સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક બાળક પોતાના માતાને ગુમાવ્યા બાદ થોડા દિવશે સ્કૂલમાં જાય છે ત્યારે તેમના બધા સહપાઠી તેમને ઈમોશનલ સપોર્ટ આપે છે
વિડીઓ તમને ઈમોશનલ કરી દેશે
પોતાના સહપાઠીઓએ આપ્યો સપોર્ટ
ભાવનાત્મક સપોર્ટ ઘણી હિંમત આપે છે
લોકોના હૃદયને સ્પર્શી ગયો આ વાયરલ વિડીયો
ઇન્ટરનેટ પર ઘણા વીડિયો આપણા હૃદયને સ્પર્શી જાય છે. માત્ર થોડી સેકન્ડના આ વીડિયોએ દર્શાવ્યું હતું કે ભાવનાત્મક સપોર્ટ કેટલી હિંમત આપે છે. વાસ્તવમાં વીડિયોની શરૂઆતમાં જોવા મળતા છોકરાની માત હાલ થોડા સમય પહેલા જ દુનિયા છોડી દીધી છે.
થોડા દિવસ પછી સ્કૂલે પાછો ફર્યો.
પોતાની માતાને ગુમાવ્યાના થોડા દિવસ બાદ જ્યારે આ વિદ્યાર્થી પોતાની સ્કૂલમાં પાછો ગયો ત્યારે તેની સાથે કંઈક એવું થયું કે જેને જોઈને તમને પણ નવાઈ લાગશે. તેના ક્લાસમાં પહોંચતા જ એક માણસ પોતાના ખભા પર હાથ મૂકીને તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરે છે. તે પછી શું થયું તે જાણવા માટે, પહેલા તમે આ વિડિઓ જોઈ લો.
બધા વિદ્યાર્થીઓ ગળે મળ્યા.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ બાળકની હિંમત કેવી રીતે વધારવી, તેના સાથે ભણતા સહપાઠીઓ એક પછી એક ગળે મળવા લાગે છે અને તેને ચારે બાજુએ ઘેરાવો કરી દે છે. આવી સ્થિતિમાં, બાળક પણ ભાવુક થઈ જાય છે. એક વિદ્યાર્થી ભાવુક થઈને રડવા લાગે છે. આ વીડિયોએ ઘણા યુઝર્સને ખૂબ જ ભાવુક કરી દીધા હતા. આ રીતે વર્ગનાં બાળકોએ પોતાનો સપોર્ટ દેખાડ્યો હતો.
વાયરલ થયો વીડિયો
આ વીડિયોને અત્યાર સુધીમાં 15 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. એટલું જ નહીં, આ વીડિયોને 1 લાખથી વધુ લોકો (સોશિયલ મીડિયા યુઝર્સ)એ પસંદ કર્યો છે અને 1500 થી વધુ લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. એક યુઝરે કહ્યું કે, શબ્દો વગર આ બધા બાળકોએ કેવી રીતે પોતાના ક્લાસમેટ્સ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે.