બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / VIDEO Mark Zuckerberg's wife was shocked to see Anant Ambani watch

Anant Radhika Wedding / VIDEO: અનંત અંબાણીની ઘડિયાળ જોઈને અચંબિત થઈ ગયા Mark Zuckerbergના પત્ની, કિંમત જાણીને ચોંકી જશો

Megha

Last Updated: 03:31 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વધુ એક વીડીયો વાયરલ થયો જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અનંતની ઘડિયાળ જોઈને ચોંકી ગયા હતા.

 આ દિવસોમાં જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી આ સેરેમનીના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોઈને આશ્ચર્યચકિત રહી ગયા હતા. 

આ વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે અનંત અંબાણી, આકાશ અંબાણી અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ તેમની પત્ની સાથે ઊભેલા જોવા મળ્યા હતા. માર્ક અને તેની પત્ની પ્રિસલા અનંત અંબાણી સાથે વાત કરતા હતા એ સમયે પ્રિસલાની નજર અનંતના હાથમાં પહેરેલ ઘડિયાળ પર પડી હતી.  

વીડિયો જોઈને લાગે છે કે અનંતની ઘડિયાળ જોઈને માર્ક ખૂબ જ પ્રભાવિત થયો છે. માત્ર ઝકરબર્ગ જ નહીં પરંતુ તેની પત્ની પ્રિસિલા ચાન પણ આ ઘડિયાળને ધ્યાનથી જોઈ રહી હતી. સાથે આ ઘડિયાળ વિશે અનંત સાથે વાતો કરી રહી હતી. 

રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની જે ઘડિયાળ જોઈને પ્રિસલા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી તે 'પાટેક ફિલિપ'ની 'ગ્રાન્ડમાસ્ટર ચાઈમ' ઘડિયાળ છે. આ કાંડા ઘડિયાળની કિંમત 14 થી 18 કરોડ રૂપિયા છે.

વધુ વાંચો: અનંત-રાધિકાએ પ્રી-વેડિંગ પાર્ટીમાં 'તેરે-મેરે પ્યાર કે ચર્ચે' ગીત પર કર્યો કપલ ડાન્સ, VIDEO વાયરલ

હાલ સોશિયલ મીડિયા પર અનંત અંબાણીની ઘડિયાળ જોઈને પ્રિસલાએ જે રીએક્શન આપ્યા તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ ઘણા મીમ્સ પણ બની રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ