બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VIDEO: Open romance between husband and wife on bike, video goes viral

ઉત્તરપ્રદેશ / VIDEO: બાઈક પર પતિ પત્નીનો ખુલ્લેઆમ રોમાન્સ, વીડિયો વાયરલ થયો પોલીસે કરાવ્યું ભાન, પકડાવ્યું આટલા હજારનું ફરફરિયું"

Kishor

Last Updated: 12:29 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી-મુરાદાબાદ હાઈવે પર યુવતીને બાઇકની ટાંકી પર બેસાડીને યુવાને રોમાન્સ કરવાનું શરૂ કર્યું હતુ જે અંગેનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી.

  • દિલ્હી-મુરાદાબાદ હાઈવે પરની ઘટના
  • બાઇક ચલાવતા યુવાને યુવતીને ચાલતી બાઇકની ટાંકી પર બેસાડીને રોમાન્સ શરૂ કર્યો
  • મામલો પોલીસ સુધી પહોંચતા 8 હજારનો દંડ ફટકારાયો

સોશિયલ મીડિયાના આ જમાનામાં તમારી પાસે દરરોજ નવાનવા વીડિયો સામે આવતા હોય છે. તેમાં પણ અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી હોવા છતાં અમુક યુવાનો સુધરવાનું નામ જ લેતા નથી. તેની બેજવાબદારીભર્યું વલણ માત્ર તેના જીવનને જ નહિ અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે. આવો જ એક કિસ્સો યુપીના હાપુડ જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં પતિએ પત્નીને બાઇકની ટાંકી પર ફરવા લઇ જવુ ભારે પાડ્યું છે.

દિલ્હી-મુરાદાબાદ હાઈવે પરની આ ઘટના છે અહીં નવવિવાહિત કપલ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બાઇક ચલાવતું દેખાયું હતું. બાઇક ચલાવતા યુવાને યુવતીને ચાલતી બાઇકની ટાંકી પર બેસાડીને રોમાન્સ કરવાનું શરૂ કર્યું હતું. જાણવા એવું મળી રહ્યું છે કે કપલના લગ્ન 3-4 દિવસ પહેલા જ થયા હતા અને બંને મુરાદાબાદના રહેવાસી છે. આમ ભરબજારે જોખમી સોમાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

બાદમાં પોલીસ સતર્ક મોડમાં આવી ગઈ હતી અને પોલીસ દ્વારા બાઇક માટે 8000 રૂપિયાનું ચલણ ફટકારાયું હતું. હાપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું હાપુર પોલીસે આ બાબતની તાત્કાલિક નોંધ હોવાનો દાવો કર્યો હતો. આમ રૂ.8 હજારનું ચલણ જારી કર્યા અંગે પોલીસે એક્સ પર પોસ્ટ પણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ