બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / vanshika break up story goes viral on social media video

ભારે કરી! / થ્રેડીંગ-વેક્સિંગ કરાવી તો પણ...: દેશભરમાં કેમ વાયરલ થઈ રહી છે આ બ્રેકઅપ સ્ટોરી?

Arohi

Last Updated: 02:57 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં વંશિકા નામની યુવતી પોતાની બ્રેકઅપ સ્ટોરી કહી રહી છે. આવો જાણીએ તેના વિશે...

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો 
  • ટ્રેન્ડ કરી રહી છે વંશિકાની બ્રેકઅપ સ્ટોરી 
  • વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો 

એક દિવસ પહેલા ટ્વિટર પર એક વીડિયો આવ્યો હતો. તે એટલો વાયરલ થયો કે તે ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. વીડિયોમાં એક છોકરી તેની મિત્રને ફોન કરીને તેના બ્રેકઅપની સ્ટોરી (Vanshika Breakup Viral Video) સંભળાવી રહી છે પરંતુ તેની મિત્રએ આ કોલનો વીડિયો રેકોર્ડ કરી લીધી અને રેકોર્ડિંગ બાદ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

શું છે વીડિયોમાં? 
વીડિયોમાં એક યુવતીને તેના મિત્રનો ફોન આવે છે. ફોનની બીજી તરફ જે મિત્ર છે તેનું નામ છે વંશિકા. વંશિકા ફોન પર રડતા રડતા તેના મિત્રને કહે છે કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. હવે તેનું રિલેશન બે મહિનાનું થવાનું હતું પરંતુ છોકરાએ તેની સાથે રિલેશન તોડી નાખ્યું. વંશિકાને ખબર નથી કે મિત્ર તેનો વીડિયો રેકોર્ડ કરી રહી છે. 

વંશિકા કહે છે કે તેણે આકાશ માટે મોંઘી હાઈ હીલ્સ ખરીદી હતી. તે પહેરીને ચાલી પણ શકતી નથી, તેમ છતાં તે ચાલે છે. ખરીદી માટે સેલની રાહ પણ જોઈ ન હતી. રિલેશનમાં ફૂટબોલ પણ જોવા લાગી હતી. તેને ફૂટબોલમાં કંઈ સમજણ ન હતી પડતી. 

વીડિયોના અંતમાં વંશિકાએ કહી એવી વાત કે....
હવે તમે વિચારતા હશો કે આમા વાયરલ થવા જેવું શું છે? જે વાત વાયરલ થઈ રહી છે તે તેની એન્ડિંગ છે. કોલ પર વાત કરતા અંતે વંશિકા શું કહે છે તે આ વીડિયોના વાયરલ થવાનું કારણ છે. આ કોલના અંતે, વંશિકાની મિત્ર કહે છે કે તેનો એક મિત્ર છે જે વંશિકાને પસંદ કરે છે.

આના પર વંશિકાએ પૂછ્યું કે શું તે સારો લાગે છે, તો તેની મિત્ર કહે છે કે હા, તે સારો લાગે છે. હું એકાઉન્ટ ડિટેલ્સ આપું છું. તેની સાથે ડેટ પર જાઓ. હાઈ હીલ્સ પણ કામ આવશે. આ રીતે, આ બ્રેકઅપની સ્ટોરી નવા ડેટ પર જવાની વાત પર પૂર્ણ થાય છે. 

સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા 
આ અંગે લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે એક ક્ષણમાં સંબંધો કેવી રીતે બદલાઈ જાય છે. બીજી તરફ કેટલાકે કહ્યું કે વંશિકાએ તેના મિત્રને પોતાના દિલની વાત કહી અને મિત્રએ તેને વાયરલ કરી દીધી. વિશ્વાસ કરવા માટે કઈ બાકી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ