બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu shastra tips do this thing before sleep makes you rich maa lakshmi bless you

વાસ્તુ ટિપ્સ / પૈસાવાળા થવું છે? તો રોજ રાત્રે સૂતા પહેલાં જરૂરથી કરો આ 4 કામ, થશે અપાર ધનવર્ષા

Arohi

Last Updated: 04:16 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Shastra Tips: જો તમે પણ ઈચ્છો છો કે તમારી આર્થિક તંગી દૂર થઈ જાય તો સુતા પહેલા રોજ આ 4 કામ જરૂર કરી લો. આ કામ કરવાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે.

  • તો રોજ રાત્રે સૂતા પહેલા કરો આ કામ
  • થઈ જશો માલામાલ 
  • આવકમાં થશે વધારો 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ જો સુતા પહેલા અમુક કામ કરી લે તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે. રાત્રે સુતા સમયે માતા લક્ષ્મી વિચરણ કરે છે. માટે રાત્રે સુતા પહેલા મુખ્ય દ્વાર અને તેની આસપાસ સાફ સફાઈનું ધ્યાન રાખો. 

સાફ સફાઈ 
માતા લક્ષ્મીને ગંદકી બિલકુલ પસંદ નથી. જો તમારા ઘરમાં સફાઈ નથી તો માતા લક્ષ્મી ક્યારેય પણ આવા ઘરમાં વાસ નહીં કરે. 

ઉત્તર દિશા
વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તર દિશાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ ભગવાન કુબેરની દિશા છે. વાસ્તુ અનુસાર સુતા પહેલા આ દિશાને સાફ કરી દો. સાથે જ આ બાજુ તિજોરી મુકો જેનાથી ધનમાં વૃદ્ધિ થશે. 

પૂજા સામગ્રી
સવારની પૂજા માટે ફૂલ, ફળ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કર્યો છે તો તેને રાત સુધી મંદિરમાં ન રહેવા દો. તેને શુભ નથી માનવામાં આવતું. માટે સંધ્યા આરતી બાદ વાસી ફૂલ લઈ લો સાથે જ પાણીના કળશને લઈ લો તેમાં પાણી બદલી ફરી તેને ત્યાં મુકો. 

કપૂર 
ઘરમાં નેગેટિવ એનર્જી વધારે લાગતી હોય તો રાત્રે સુતી વખતે કપૂરની સાથે લવીંગ નાખીને સળગાવો. વાસ્તુ અનુસાર એવું રોજ કરવાથી વ્યક્તિના ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ