવી 
ગઈ કાલે ભારત-પાકિસ્તાનની મેચથી ફેન્સ નિરાશ થયા હતા, જ્યાં વરસાદને કારણે મેચ રદ કરવી પડી હતી. આ સાથે જ મેચમાં માત્ર ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદના કારણે પાકિસ્તાનની ટીમની બેટિંગ આવી શકી નહોતી અને મેચ રદ કરવી પડી હતી. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023માં પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમી હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને તે પછી બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા છે. તે જ સમયે, ભારતીય ટીમની આગામી મેચ નેપાળ સામે હશે, જે આવતીકાલે એટલે કે 4 તારીખે રમાશે. આ પહેલા નેપાળની ટીમ પોતાની પહેલી મેચ હારી ચૂકી છે, જ્યાં આ ટીમને પોતાની પહેલી મેચમાં પાકિસ્તાન તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો અને નેપાળનો હજુ સુધી એક પણ પોઈન્ટ નથી. બીજી તરફ બાંગ્લાદેશનો મુકાબલો હાલ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે થઈ રહ્યો છે અને આ મુકાબલો રોમાંચક બનશે તેમ મનાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ