બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / vadodara: Trisha Solanki murder case: 3 days remand granted for Murder Kalpesh Thakor

વડોદરા / તૃષા સોલંકી હત્યા કેસ: હત્યારા કલ્પેશ ઠાકોરના 3 દિવસના રિમાન્ડ મંજૂર, આરોપીનો મિત્ર દક્ષેશ પણ શંકાના ઘેરામાં, જાણો ઘટના

Vishnu

Last Updated: 09:17 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટ પાસેથી પોલીસે આરોપી કલ્પેશના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા, આવતીકાલે પોલીસ આરોપીને સાથે રાખી કરશે બનાવનું રીકન્સ્ટ્રકશન

  • વડોદરામાં તૃષા સોલંકીની કરપીણ હત્યાનો મામલો 
  • હત્યા આરોપી કલ્પેશ ઠાકોરના રિમાન્ડ મંજૂર
  • પોલીસે આરોપી કલ્પેશના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા 

વડોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે 19 વર્ષની યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. વડોદરા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે  આજે હત્યારા આરોપી કલ્પેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ સમક્ષ પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે કોર્ટે આરોપી કલ્પેશના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આવતીકાલે પોલીસ આરોપીને સાથે રાખી સમગ્ર ચકચારી હત્યાના બનાવનું રીકન્સ્ટ્રકશન કરશે.

આરોપી અને તેનો મિત્ર દક્ષેશ હત્યા બાદ બાઈકમાં દેખાયા
મહત્વની વાત છે તૃષાના હત્યામાં આરોપી કલ્પેશ ઉપરાંત અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાની આશંકા છે. જેના પગલે પોલીસે આરોપીના મિત્ર દક્ષેશ, એક યુવતી સહિત 5 શખ્સોને બોલાવી પૂછપરછ પણ શરૂ કરી છે ત્યારે આગામી સમયમાં હત્યા કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા પોલીસ તપાસમાં સામે આવી શકે છે. તો આ તરફ આજે હત્યા બાદ આરોપી કલ્પેશ ઠાકોર તેના મિત્ર દક્ષેશ સાથે બાઇક પર જતો હોય સીસીટીવી પણ સામે આવ્યા છે. દક્ષેશનું કહેવું છે કે કલ્પેશે કાળા કલરનો શર્ટ પહેર્યો હતો અને તેના કારણે તેમાં લોહીના ડાઘ દેખાયા ન હોતા. હત્યા કાવતરાથી તે અજાણ છે.

એક તરફી પ્રેમમાં 19 વર્ષની તૃષા સોલંકીની તીક્ષ્ણ ઘા મારી હત્યા 
વડોદરાના જાંબુવા નેશનલ હાઇવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ નજીક એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 19 વર્ષની તૃષા સોલંકીની કરપીણ હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ હતી. મૂળ પંચમહાલની તૃષા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. ગઈકાલે રાત્રે ઘરેથી ટ્યુશન જવા પોતાના ટુ વ્હીલર પર નીકળી ત્યારબાદ સીધી તેની લાશ મળી આવી. આરોપી કલ્પેશ ઠાકોરે યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી. યુવતીને મળવા બોલાવી પાછળથી યુવતીના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી પાડી દીધી. બાદમાં તેના મોઢાના ભાગે પણ ઘા માર્યા. સાથે જ યુવતીનો હાથ પણ કાપી નાખ્યો. ઘટના બાદ મકરપુરા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિત વિવિધ એજન્સીઓએ આરોપીને પકડવા શોધખોળ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે હત્યા બાદ આખી રાત તપાસ કરી અને આરોપી કલ્પેશ ઠાકોરને તેના માણેજાના ઘરેથી દબોચી લીધો. 

આરોપીએ શું કબૂલાત કરી?
પોલીસ પૂછપરછમાં આરોપીએ એકતરફી પ્રેમમાં પાગલ બની તૃષાની હત્યા કરી હોવાની કબૂલાત કરી. આરોપી કલ્પેશ યુવતીને છેલ્લા 4 વર્ષથી પીછો કરી હેરાન કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો. આરોપી કલ્પેશના મિત્ર દક્ષેશ સાથે મૃતક યુવતી અભ્યાસ કરતી હતી. જેથી આરોપીએ યુવતી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો પણ યુવતીએ ના પાડી. બાદમાં આરોપીએ યુવતીને આપઘાતની ધમકી આપી મિત્રતા રાખવા દબાણ કર્યું. જેથી યુવતી મિત્રતા માટે તૈયાર થઈ. આરોપી અને યુવતી વચ્ચે ત્રણ વર્ષ મિત્રતા રહી બાદમાં યુવતી અભ્યાસ માટે પોતાના વતનમાં જતી રહી. જેથી આરોપી સાથેની મિત્રતા તુટી ગઈ. બાદમાં બે મહિના અગાઉ યુવતી ફરીથી પોતાના મામાના ઘરે આવતા આરોપીએ યુવતીને મળવા માટે દબાણ કર્યું. પણ યુવતીએ મળવાની ના પાડતા આરોપી કલપેશે યુવતીની હત્યાનો પ્લાન બનાવ્યો.

દબાણ કરી તૃષાને મળવા બોલાવી
આરોપી કલ્પેશે યુવતી પર સતત દબાણ કરતા આખરે યુવતી મળવા તૈયાર થઈ. યુવતી પોતાના ટ્યુશન થી છુટ્ટી સીધી જ યુવકને મળવા નેશનલ હાઇવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર પહોચી. બાદમાં આરોપી કલ્પેશએ યુવતી તૃષાને તિક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસ તપાસમાં આરોપી કલ્પેશ ઇલેક્ટ્રિકનું કામ કરતો હોવાનું અને જી.આઈ.ડી.સીમા એક કંપનીમાં નોકરી કરતાં હોવાનો ખુલાસો થયો.

તૃષાની ચીસો પાડતી હતી..!
ઘટનાસ્થળે પોલીસ સાથે એફ.એસ.એલની ટીમે પણ તપાસ કરી. એફ.એસ. એલની ટીમે ઘટના સ્થળ પરથી વિવિધ પુરાવાઓ પણ એકત્રિત કર્યા.  ઘટનાસ્થળે મૃતક તૃષાના પરિવારના સભ્યો પણ પહોંચ્યા. તૃષાના મામાએ આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન રહ્યો હોવાનું કહ્યું, તો ઘટના બની તેની સામે જ એક ઘર આવેલું છે જ્યાં રહેતા ગીતાબેન પાટણવાડીયાએ રાત્રે યુવતીની ચીસો સાંભળી હોવાનું પોલીસને કહ્યું હતું 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ