બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara City BJP General Minister Sunil Solanki resigns

રાજીનામાનો દોર! / પ્રદીપસિંહ બાદ હવે વડોદરા શહેર ભાજપ મહામંત્રીનું રાજીનામું, જાણો કેમ, અગાઉ રહી ચૂક્યાં છે મેયર

Malay

Last Updated: 03:07 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ અચાનક રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

  • વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીનું રાજીનામું
  • અચાનક રાજીનામું આપતાં રાજકારણ ગરમાયું
  • સ્વૈચ્છાએ રાજીનામું આપ્યાનું કારણ આપ્યું 

ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વધુ એક નેતાએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. વાસ્તવમાં વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે.

સુનિલ સોલંકીએ આપ્યું રાજીનામું
વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. સુનિલ સોલંકીએ અચાનક મહામંત્રી પદેથી રાજીનામું આપી દેતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આપને જણાવી દઈએ કે, સુનિલ સોલંકી અગાઉ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે. ત્યારે તેમના અચાનક રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 

સુનિલ સોલંકી (પૂર્વ મહામંત્રી, વડોદરા શહેર ભાજપ)

સુનીલ સોલંકીનું રાજીનામા મામલે નિવેદન
રાજીનામા અંગે સુનીલ સોલંકીએ જણાવ્યું કે, મેં એક સપ્તાહ પહેલા જ રાજીનામું આપ્યું છે. આ અંગે મેં પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરી હતી. મેં મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને રહીશ. ભારતીય જનતા પાર્ટીએ મને વડોદરા મેયરની જવાબદારી સોંપી હતી. જે બાદ મને શહેર મહામંત્રી બનાવ્યો હતો. હું હજુ પણ પાર્ટી સાથે કામ કરતો રહીશ.
 

પ્રદીપસિંહ વાઘેલાએ પણ આપ્યું રાજીનામું
આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધું છે. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. 

રજની પટેલને સોંપી દેવામાં આવી જવાબદારી
પ્રદીપસિંહ વાઘેલા કમલમ કાર્યાલયનો કારભાર સંભાળતા હતા. પ્રદીપસિંહના રાજીનામા બાદ અત્યારે સંગઠનની તમામ જવાબદારી ઉત્તર ઝોનના રજની પટેલને સોંપી દેવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ