બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Vande Bharat Train Udaipur: Strategically planned rocks iron sticks on railway tracks to derail train near Udaipur

કાવતરું / મોટી દુર્ઘટના ટળી.! વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉથલવાનો કારસો, ટ્રેક પર સળિયા વચ્ચે પથ્થરો મુકવામાં આવ્યા, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 06:03 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુરથી ઉદયપુર આવી રહેલ વંદે ભારત એક્સપ્રેસની પટરી પર પથ્થર અને લોખંડનાં સળિયા ગોઠવેલા જોવા મળ્યાં. સ્પીડમાં આવી રહેલ એક્સપ્રેસ ટ્રેન પથ્થરો પરથી ચાલી પણ ગઈ પણ સદનસીબે દુર્ઘટના થતાં-થતાં અટકી.

  • વંદે ભારત ટ્રેન સાથે દુર્ઘટના બનતા માંડ અટકી
  • જયપુરથી ઉદયપુરની પટરી પર પથ્થર અને લોખંડનાં સળિયા મળ્યાં
  • સ્પીડમાં આવતી ટ્રેન તેના પરથી પસાર પણ થઈ ગઈ...

ઉદયુપર-જયપુર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેમ્બરનાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યો હતો. આ બાદથી વંદે ભારત એક્સપ્રેસ 24 સપ્ટેમ્બરથી સતત ઉદયપુર માર્ગ પર ચાલી રહી છે. પણ આજે રાજસ્થાનનાં ઉદયપુર જિલ્લામાં મોટી ટ્રેન દુર્ઘટના થતાં-થતાં અટકી છે.  સોમવારે જ્યારે વંદે ભારત જયપુરથી પાછી ફરી રહી હતી ત્યારે રેલ્વે પટરી પર મોટી સંખ્યામાં પથ્થર અને લોખંડનાં સળિયા ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વંદે ભારત ટ્રેનને ડિરેલ કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યાં.

ડ્રાઈવરની ચતુરાઈનાં લીધે દુર્ઘટના ટળી
સોમવારે સવારનાં સમયે વંદે ભારત એક્સપ્રેસ રવાના થઈ. માવલી-ચિતોડગઢ થઈને સવારે 9.55 વાગ્યે ગંગરારથી આગળ સોનીયાના સ્ટેશનની વચ્ચે ટ્રેનની પટરી પર આ પથ્થર અને લોખંડનાં સળિયા મળ્યાં. તેના પરથી ટ્રેન ચાલી પણ ગઈ પરંતુ ટ્રેન ચાલકની ચતુરાઈનાં કારણે ટ્રેનને રોકી દેવામાં આવી. નીચે ઊતરીને જોયું તો પટરી પર લોખંડનાં સળિયા અને પથ્થર રાખેલા દેખાયા.

GRPF પોલીસે તપાસ શરૂ કરી
રેલ્વે અધિકારીઓએ પટરી પર ગોઠવેલા સળિયાં અને પથ્થરો દૂર કર્યાં. આ ઘટનાને લઈને પોલીસ, રેલ્વે વિભાગ અને CRPFને જાણ કરવામાં આવી. ટ્રેનને રવાના કર્યાં બાદ રેલ્વેનાં અધિકારીઓ તપાસમાં લાગી ગયાં છે કે આખરે કોણે આ કૃત્ય કર્યું છે. અધિકારીએ કહ્યું કે જેણે પણ આ કામ કર્યું હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

થોડા સમયથી ટ્રેન સાથે વિચિત્ર ઘટનાઓ બની રહી છે
જ્યારથી આ વંદે ભારત ટ્રેન રાજસ્થાનમાં લૉન્ચ કરવામાં આવી છે ત્યારથી કંઈકને કંઈક વિચિત્ર ઘટના બની રહી છે. ટ્રેનનાં ટ્રાયલ દરમિયાન એક ઢોર ટ્રેનથી અથડાઈ ગયો હતો. જેના લીધે ટ્રેનનાં આગળનાં પાર્ટસને નુક્સાન થયું હતું. તેના 2 દિવસો બાદ ટ્રેનની બોગીનાં કાંચને કોઈએ તોડી દીધું હતું. હવે ટ્રેનની પટરી પર પથ્થર અને લોખંડનાં સળિયા ફીટ કરેલા જોવા મળ્યાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ