બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Uttarkashi Tunnel Collapse Update: rescue operation under process from last 10 days

અપડેટ / 'હું બરાબર છું માં..' ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોએ 10 દિવસ બાદ પરિવારજનો સાથે વાત કરી, વીડિયોમાં દર્દ દેખાયું

Vaidehi

Last Updated: 05:55 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રેસ્ક્યૂ ટીમને મોટી સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા મજૂરોની સાથે પહેલીવખત કેમેરાની મદદથી વાતચીત કરવામાં આવી છે.

  • ઉત્તરકાશી ટનલમાં 10 દિવસથી ફસાયા છે 41 મજૂરો
  • આજે એંડોસ્કોપિક કેમેરા દ્વારા શ્રમીકોને જોવામાં આવ્યાં
  • શ્રમિકો પોતાના પરિવારજનો સાથે પાઈપ મારફતે વાત કરી રહ્યાં છે

સિલક્યારા સુરંગમાં છેલ્લા 10 દિવસથી ફસાયેલા મજૂરો સુરક્ષિત છે. મંગળવારે એંડોસ્કોપિક ફ્લેક્સી કેમેરાની મદદથી પહેલીવાર મજૂરોને જોવામાં આવ્યું. તમામ મજૂરો સુરક્ષિત છે અને ટૂંક સમયમાં બહાર નિકળવાની આશા લગાડીને બેઠાં છે. મજૂરો સાથે અધિકારીઓએ વાત કરી હતી. આજે રેસ્ક્યૂ ટીમને મોટી સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા મજૂરોને પાઈપ મારફતે ખાવાનું પહોંચાડવામાં આવે છે. આ સાથે જ  પહેલીવખત કેમેરાની મદદથી વાતચીત કરવામાં આવી છે. 

શ્રમિકનાં પરિવારજનોએ પાઈપ મારફતે કરી વાત
ટનલમાં ફસાયેલા શ્રમિકનાં પરિવારનાં સદસ્યોએ સુરંગની અંદર નાખવામાં આવેલી પાઈપલાઈન મારફતે તેમની સાથે વાતચીત કરી. શ્રમિક સુરક્ષિત છે એવું જાણીને પરિવારજનોએ રાહતનાં શ્વાસ લીધાં. ટનલમાં ફસાયેલા એક મજૂરે કહ્યું, 'હું બરાબર છું માં..'

મજૂરો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે- LT જનરલ સૈયદ અતા હસનૈન
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી  LT જનરલ સૈયદ અતા હસનૈને કહ્યું કે સુરંગની અંદર પૂરતું પાણી, ઓક્સિજન અને પ્રકાશ છે. ફસાયેલા શ્રમિકોનાં કેટલાક પરિવારને ત્યાં પહોંચાડવામાં આવ્યું છે. જે રાજ્યોમાંથી શ્રમિક આવ્યાં છે ત્યાંનાં પ્રશાસન સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.  શ્રમિકોનો પરિવાર ત્યાં લગાડવામાં આવેલા 4 ઈંચનાં પાઈપથી વાતચીત કરી રહ્યાં છે.

ટીવી ચેનલોને સલાહ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલોને સલાહ આપી છે કે તેઓ ઉત્તરકાશી સુરંગનાં મામલાને સનસનીખેજ ન બનાવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ